Abtak Media Google News

જો તમે ફેસબુક પર વિજ્ઞાપનદાતા હોવ તો ફેસબુકે પોતાના બીજા પ્લેટફોર્મ વોટ્સએપ સાથેની પાર્ટનરશીપમાં એક નવું ફીચર લોન્ચ કર્યુ છે. ફેસબુકે એક નવા ક્લિક ટુ વોટ્સએપ બટનને પોતાના પ્લેટફોર્મ પર લોન્ચ કર્યું છે. તેનાથી વિજ્ઞાપનદાતાઓ વોટ્સએપના આશરે એક અબજ યુઝર્સ સાથે કનેક્ટ થઇ શકશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર ફેસબુકનાબે અબજથી વધુ યુઝર્સ છે. કંપનીએ જણાવ્યુ કે તે આ ફીટરને ધીર-ધીરે લાગૂ કરી રહી છે, જેને પહેલાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અશિયાના મોટાભાગના દેશોમાં લોન્ચ કરવામાં આવશે.

ફેસબુકના પ્રોડક્ટ મોર્કેટિંગ મેનેજર, પંચમ ગજ્જરે જણાવ્યું કે મોટાભાગના લોકો પહેલાંથી જ નાના વ્યવસાયો સાથે સંચાર માટે વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સંપર્કમાં રહેવાનો સૌથી ઝડપી અને સરળ માર્ગ છે.

તેમણે કહ્યું કે ફેસબુકે પોતાના વિજ્ઞાપનો પર કૉલિક ટુ વોટ્સએપ બટનને જોડવાથી હવે લોકોને પોતાના પ્રોડક્ટ સાથે જોડવામાં સરળતા રહેશે. ફેસબુકે જણાવ્યું કે હાલ 10 લાખથી વધુ પેજોએ પોતાની પોસ્ટમાં વોટ્સએપ નંબર જોડ્યાં છે. આ નવા ફીચરમાં પોક ઉપરાંત વિંક અને હાઇ-ફાઇવ જેવા અનેક વિકલ્પો હશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ વિકલ્પોની બ્રિટન, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા અને ફ્રાન્સમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.