Abtak Media Google News

વિકલાંગ લોકોને ગમે ત્યાં આવવા -જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેથી, તેમની સમસ્યાને સમજીને, તાજેતરમાં એક શોધ દિવ્યાંગો માટે એક શોધ કરવામાં આવી છે. જેનો વીડિયો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રાયસાયકલ ઈલેક્ટ્રિક મોટર આપણે જોઈ શકીએ છીએ. જે તેને આરામદાયક અને સ્વચાલિત છે. જેના કારણે વિકલાંગ લોકોને હવે ક્યાંય પણ આવવા -જવામાં કોઈ સમસ્યા થાય નહીં.

આ વિડીયોને જોયા બાદ આનંદ મહિન્દ્રાએ કહ્યું કે – મને ખબર નથી કે આ વીડિયો કેટલો જૂનો છે, ક્યાંનો છે કે કોનો છે. આ સિગ્નલ એપ પર પ્રાપ્ત થયું. આ એક સુંદર અને વિચારશીલ શોધ છે. જે ખરેખર વિકલાંગોના જીવનને ઝડપી બનાવશે. આ વીડિયો સમર્થનને યોગ્ય છે અને મને મદદ કરવામાં ખુશી થશે

અત્યારે આ વીડિયો વિશે વધારે જાણકારી નથી પરંતુ આનંદ મહિન્દ્રાએ ચોક્કસપણે તે વ્યક્તિની મદદની ખાતરી આપી છે જેણે આ ટ્રાઇસાયકલની શોધ કરી હતી. ટ્વિટર પર પ્રતિક્રિયામાં આનંદ મહિન્દ્રાની આ ટ્વીટને 1 હજારથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે અને તેને 9 હજારથી વધુ લાઈક્સ પણ મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.