ધ્રોલના ખારવા માનસરનો બીસ્માર રોડ કયારે રીપેર થશે? લોકોમાં ઉઠતા સવાલો

 

અબતક, સંજય ડાંગર, ધ્રોલ

ધ્રોલ ના ખારવા થી માનસર રોડ માત્ર કાગળ ધણા સમય થી રજૂઆત પણ રોડની સ્થિતી ત્યાને ને ત્યા : લોકોમા ભારે રોષ…

ધ્રોલ તાલુકાના આવેલા ખારવા થી માનસર લગભગ 14 કિલ્લો મીટર મા અતિ જર્જરિત અને ખરાબ હાલના રોડ છે લોકો માથાના દુખાવા સમાન રોડ થી લોકો કટાળી ગયા પરંતુ આ જવાબદાર લોકો ને જાણે લોકોની કાઈ પડી ના હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે…

વિકાસ ની વાતુ કરતુ તંત્ર છેલ્લા ધણા સમય થી બિસ્માર રસ્તા બાબતે મુગુ બેઠુ છે. ચુંટણી સમય નેતાઓ આ રોડ અને હમાપર ધેલ નદી બ્રિજ બનાવા ની મોટા ઉપાડે વાતુ કરી જાઈ છે. પરંતુ ચુંટણી પતી જાઈ પછી કોઈ દેખાતુ નથી…

અગાઉ આ રોડ બાબતે ત્રણ ગામ પંચાયત સરપંચ સેવા સેતુ નો બહિષ્કાર કરતા તંત્ર જાગ્યુ તાત્કાલિક આ રોડ પર પેવર પટ્ટા મંજુર કર્યુ પરંતુ કોઈ કોન્ટ્રેક્ટર ટ્રેન્ડર જ ના ભર્યુ.. અનેક વખત આ રોડ નુ ટેન્ડર થાઈ છે. પરંતુ કોન્ટ્રેક્ટર ટેન્ડર ભરતા નથી તેનુ કારણ શું છે. તે બાબતે મૌન કોઈ કોન્ટ્રેક્ટર ટ્રેન્ડર ભરતા નથી આ બાબતે લઈ ને કોઈ કેમ બોલતા નથી…માત્રને માત્ર કાગડ ની રામાયણ મા રહેછે. આ રોડ ?

આ રોડ રજૂઆત કરી કરી ને લોકો કટાળી ગયા જવાબદાર લોકો પોતાના પ્રતિષ્ઠા વધારવા માટે દોષનો એકાબિજા ને માથે ટોપી પહેરાવે છે તેવી લોકો ભારે ચર્ચા જાગી છે.