ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક શરૂ: 50,000 ગુણી ઠલવાઇ

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતાં માર્કેટ યાડઁ માં મરચાં,ધાણા બાદ ઘઉં ની આવક શરું થતાં આજે પચાસ હજાર ગુણીની આવક થવાં પામી હતી.યાડઁ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા નાં જણાવ્યાં અનુસાર ટુકડા ઘઉં નાં ભાવ વીસ કિલોના  રૂ.320 થી 500 તથાં લોકવન નાં રુ.300 થી 450 ભાવ બોલાયો છે.ઘઉં ની ભારે આવક ને પગલે  આવક સદંતર બંધ કરાઇ છે.(તસ્વીર:- જિતેન્દ આચાર્ય-ગોંડલ)