Abtak Media Google News

કાગડો માનવના સમાજજીવન સાથે જોડાયો છે. બાળકો પણ સૌથી પહેલા કાગડાની વાર્તા સાંભળે છે. ઘણી બધી કહેવતોમાં સ્થાન પામેલ કાગડો વૈદિક-સંહિતાકાળથી માનવી સાથે જોડાયેલ છે. તેમની બુઘ્ધિ ચાતુર્યતા તીક્ષ્ણ હોય છે તે કુદરતનો સફાઇ કામદાર છે

‘કાગનું બેસવું અને ડાળનું પડવું’ આવી અનેક કહેવતોમાં આવતો કાગડો અદભૂત પક્ષી છે. અસ્તિત્વની દરેક પરિસ્થિતિઓમાં તે અનુકુલન સાધી શકે છે. તે પૃથ્વી પર લગભગ જોવા મળે છે જો કે પર્યાવરણ મુજબ તેના આકાર કદમાં તફાવત જોવા મળે છે. કેટલાક લોકો માટે તે દુર્ભાગ્ય, શુકનલ અપશુકન પણ ગણાય છે. તેના વિશે ઘણી લોકવાયકા, ચિત્ર, વિચિત્ર વાતો સમાજમાં પ્રચલિત છે. કાગડો આપણી પૌરાણિક કથા, સાહિત્યય અને સંગીતમાં વણોયેલો છે. આ કાળા કાળા કાગડાભાઇનું લેટીન નામ ‘કોર્વસ’ છે.

જેન પ્રથમવાર ૧૭૫૮ માં જાણીતા પ્રકૃતિવાદી કાર્લલાઇને જોયો હતો. આજે વિશ્ર્વમાં ૪૦ થી વધુ પ્રજાતિના કાગડાઓ જોવા મળે છે, પણ ફેનોટાઇપમાં નજીવો તફાવત જોવા મળે છે. આનુવાંશિક સુવિધા, નિવાસસ્થાનને કારણે થોડા રૂપરંગ ફરે છે. આ પક્ષીનો સૌથી નજીકનો સંબંધ અમેરિકાના સફેદ ગળાકાર કાગડો છે.

કાગડાની શરીર રચનામાં લંબાઇ ૭૦ સે.મી  અને તેની પાંખો ૧પ૦ સે.મી. હોય છે. ૮૦૦ થી ૧૬૦૦ ગ્રામ વજન ધરાવે છે. અમુક જગ્યાએ બે કિલોના કાગડા પણ જોવા મળે છે. થોડો ઘણો તફાવત પર્યાવરણને આભારી છે. તે સૌથી વધુ ઉત્તરીય અક્ષાંશો અને ત્યાંના પર્વતોમાં જોવા મળે છે. તેમની વિશિષ્ટ સુવિધામાં લાંબી તીક્ષ્ણ ચાંચ છે. નર કાગડો માદા કાગડી કરતાં મોટો જોવા મળે છે. તે સામાન્ય રીતે જંગલોમાં રહેનાર છે, તે એક જોડી બનાવીને રહે છે.

ફકત પાનખર ઋતુમાં ૧૦ થી ૪૦ નું ટોળુ બનાવે છે. રાત્રે માળામાં સુઇ જાય તે દિવસ આખો શિકાર કરે છે.

કાગડો એક બુઘ્ધીશાળી પ્રાણી છે. તેમનો અવાજ ભલે આપણને ન ગમે પણ તેનું ક્રા…. ક્રા…. અવાજ એક વાસ્તવિક વાતચીત છે. કાગડો ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં જોવા મળે છે. તેનું અંદાજે આયુષ્ય ૧૦ થી ૧પ વર્ષ ગણાય છે, તેનો માળો અસ્ત વ્યસ્ત હોય છે. તે માંસાહારી હોવાથી દરરોજ શિકાર કરે છે તેથી તેને મોટા પક્ષીઓના જોખમનો સામનો પણ કરવો પડે છે.

આરબ લોકોનું માનવું છે કે તે એક અમર પક્ષી છે. પ્રાચિન રેકોર્ડ મુજબ ૩૦૦ વર્ષ જીવ્યાના દાખલા છે. જો કે આ દાવો  પક્ષી વિદનથી માનતા તેમને વાત મુજબ પિંજરામાં પણ ૭૦ વર્ષથી  વધુ નજીવી શકે પક્ષી

કાગડો અને કોરવિડમાં ઘણી ગેરસમજણ છે. વાસ્તવમાં બે અલગ પ્રજાતિ છે. કાગડાને અંગ્રેજીમાં ‘રાવેન’ કહે છે. મોટાભાગે કાગડો મનુષ્યની નજીક રહેવાનું પસંદ કરે છે. કારણ કે તેમને ખોરાક મેળવવો સરળ પડે છે. કાગડો લગભગ સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં રહે છે. ઉતર અમેરિકાથી અલાસ્કા, મેકિસકોક્ષ ફ્રાન્સ સિવાય વિશ્ર્વના લગભગ બધા દેશોમાં જોવા મળે છે. યુરોપ, એશિયા અને આફ્કિામાં વધુ જોવા મળે છે. તે દરિયા કિનારે, રણ અને પર્વતોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. આજે તો શહેના બગીચાઓમાં વધુ જોવા મળી રહ્યા છે. તે બહુ મોટા શહેરોમાં ઓછો જોવા મળે છે.

કાગડાઓનો વિવિધ આહાર છે તેની પ્રકૃતિ શિકારી છે પણ છેલ્લે તો જે મળે તે ખાઇ લે છે , મહેલા જાનવરો, માછલી, ઉંદર અને દેડકા ખાવા માટે તે સક્ષમ છે. શિકારની શોધમાં તે લાંબા સમય હવામાં ઉડે છે. તે નાના જીવજંતુ પણ ખાય છે.

શહેર કે ગામડાની ભાગોળે પડેલા વિશાળ કચરાના ઢગ પાસે ટોળા સ્વરુપે જોવા મળે છે. તેના માળામાં પણ વિપુલ પ્રકારનો ખોરાક પડેલો હોય છે. તે વાદળી ધાતુની ચમક સાથે સંપૂર્ણ પળે કાળો હોય છે. તે સર્વભક્ષી કુળનું પક્ષી છે.

દક્ષિણ એશિયામાં નેપાળ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, થાઇલેન્ડ અને ઇરાનમાં કાગડા વધુ જોવા મળે છે. કાગડો મોટે ભાગે જમીન પરથી ખોરાક મેળવી લે છે. તે મે મહિનામાં માળો બાંધવાની શરુઆત કરે છે. એક ઝાડમાઁ કાગડાના ઘણા માળાઓ જોવા મળે છે. શ્રાઘ્ધ માસમાં કાગડાનું વિશેષ મહત્વ છે. કાગવાસ પરંપરા પર્યાવરણ સાથે સીધી જોડાયેલી છે. તે પ્રકૃતિનો પહેરદાર સાથે ઇકોસીસ્ટમનો સપોર્ટર પક્ષી છે. અષાઢ અને શ્રાવણ કાગડાની સંવનન ઋતું છે, ભાદરવામાં કાગડાના બચ્ચા ઇંડામાંથી બહાર આવે છે. કાગડાની સંખ્યા જોતા તેના બચ્ચાના પાલન પોષણ માટે ઘણો આહાર જોઇએ જેની પૂર્તિ માટે આ રિવાજ પરંપરા ચાલી આવી છે.

લોક વાયકા મુજબ કાગડામાં ખાસ શકિત હોય છે જેને કારણે તે આવનારા સમયમાં સારી ખરાબ ઘટનાની પહેલી જાણ થઇ જાય છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘર પાસે કાગડો બોલે તો ઘરે મહેમાન આવે છે. કેટલા શુકન-અપશુકન પણ તેની સાથે જોડાયેલા છે.

જો છત પર વધુ કાગડા ભેગા થાય તો ઘરમાં ઝગડો થાય છે. બપોરે પહેલા તેનો અવાજ પૂર્વકે ઉત્તર દિશાથી અવાજ સંભળાય તો સુખ પ્રાપ્તિ થાય તેવી વિચિત્ર લોક વાયકા છે. તેમનો કાંવ-કાંવ અવાજ ખુબ જ કર્કશ લાગે છે.

હિન્દુ ધર્મમાં કાગડાને અશુભ પક્ષી ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કાગડાને યમદૂત પણ કહેવાય છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડો યમનો નહી મનુષ્યનો દૂત છે, કૌવા ચલા હંસ કી ચાલ જેવા અનેક ફિલ્મી ગીતો પણ આવ્યા છે. તેને આપણે બદસુરત ગણીએ છીએ એ પણ તે ખુબ જ ચતુર હોય છે. કોઇ સુર-તાલમાં ગીત નો ગાય તો કાગડા સાથે આપણે સરખાવીએ છીએ, કાગડાની યાદ શકિત પાવર ફૂલ હોય છે તે એકવાર જોઇ લે પછી તે ભૂલતો નથી. એક કાગડો મૃતયુ પામે ત્યારે તેનું ટોળુ શોક મનાવવા આવે છે.

આજે ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યા છે.

કાગડા ખેતરોમાં કિટ નાશક દવા છંયાયને મરેલી ઇયળો ખાવાથી તેનો પણ ખાત્મો બોલી રહ્યો છે. કેટલીક વાર કાગડા માણસો ઉપર હુમલો કરે છે પણ બહુ જીવલેણ નથી હોતો. કાગડો નકલખોર હોય છે તે પક્ષી પ્રાણી અને માણસોની નકલ કરી શકે છે. શિકારી સાથે લડવામાં કાગડાનું ટોળુ ભેગું થઇ જાય છે. કાગડો અને ઘુવડ એકબીજાના કટ્ટર દુશ્મન છે. કાગડો બિલાડી અને માણસના ખતરાના અલગ  સંકેતોથી અવાજે કાઢે છે.

કાગડો મોટા ભાગે હાર માનતા નથી છેલ્લે સુધી લડી લે છે.

અમુક દેશોમાં તેનું માંસ ખાવામાં આવે છે. ભારતમાં વિશ્ર્વની ૪૦ પૈકીની સાત પ્રજાતિ જોવા મળે છે. જેમા આપણા ગુજરાતમાં તો બે જ પ્રજાતિઓમાં જંગલી કાગડોને સાદો કાગડો જોવા મળે છે.

American Crow Toolkit 2019 07 13 300

કાગડો કરે છે હવામાનની આગાહી

દિવંગત પિતૃઓનું પ્રતિક મનાતો કાગડો માનવ સંસ્કૃતિમાં, પ્રાચીન અને મઘ્યકાલિન કે અર્વાચીન યુગમાં દંતકથાઓમાં પ્રચલિત છે.

હિન્દુ શાસ્ત્રોમાં દુષ્કાળ, રોગચાળો, શત્રુ ભય અને કુદતરી હોનારતોની આગોતરી જાણ કે આગાહી મેળવવા કાગડાની ગતિવિધનો આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આપણાં ઘર આંગણે કાગડો આવે ત્યારે આપણે અપશુકન ગણીને ભગાડી દઇએ છીએ.

કાગડો કુદરતનો સંદેશા વાહક છે. કાગડા પરથી જ ગુજરાતી ભાષાના શબ્દ કોશમાં ‘કાગારોળ’ શબ્દને સ્થાન મળેલ છે. રાત્ર. કાગડાઓ કાગારોળ કરીને વિવિધ વાતો જે ભવિષ્યમાં થનારી છે તેની આગાહી કરી દેતા હોય છે. તેની વિવિધ હરકતો આપણને ઘણી માહિતી આપી જાય છે.

કાગડાની વિવિધ કહેવતો

  • * કાગડા ઉડવા…
  • * કાગડા બધે ય કાળા હોય…
  • * કાગડો દહીં થરૂ લઇ ગયો…..
  • * કાગના ડોળે રાહ જોવી….
  • * કાગનું બેસવું ને ડાળનું પડવું….
  • * કાગનો વાઘ કરવો….
  • * પોત સૌ પોતા તણા, ને પાળે પંખીડા, બચડા બીજાના (એ તો) કોક જ સેવે કાગડા…
  • * કાગડો ચાલે હંસની ચાલ….

Sharma Amcr

ભારતમાં વસતી સાત પ્રજાતિ પૈકી બે ગુજરાતમાં

વિશ્વમાં હાલ ૪૦ પ્રજાતિઓ કાગડાની છે તે પૈકી ભારતમાં સાત પ્રજાતિ છે. આપણાં ગુજરાતમાં એક ગીરનારી કાગડો જેને જંગલી ક્રો તરીકે ઓળખાય છે અને બીજો સાદો કાગડો એમ બે પ્રજાતિ જોવા મળે છે.

જંગલી કાગડો આખો કાળો હોય છે. માદા કાગડી ચોર ઇંડા મુકે છે. જે રપ દિવસમાં ઇંડ તૈયાર થઇ જાય અને ૧૮ દિવસમાં બચ્ચા મોટા થઇને ઉડવા લાગે છે.

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન તેનો સંવનન કાળ હોય છે. કાગડો મૂભ ચતુર પક્ષીની વ્યાખ્યામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.