મહિલાઓ અંગે સમાજનો દૃષ્ટિકોણ ક્યારે બદલાશે?

નારી તું નારાયણી… ભારત વર્ષની ધર્મ પરંપરા અને સંસ્કૃતિ આદિકાળથી મહિલાઓના સન્માનની પ્રેરણા આપતી બની રહી છે ,પરંતુ બદલતા જતા સમય અને સંજોગોને લઇને માનવજાતના આ મહાન સંસ્કારો હવે એટલી હદે ઘસાઈ ગયા છે કે મહિલા સન્માનના આ સંસ્કારો માત્ર પોથી ના લીટા બની રહ્યા છે ,કહેવાતી  સમાજ વ્યવસ્થામાં  એક પણ ડગલું મહિલા વગર આગળ ચાલવું શક્ય નથી પરંતુ સમાજના પુરુષ પ્રધાન દૃષ્ટિકોણમાં હજુ મહિલાઓનુ સ્થાન અગાઉ અંધારિયા યુગ ની જેમ જ નિમ્ન સ્તરે જ રહ્યું છે.

પત્નીને પોતાના ગુલામ તરીકે બનાવી રાખવાની માનસિકતા એ હજુ ૨૧મી સદીમાં પણ આપણી સમાજ વ્યવસ્થા નો પીછો છોડ્યો નથી, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે મનુષ્ય ચંદ્રમા સુધી પહોંચી ચૂક્યો છે, પરંતુ ધર્મશાસ્ત્ર અને સમાજની જનની અને ધરોહરની ભૂમિકા માં સતત વ્યસ્ત રહેનાર નારીનું સન્માન કરવાનું આપણે ભૂલતા જઈ રહ્યા છે, તે માત્ર સમાજ નહીં સમગ્ર માનવજાત માટે ઘાતક પુરવાર થશે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને સમાન અધિકારો આપવા ની જરૂરિયાતો સાંપ્રત સમાજ ને જેટલી વહેલી સમજાય જશે એટલો વહેલો ફાયદો થશે , સમય બદલાઈ રહ્યો છે,

લોકતાંત્રિક અને સ્વતંત્ર તા ના મૂલ્યો દિવસે દિવસે ઉજાગર થતા જાય છે હવે નારી અબળા રહી નથી, પુરુષપ્રધાન માનસિકતા અને મહિલાઓને ઉતરતિ ગણવાનીમનોવૃત્તિ ના હવે અવળા પરિણામો દેખાઈ રહ્યા છે, સામાજિક વ્યવસ્થા સુદ્રઢ રાખવા માટે મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ મહિલાઓને  સન્માન આપવાનું હવે ખાસ જરૂરી બન્યું છે.

મહિલાને સન્માન અધિકાર આપવાના બદલે પરણીને ઘરમાં આવેલી પત્નીને પણ પોતાની જાગીર સમજવામાં આવી રહી છે અને સન્માન અને લાગણી કોઈ ખેવના કરવામાં આવતી નથી રૂઢિચુસ્ત માનસિકતા ના કારણે પત્નીને પોતાના અધિકારની વસ્તુ સમજવાની પુરુષની માનસિકતાથી મહિલાઓને જીવન નર્કાગાર બની ને રહી જાય છે હજુ પણ મોટાભાગના લોકો એવી માનસિકતામાં જીવે છે કે મહિલાઓને લક્ષ્મણરેખા માં જ રહેવું પડે અને જ્યારે પડકાર ઊભો થાય ત્યારે અગ્નિ પરીક્ષા મહિલાઓને આપવી પડે છે.

સમાજ દીકરી દિકરા સમયની વાતો કરે છે પરંતુ અધિકાર આપવાની વાત આવે ત્યારે પરંપરાને આગળ કરીને મહિલાઓને અન્યાય કરવામાંએક પણ તક ચૂકતા નથી સમાજની આ માનસિકતા હવે બદલવાની જરૂર છે