Abtak Media Google News

રિપોર્ટ નટવરલાલ જે ભાટિયા 

પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ પ્રદૂષણની અસર સમગ્ર જીવ સૃષ્ટિ પર થાય છે. ત્યારે તાપી નદીમાં દૂષિત પાણીના કારણે તેમજ અન્ય કચરાના કારણે કરોડો માછલી સહિતના જળચર જીવોના મૃત્યુ થયા છે. શહેરની તાપી કાંઠાની સોસાયટીઓમાં મૃત માછલી સહિતના જળચર જીવોથી સ્થાનિક વિસ્તારમાં ભારે દુર્ગધ ફેલાય છે.

સુરતની જીવાદોરી સમાન તાપી નદીના પાણીના અનેક જીવો મૃત હાલતમાં તાપી નદીમાં દેખાય છે. SMCમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્રની બેદરકારીના કારણે શહેરીજનોમાં નારાજગી જોવા મળી છે. તાપી નદીના શુદ્ધિકરણ બજેટ જોગવાઈ સાથે તંત્ર કરોડોનું કેપિટલ એસેટ બજેટ ક્યાં વાપરી રહી છે તે મોટો પ્રશ્ન છે ?

Screenshot 8 7

તાપી નદી કાંઠાની સોસાયટીમાં આ મૃત જીવોના કારણે ભારે દુર્ગધ સાથે અરેરાટી ઉપજાવતા દ્રશ્યોથી ત્રસ્ત સુરત શહેરની ખૂબસુરતી માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ પ્રજા ઉઠાવી રહી છે. પ્રજાના આ પ્રશ્નો મુદે S M C તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી એક બીજા અધિકારીઓ પર કામની જાણે ખો-ખો રમતા હોય એ રીતે જવાબદારી ની ફેંકાફેંકી કરી રહ્યા છે

કોના પાપે તાપી ની કરોડો માછલીઓ એ જીવ ગુમાવ્યો:

Screenshot 9 5

સુરતની જીવાદોરી સમાન તાપી નદીની આ હાલત આવી કેમ? આ અંગે અનેકો સંગઠન આગામી દિવસોમાં સામુહિક પણામાં ઉગ્ર રજુઆત કરવાનો ગણગણાટ સંભાળ રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા આ સમસ્યા અંગે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.