બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા યુવતી વીફરી, બેન્ડ-વાજા લઈ પહોંચી યુવકના ઘરે

આપણે ઘણી વખત ટીક-ટોકના વિડીયોઝમાં જોયું હોય છે કે જ્યારે કોઈ યુવતી પોતાના બોયફ્રેન્ડને છોડીને કોઈ બીજા સાથે લગ્ન કરવા જાય ત્યારે તેનો બોયફ્રેન્ડ તેના ઘરની બહાર બેંડ-બાજા લઈને પહોંચી જાય છે . પરંતુ ઉતરપ્રદેશના ગોરખપૂરમાં એક અજીબ અને જુનુની લવ સ્ટોરી સામે આવી છે , જ્યાં એક યુવતી બેન્ડ,બાજા અને બરાત સાથે તેના બોયફ્રેન્ડના ઘરે પહોંચી ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, યુવતીએ આવું કરવાનું કારણ એ છે કે તેનો બોયફ્રેન્ડ તેની જગ્યાએ કોઈ બીજા સાથે લગ્ન કરવા જતો હતો. મામલો ગંભીર બનતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીને શાંત કરી હતી અને ઘરે પરત મોકલી હતી.

સૈન્યમાં કામ કરતો છોકરો

ગર્લફ્રેન્ડએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન નહીં કરે તો આત્મહત્યા કરવાની ધમકી પણ આપી છે. યુવાન પર આરોપ લગાડવામાં આવ્યો છે કે તે બંનેનું અફેર ચાલતું હતું, પરંતુ સૈન્યમાં નોકરી મળ્યા બાદ છોકરાએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.

બે વર્ષ પહેલાં મળ્યા હતા

યુવતીએ જણાવ્યું કે તેણી બે વર્ષ પહેલા સંદીપ મૌર્ય (યુવાન)ને તેની કાકીના ઘરે મળી હતી, અને તેઓ પ્રેમમાં પડી ગયા હતા. યુવતીએ દાવો કર્યો હતો કે તેણે લગ્નના બહાને તેને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી, પરંતુ નોકરી મળ્યા બાદ તેણે આ સંબંધ તોડી નાંખ્યો હતો. યુવતીના સબંધીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. યુવકે તેના માતાપિતા સાથે લગ્નની વાત કરી હતી.

યુવકે જ્યારે યુવતી સાથેના સંબંધ સ્વીકારવાની જ ના પાડી દીધી ત્યારે રોષે ભરાયેલી યુવતીના પરિજનોએ તેની સામે IPCની વિવિધ કલમો હેઠળ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ મામલો અત્યારે કોર્ટમાં છે. પોલીસનું કહેવું છે કે તેઓ મૌર્યને કોઈ પણ સાથે લગ્ન કરવાં રોકી શકતા નથી, કારણકે કાયદાકીય રીતે આ તેના પહેલા લગ્ન છે.