Abtak Media Google News

૨૩ જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં વોટ્સએપનો ઉપયોગ થશે: શિક્ષણ વિભાગ દ્વારા ૮૫૯૫૫૨૪૫૨૩ નંબર જાહેર કરાયો

કોરોનાકાળમાં શિક્ષણ વિભાગે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનુ શરૂ કર્યુ છે અને હવે ધોરણ ૩થી ૧૨ની પરીક્ષા વોટ્સઅપ માધ્યમથી લેવાશે તેવો નિર્ણય કર્યો છે.પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્સએપ નંબર પણ જાહેર કરાયો છે. ૨૩ જાન્યુઆરીથી શરૂ થતી સપ્તાહ કસોટીમાં વોટ્સએપનો ઉપયોગ થશે.પરીક્ષા આપવા વિદ્યાર્થીઓએ વોટ્સએપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ હવે ટેક્નોલોજી નો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે. નંબર છે ૮૫૯૫૫ ૨૪૫૨૩, આ નંબર વિદ્યાર્થીઓએ સેવ કરવો પડશે, સેવ કર્યા બાદ આ નંબર પર હેલો લખ્યા બાદ તુંરત જ એક ક્વિક રિપ્લાય મળશે. આ પછી વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલનો યુ ડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુંરત્તજ સામેથી તરત રિપ્લાય એટલેકે મેસેજ આવશે, જેમાં શાળાની તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. આ પછી વિદ્યાર્થીએ પોતે કયા ધોરણમાં અભ્યાસ કરે છે તેની સચોટ અને સ્પષ્ટ માહિતી આપવી પડશે. ત્યાર બાદ વિદ્યાર્થીના નામની ખરાઈ થશે એટલે કે તેની નોંધણી થઈ ગઈ છે તેનો રિપ્લાય આવશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી વોટ્સએપ પર પરિક્ષા આપી શકશે. જેમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે કોઈ વિદ્યાર્થીઓએ ૧૦ સવાલોના જવાબ આપી દીધા હશે, અને જેવા જવાબો પૂર્ણ થશે તુંરત્તજ આ તમામ ૧૦ સવાલોના જવાબનું પરિણામ આવી જશે. જેમાં સાચા જવાબની એક ફાઈલ પણ પરિક્ષાર્થીને મોકલવામાં આવશે.

સાચા જવાબની એક ફાઈલ પણ પરીક્ષાર્થીને મોકલવામાં આવશે

બીજી તરફ જે સવાલના જવાબ સાચા નહી હોય તે તમામની પણ એક લિન્ક મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અંદાજીત ૯ મહિનાના વિરામ બાદ રાજ્યની સ્કૂલો ઓપન થઈ છે. ત્યાર બાદ પરિક્ષા કઈ રીતે યોજાશે તેના વિશે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યના શિક્ષણ વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.