Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Education»Knowledge Bank»મનુષ્ય લોહી ક્યારે બનાવી શકશે??
Knowledge Bank

મનુષ્ય લોહી ક્યારે બનાવી શકશે??

By Abtak Media02/03/20218 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

માનવરકતનો બીજો કોઇ વિકલ્પ નથી. બ્લડ બેંકો અને તેમાં રહેલ જીવંત લોહીના પુરવઠાની ઘણી જ મહત્તા છે. રકતની સારવારની જરૂરિયાત અસીમિત છે, જેમાં પ્રથમ શ્ર્વાસ લેતા નવજાત શિશુથી માંડી છેલ્લા શ્ર્વાસ છોડતાં વૃઘ્ધ સુધી બધાંનો સમાવેશ થાય છે

બ્લડ બેંક:-

બ્લડ બેંક એ એક એવી વ્યવસ્થા છે કે દર્દીઓને જે પ્રકારનું અને જેટલું લોહી દિવસે કે રાત્રે જયારે જરૂર પડે ત્યારે તેના દ્વારા મળી શકે છે. વૈજ્ઞાનિક ધોરણે પરીક્ષણ પામેલું દરેક ગ્રુપનું લોહી બ્લડ બેંકમાં રાખવામાં આવે છે અને દર્દીઓને ચડાવવા માટે ડોકટર દ્વારા  પ્રમાણિત કરી આપવામાં આવે છે. વિશેષ વિગતો બ્લડ ટ્રાન્સફયુઝન વિભાગમાં જોવા મળશે. માનવ-રકતનો બીજો કોઇ વિકલ્પ નથી. બ્લડ બેંકો અને તેમાં રહેલ જીવંત લોહીના પુરવઠાની ઘણી જ મહત્તા છે. રકતની સારવારની જરૂરિયાત અસીમિત છે, જેમાં પ્રથમ શ્ર્વાસ લેતા નવજાત શિશુથી માંડી છેલ્લા શ્ર્વાસ છોડતા વૃઘ્ધ સુધી બધાંનો સમાવેશ થાય છે. જયારે રકતદાનની એક સીમારેખા છે, જેમાં 18 થી પપ વર્ષની વયમર્યાદા વચ્ચેની વ્યકિતઓ રકતદાન કરી શકે છે. આ સંજોગોમાં આ સીમારેખામાં આવતી પ્રત્યેક વ્યકિતની એ માનવીય, ઇશ્ર્વરીય અને ધાર્મિક ફરજ બની જાય છે કે તેઓ નિયમિત રકતદાન કરી, બ્લડ બેન્કોને જીવંત રાખે, જેથી કરીને બ્લડ બેન્કો અનેક મુરઝાતી જિંદગીઓને જીવંત રાખી શકે છે.

બ્લડ કાઉન્ટ :-

લોહીની અંદર રહેલ હિમોગ્લોબીનનું પ્રમાણ તથા રકતકણો અને શ્ર્વેતકણોની સંખ્યા નકકી કરવા આ પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ કરવા માટે લેબોરેટરી ટકેનિશ્યન વ્યકિતની આંગળીમાંથી અથવા નસમાંથી લોહી લે છે. રકત ગંઠાઇ ન જાય તે માટે ટેકનિશ્યન આ લોહીને એક દ્રાવણમાં ભેળવે છે. ત્યારબાદ કાઉન્ટિગ ચેમ્બર તરીકે ઓળખાતા એક ખાસ કાચના ટુકડા પર આ મિશ્રણમાંથી એક ટીપું મૂકવામાં આવે છે. સૂક્ષ્મદર્શક યંત્ર ની મદદથી  આ લોહીના નમૂનામાં રહેલા રકતકોપોની ટેકનિશ્યન ગણતરી કરે છે. આવી ગણતરી ઇલેકટ્રોનિક બ્લડ સેલ કાઉન્ટર દ્વારા પણ કરવામાં આવે છે. બીજી કાચની પ્લેટ પર ટેકનિશ્યન આ રકતના નમૂનાને એક પાતળી ફિલ્મના રૂપમાં પાથરે છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે આ પ્લેટ ઉપર પથરાયેલા લોહીમાં રહેલ જુદી જુદી જાતના શ્ર્વેતકણોની ટકાવારી ટેકનિશ્યન નકકી કરે છે. વધુ પડતા શ્ર્વેતકણો રોગનો ચેપ દર્શાવે છે. ઘણા ઓછા શ્ર્વેતકર્ણો એ બતાવે છે કે લોહી બનાવતા હાડકાની મજજામાં કંઇક નુકશાન થયું છે. રકતકણોના રંગ અને સંખ્યા દ્વારા એનીમિયા છે કે નહિ તે નકકી કરી શકાય છે.

રકત-ચાપ

ધમનીઓની દીવાલ ઉપર લોહી જે દબાણ કરે વછે તેને રકત-ચાપ (બ્લડ પ્રેશર) કહેવાય છે. હ્રદયના સંકોચનની શકિત અને ગતિ, શરીરમાં વહેતા લોહીનો જથ્થો અને ધમનીઓની સ્થિતિ સ્થાપકતા ઉપર બ્લડ પ્રેશનનું પ્રમાણ આધારિત છે. બ્લડ પ્રેશર માપવાના યંત્રને સ્ફીગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. તેમાં હવા ભરી શકાય તેવી રબ્બરની કોથળી, આ કોથળીમાં હવા પમ્પ કરી શકે તેવો રબ્બનો દડો તથા પારો ભરેલી એક અંક સંશોધન કાચની નળી હોય છે.

બ્લડ પ્રેશર માપવા માટે દર્દીના હાથને ફરતી રબ્બરની કોથળી વીંટવામાં આવે છે. આ કોથળીની બરાબર નીચેની ધમની ઉ5ર સ્ટેથોસ્કોપ મૂકવામાં આવે છે. ધમનીઓમાં થતા લોહીના ધબકારા આ રીતે સાંભળી શકાય છે. ત્યારબાદ ધમનીઓ ઉપર દબાણ આવે એ માટે આ કોથળીમાં હવા ભરવામાં આવે છે. આને કારણે રકતપ્રવાહ અટકે છે અને ધબકારા સંભળાતા નથી., ત્યાર બાદ કોથળીમાંથી ધીરે ધીરે હવા કાઢવામાં આવે છે. જયાહે લોહીના દબાણ કરતાં કોથળીમાં રહેલું દબાણ ઓછું થાય છે ત્યારે રકતપ્રવાહ ચાલુ થાય છે. તે દબાણને સીસ્ટોલોીક પ્રેશર કહેવામાં આવે છે.

આ દબાણ તે હ્રદયના સંકોચનનું દબાણ છે. પારાની નળી ઉપર બતાવેલો આંક જોઇ આ દબાણનું માણ નકકી થાય છે. જયારે કોથળીમાંથી વધુ હવા કાઢવામાં આવે છે ત્યારે ધબકારા મંદ પડે છે અને આ વખતનું દબાણ ડાયાસ્ટોલીક પ્રેશર  તરીકે ઓળખાય છે આ દબાણ હ્રદયની શિથિલતા દર્શાવે છે.

બ્લડ પ્રેસરનું માણ સાધારણ રીતે બે અંકોમાં દર્શાવવામાં આવે છે. જેમ કે 120/80 આમાં પહેલો આંક સીસ્ટોલીક પ્રેશરનો છે અને બીજો ડાયાસ્ટોલીક પ્રેસરનો છે. પણ પુખ્તવયની વ્યકિતમાં સીસ્ટોલીક પ્રેશર આશરે 1ર0 મી.મી. હોય છે. કેટલાક ડોકટરો 140 મી.મી. કરતાં વધુ  દબાણને હાઇ બ્લડ પ્રેશર ગણે છે. 90 મી.મી. કરતાં વધુ દબાણને પણ તેઓ ઊંચુ ડાયાસ્ટોલીક પ્રેશર  ગણે છે, જયારે અન્ય ડોકટરો 150/95 ના આંકના હોઇબ્લડક પ્રેસર તરીકે ઓળખાવે છે.

ઉમરના વધારા સાથે બ્લડ પ્રેશર ઊંચુ જાય છે, કેમ કે ધમનીઓ વધુ જડ થતાં રકતપ્રવાહ ઓછો થાય છે. રકતના ઊંચા દબાણને કારણે હ્રદય બંધ પડી જવું, હ્રદય રોગનો હુમલો આવવો અથવા કીડનીની ક્રિયાઓ થંભી જવી – આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. ડોકટરો આ ઊંચા દબાણને એસેન્શિયલ હાઇપરટેન્શન તરીશે ઓળખતા હતા. પરંતુ 1957 માં જયારે આનું કારણ જાણવા મળ્યું ત્યારે વિજ્ઞાનીઓએ રકતમાં એક રાસાયણિક પદાર્થ બનાવ્યો કે જે લોહીના ઊંચા દબાણનું કારણ માનવામાં આવ્યું, એન્જિટોટેન્સીન-ર તરીકે ઓળખાતા આ પદાર્થનો ઉપયોગ સંશોધનકર્તાઓએ લોહીના ઊંચા દબાણના કારણોનો અભ્યાસ કરવા માટે કરેલ, લોહીનું નીચું દબાણ હાઇપોટેન્શન તરીકે ઓળખાય છે.

રકત-સંક્રમણ

રકત-સંક્રમણ એટલે એક વ્યક્તિના શરીરમાંથી લોહી મેળવી, બીજી વ્યક્તિને તે લોહી ચડાવવું. આ ક્રિયા દ્વારા બીમાર અથવા ઈજ્ઞહગ્રસ્ત વ્યક્તિના લોહીનાં તત્ત્વોમાં ફેરફાર થાય છે. આ પ્રક્રિયા દ્વારા ઘણી અમૂલ્ય જિંદગીઓ બચી જાય છે તેમજ શસ્ત્રક્રિયા તથા બીજાં અનેક તબીબી ક્ષેત્રમાં રક્ત-સંક્રમણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે.

1900ની સાલ પહેલાં થોડાંક સફળ રક્ત-રાંકમણ કરવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યાર બાદ તરત જ રક્તના પ્રકારો અને જુથની શોધ થયા પછી આધુનિક ધોરણો મોટા પાયે દર્દીઓને લોહી ચડાવવાની પદ્ધતિ શક્ય બની. ઑસ્ટ્રીઅન-અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડરટેઈનરે એમ શોધું કે માનવ-રક્ત ચાર ઓ. બી. ઓ, પ્રકારમાં વર્ગીકૃત થઈ શકે છે, જેવા કે પ્રકાર ‘એ’ અને પ્રકાર ‘બી’ અને પ્રકાર ‘એબી’એક પ્રકારનું લોહી ધરાવતી વ્યક્તિને અન્ય પ્રકારનું લોહી ચડાવવામાં આવે તો તેનું પરિણામ અત્યંત ગંભીર કે ઘાતક નીવડે છે.

1900ની સાલ પહેલાં રક્ત-સંક્રમણ સફળ ન થયાં તેનું કારણ આ જ હતું. ત્યાર બાદ આરએચ ઘટકની ઉપસ્થિતિ અથવા અનુપસ્થિતિને ધ્યાનમાં રાખી વિજ્ઞાનીઓએ ઘણાં બ્લડ ગ્રુપ શોધી કાઢયાં છે. આ પ્રકારો રક્ત-સંક્રમણની પ્રક્રિયામાં અસર કરે છે.

પહેલાંના સમયમાં રક્તદાતાનું લોહી દર્દીના શરીરમાં સીધેસીધું ચડાવવામાં આવતું. 1940માં રસાયણ-વ્યાની મદદથી લોહીનો પુરવઠો જાળવી રાખવાનું શક્ય બન્યું અને આજે સંરક્ષક દ્રાવણોની મદદથી રક્તને 35 કે તેથી વધુ દિવસો સુધી જળવી શકાય છે.

ઘણાંબધાં તત્ત્વો મળીને બનેલું લોહી એક જટિલ સેન્દ્રિય પદાર્થ છે. લોહીમાં ઘનતત્ત્વો છે, જેમાં મુખ્યત્વે પીળાશ પડતા પ્રવાહી રુધિરરસમાં તરતા રક્તકણો, શ્વેતકણો અને ત્રાકણો હોય છે. રધિરરસમાં ઘણાં પ્રોટીન, ખોરાકમાંથી મેળવેલ પોષક તત્ત્વો તથા લોહીનો ગઠ્ઠો બનાવે તેવા પદાર્થો હોય છે. જો દર્દીને ખૂબ જ રક્તસ્રાવ થયો હોય તો તેને આખું લોહી ચડાવવામાં આવે છે. જ્યારે કેટલાક દર્દીઓને જરૂરી જણાય તેવાં લોહીનાં યોગ્ય ઘટકો જ ચડાવવામાં આવે છે. ખાસ કરીને એનીમિયા, હિમોફીલિયા અને લ્યુકેમિયા જેવાં લોહીનાં દર્દોમાં લોહીનાં જુદાંજુદાં યોગ્યઘટકો આપવાં લાભદાયી છે.

બ્લડ બેન્ક તરીકે ઓળખાતી સંસ્થાઓમાં લોહી અને તેનાં જુદાંજુદાં ઘટકો સંગ્રહવામાં આવે છે. રક્તકણો અને ત્રાક્કો જેવાં લોહીનાં બીજાં કેટલાંક ઘટકો અતિ ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે છે, જેને વર્ષો સુધી જાળવી શકાય છે. લોહીનાં વિવિધ ઘટકોના ઉપયોગથી એક જ વ્યક્તિએ કરેલા રક્તદાનમાંથી ઘણી વ્યક્તિઓને સારવાર આપી શકાય છે.

લોહી ચડાવવાની પ્રક્રિયા આ પ્રક્રિયા શરૂ કર્યા પહેલાં દર્દીના ઓ.બી.ઓ.અને આરએચ પ્રકાર નક્કી કરવા લેબોરેટરીમાં તેના લોહીનું પરીક્ષણ કરવામાં આવે છે. ત્યાર બાદ એવા જ પ્રકાર ધરાવતું રક્તદાતાનું લોહી પસંદ કરવામાં આવે છે. રક્તદાતાનું લોહીદર્દીના લોહીસાથે મળવાથી કોઈ નુકસાનકારક અસર ઉત્પન્ન નથી થતી તે નક્કી કરવા માટે ક્રાંસ-મેચિંગ કરાય છે.

દર્દીના પલંગ પાસે એક ઍન્ડ ઉપર લોહી કે તેનાં ઘટકોની શીશી લટકાવવામાં આવે છે. તેમાંથી લોહી એક ગળણીમાંથી પ્લાસ્ટીકની નળીમાં આવે છે, જેને છેડે એકસોય હોય છે. આસોય દર્દીની એક નસમાં દાખલ કરવામાં આવે છે. દર્દીને કેટલા પ્રમાણમાં લોહી ચડાવવું અને કેટલી ગતિથી ચડાવવું તે ડોક્ટર નક્કી કરે છે.

જે દર્દીને લોહી ચડાવાતું હોય તેનું ડોક્ટર અને નર્સ કાળજીપૂર્વક ધ્યાન રાખે છે. જો દર્દીને આકસ્મિક રીતે ખોટા પ્રકારનું લોહી અપાઈ જાય, તો લોહીના રક્તકણોનો નાશ થાય છે. આવા સંજોગોમાં જો લોહી ચડાવવાની પ્રક્રિયા તરત જ બંધ કરવામાં ન આવે તો ખબજ ગંભીર પરિણામ આવે છે. રક્તદાતાના લોહી દ્વારા દર્દીમાં ચેપી રોગ જેવા કે લીવરનો સોજો  અથવા કોઈ કિસ્સામાં એઇડ્રસ દાખલ થવાની શક્યતા રહે છે. રક્તદાતાના લોહીનું લેબોરેટરીમાં થતું પરીક્ષણ આવાં ચેપી તત્ત્વો પકડી પાડે છે અને આવા રક્તનું સંક્રમણ અટકાવે છે.

ક્ત મેળવવું અને તેની જાળવણી ઘણાં સ્થળોએ રક્ત મેળવવા અને રક્ત-સંક્રમણ માટે બ્લડ બેન્કો હોય છે. સરકારી સંસ્થા  ફડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન આ બ્લડ બેન્કોનું નિયમન કરે છે. રેડક્રોસ દ્વારા પણ બ્લડ બેન્કો સંચાલિત થતી હોય છે. બ્લડ કોન્ક વર્ષ દરમિયાન સારા પ્રમાણમાં રકત મેળવે છે. રતનું એક યુનિટ 300 મીલીલીટર હોય છે.

આ સંસ્થામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ કરેલું રક્તદાન સ્વીકારવામાં આવે છે. તેમના હાથની નસમાંથી નર્સ કે  ટેકનિયન લોહી મેળવે છે. આ લોહી સંરક્ષક દ્વાવણ ભરેલી પ્લાસ્ટીકની થેલીમાં એકત્ર કરવામાં આવે છે. બ્લડ બેન્કની લેબોરેટરીમાં આ લોહીનું પરીક્ષણ થાય છે અને ઓ.બી.ઓ.તથા આર.એચ પ્રકાર પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં લોહીનાં ઘટકો પણ છટાં પાડવામાં આવે છે. આ લોહી ને તેનાં ઘટકોનો સંગ્રહ કરવામાં આવે છે. બ્લડ બેન્કો પાસેથી અપેક્ષિત જરૂરિયાત પૂરી પાડી શકાય તેટલાં આખા લોહી કે તેનાં જુદાં જુદાં ઘટકોનો સંગ્રહ હોય છે.

રક્તદાતા પાસેથી રક્ત મેળવવાની એક બીજી પ્રથા છે. જેહિમોફોસીસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં રક્તદાતાનું લોહી બ્લડ સેલ સેપરેટર નામના મશીનમાંથી પસાર કરવામાં આવે છે. જેથી કરીને રક્તનાં એક અથવા તેથી વધુ ઘટક છૂટી પાડી ઇકાય છે. જ્યારે રક્તમાંથી જરૂરી ઘટક કાઢી લેવાય છે ત્યારે બાકી રહેલું રક્ત અને તેના અન્ય ઘટકો સાથે રક્તદાતા ડારીરમાં સતત પ્રક્રિયા દ્વારા પાછું ફરે છે. રક્તદાન મેળવવાની સામાન્ય પ્રથામાં રક્તદાતાના શરીરના કુલ લોહીનો લગભગ – પંદરમો ભાગ લેવો પડે છે. જ્યારે હિમોફેસીસ પ્રક્રિયામાં રક્તદાતાનું રક્ત સેપરેટમાંથી બે વાર પસાર કરવામાં આવે છે. રક્તદાતાના શરીરમાં રધિરરસ અને અન્ય કોષીય પદાર્થો સતત પાછા જતા હોઈ આ શક્ય બને છે. એક જ રક્તદાનમાંથી જરૂરી ઘટકો મોટા જથ્થામાં મેળવવાહિમોફેરેસીસ પ્રક્રિયા બ્લડબેંન્કને સહાયરૂપ થાય છે.

રક્તદાતાઓએ ઉંમર, સ્વાથ્ય અને વજનની માન્ય જરૂરિયાતો પૂરી કરવી પડે છે. રક્તદાન કરેલું લોહી શરીરમાં 72 કલાકમાં ભરપાઈ થઈ જાય છે. પરંતુ સ્વાસ્થની દષ્ટિએ રક્તદાતાઓ3 માસમાં એકથી વધુ વાર રક્તદાનનકરે તે ઇચ્છનીય છે.

કુત્રિમ રક્ત: 1960થી આપત્તિના સમયે લોહીની અવેજીમાં તેનાં પરિપૂરક શોધવા સંશોધનકારોએ ઘણા પ્રયોગ કર્યા છે. કેટલાંક રસાયણો અને હિમોગ્લોબીન જેવા કુદરતી પદાર્થો ઑક્સિજન વહન કરી શકે છે, પરંતુ કુદરતી રક્ત જેવું બીજું કાર્ય કરી શકતા નથી. આ પદાર્થો ભવિષ્યમાં કોઈક દિવસ રક્તકણોના હંગામી પરિપૂરક તરીકે આપત્કાળમાં ઉપયોગી થઈ શકે છે.

Blood information knowledge
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઅહીં માત્ર એક મતથી ઉમેદવારની થઇ જીત, જાણો ક્યાં બની આ ઘટના
Next Article ઉત્પાદન વૃદ્ધિ ઇનસેટિવનો લાભ લેવા વિદેશી કંપનીઓની પડાપડી બોલશે
Abtak Media
  • Website

Related Posts

શું તમને ખબર છે, આપણા શરીરમાં લોહીના આ મહત્વ વિશે ?

16/09/2023

દુનિયાની સૌથી ઝેરી માછલી

25/08/2023

ચંદ્રયાન 3: માત્ર માહિતી જ નહીં, ચંદ્રયાન ભારતને અબજોનો બિઝનેસ આપશે

22/08/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.