Abtak Media Google News
  • બે વર્ષની માસૂમ બાળકીની બીમારી દૂર કરવા ભુવાએ આપ્યા  સળિયાના ડામ
  • જોડીયા તાલુકાના પીઠડ ગામે ડિજિટલ યુગમાં કાળા જાદુમાં આંધળા બનેલા માતા-પિતા કોમળ બાળકીને સારવારને બદલે પાખંડી ભુવા પાસે લઈ ગયા
  • સોઈના ધગધગતા ડામ દેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ ફૂલ જેવી બાળકીની હાલત નાજુક: વાલી અને ભુવા સામે કડક કાર્યવાહી કરવા ઠેર ઠેર રોષ

21મી સદીમાં જ્યારે લોકો મંગળ ગ્રહ પર જમીન સુધી પહોંચી ગયા છે ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રમાં ઘણા લોકોના પગ અંધશ્રદ્ધામાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. તેવો જ એક કિસ્સો જોડીયા તાલુકાના પીઠડ ગામે સામે આવ્યો છે. જેમાં બે વર્ષની માસૂમ બાળકીને બીમારી દૂર કરવા માટે હોસ્પિટલ સારવારમાં લઈ જવાના બદલે પાખંડી ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવાએ તેને ધગધગતા સોઈનાં ડામ દેતા તેણીની હાલત વધુ લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ ડિજિટલ યુગમાં પણ આવા અંધશ્રદ્ધામાં ડૂબેલા વાલી અને ભૂવાને કડક સજા અપાવવા માટે લોકોમાં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જોડીયા તાલુકાના પીઠડ ગામે રહેતી સિયા રાકેશભાઈ બડોલ નામની 2 વર્ષની માસૂમ બાળકીનું તબિયત લથડતાં તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં આઇ.સી. યુ.વિભાગમાં દાખલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં રહેલા તબીબોએ માસુમ બાળકીને ચકાસતા તેણીને અગાઉ અને વર્તમાન સમયમાં પણ શરીરે ડામ આપ્યા હોવાનુ સામે આવ્યું હતું. જેથી તબીબે તુરંત સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીએ જાણ કરી એમએલસી દર્જ કરાવી હતી.

આ અંગે મળતી વધુ વિગત મુજબ માસુમ બાળકી સિયાને એક માસ પહેલા તાવ આવતા તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં તબિયત સ્થિર થતાં તેણીને રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને ફરી તાવ આવતા માતા સંગીતા બેને તેણીને નિષ્ણાત પાસે લઈ જવાના બદલે પાડોશમાં રહેતા ભુવા પાસે વિધિ કરાવવા ગયા હતા. જ્યાં ભૂવાએ બાળકીને ડામ આપવા પડશે તેવું કહેતા કાળા જાદુમાં ડૂબેલા માતા-પિતાએ પળવાર પણ વિચાર્યા કર્યા વગર ડામ આપવાની મજૂરી આપી દીધી હતી. બાળકીને પડખાના ભાગે અને પેટના ભાગે સાતથી વધુ ધગધગતી સોઇનાં ડામ આપતા બાળકી ચીસો પાડીને રડતી રહી પરંતુ અંધશ્રદ્ધાના ભોગી તેના માતા અને પિતા આ કૃત્ય દેખતા જ રહ્યા હતા. આમ બાળકીને સાતથી પણ વધુ ડામ આપતા બાળકીની તબિયત સુધરવાના બદલે વધુ બગડી હતી. જેથી સિયાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના પગલે લોકો અને સમાજ સેવકોમાં ભારે રોષ ફેલાયો છે. તબીબોના જણાવ્યા મુજબ માસુમ બાળકીને છાસવારે ડામ દેવાતા હોવાનુ સામે આવી રહ્યું છે. જેથી ભુવા સહિત તેના સાગરીતો અને માતા પિતા સામે કડકથી કડક કાર્યવાહી કરવા મટે માંગ ઉઠાવી છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે

પાખંડી ભૂવાએ ફૂલ જેવી બાળકીને ધગધગતા સળિયાના સાતથી વધુ ડામ આપ્યા

મૂળ એમપી અને હાલ જોડીયા ખાતે રહેતા માતા પિતાએ તેની બે વર્ષની બાળકીની બીમારી દૂર કરવા માટે મેડિકલ નહિ પરંતુ અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો અને તેની ઘર પાસે રહેતા એક પાખંડી ભુવા પાસે લઈ ગયા હતા આ પાખંડી ભુવાએ બાળકીની બીમારી દૂર કરવા માટે તેને ધગધગતા સળિયાના સાતથી વધુ જેટલા ડામ આપ્યા હતા. જેના કારણે બાળકીની તબિયત ગંભીર થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

નિષ્ઠુર માતાએ બાળકીના તાવની બીમારી દૂર કરવા તાંત્રિક વિધિનો સહારો લીધો

જોડીયા ખાતે રહેતી માતાએ તેની બે વર્ષની પુત્રીને તાવ ની બીમારીમાંથી મુક્ત કરવા માટે હોસ્પિટલ નહિ પરંતુ તાંત્રિક વિધિનો સહારો લઈ તેની બાળકીને એક પાખંડી હોવાને સોંપી દીધી હતી.આ ભુવાએ બાળકીની બીમારી દૂર કરવા માટે તેના પર કાળા જાદુનો ઉપયોગ કરી તેના શરીરે સાતથી વધુ ધગધગતા સળિયાના ડામ દીધા હતા જેના કારણે બાળકીની તબિયત વધુ લથડી જતા તેને સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી.

ગીર સોમનાથની ધૈર્યા જેવી ઘટના ફરી ઘટી

21મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધા ના કાળા જાદુમાં આંધળા બની ન કરવાનું કરી બેસે છે. ત્યારે એક મહિના પહેલા જ ગીર સોમનાથમાં એવી ચકચાર ઘટના સામે આવી હતી.જેમાં ભાવેશ અકબરી નામના સગા બાપે તેની જ 14 વર્ષની ધૈર્યા નામની પુત્રીમાંથી વડગાળ કાઢવા માટે સાત દિવસ સુધી અમાનુષી અત્યાચાર ગુજારી નિર્મમ હત્યા કરી હતી. ત્યારે ફરી તેવી જ એક ઘટના ઘટી છે જેમાં મૂળ એમપીના અને હાલ જોડિયા ખાતે રહેતા માતા પિતાએ તેને બે વર્ષની બાળકીને બીમારીથી મુક્ત કરવા માટે ભુવા પાસે ધક ધકતા સળિયાના નામ દેવડાવ્યા હતા. જેમાં તેની તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.