Abtak Media Google News

નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું પરંતુ આર.ટી.ઈ.ની પ્રવેશ ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ નહીં હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એનએસયુઆઈ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું હતું.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છતાં પ્રવેશ ફોર્મ પ્રક્રિયાની કાર્યવાહી ન કરાતા એનએસયુઆઈ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન

કેન્દ્રની ભુતપુર્વ યુપીએ સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે આર.ટી.ઇ મુળભુત અધિકાર શિક્ષણ નો કાયદો લાવવામાં આવ્યો હતો જેમાં 25% વિદ્યાર્થીઓ ને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં આપવું તે જાહેર કરાયું હતું. આર.ટી.ઇ.ની પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે, જુનના અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓ ને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. ઘણાં ગરીબ વાલીઓ આ યોજનાનો લાભ લેતા હોય છે. હાલ પણ આ બાબતે વાલીઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે પ્રક્રિયા હાથ ધરાશે? હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે પરંતુ આર.ટી.ઇ.ના પ્રવેશ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલની સ્થિતિ તમામ માટે કપરી હોય લોકો આર્થિક સંકટમા હોય જો આ યોજના વહેલી તકે હાથ ધરાઇ તો વધુમાં વધુ વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવી શકે.

ઘણાં વાલીઓ પ્રવેશને લઇને પણ ચિંતિત છે કે પ્રક્રિયા હાથ નહીં ધરાઇ તો તેમના બાળકના ભવિષ્યનું શું થશે??? નવા સત્રનો પ્રારંભ થયો છે તેમનો બાળક શિશિક્ષણથી વંચિત નહીં રહી જાય ને ?? આ તમામ બાબતે એનએસયુઆઈ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું. આ તકે એનએસયુઆઈનાં જિલ્લા પ્રમુખ દાના માડમ, પાલભાઇ આંબલિયા, દેવુ ગઢવી, અરવિંદ આંબલિયા, જયસુખભાઇ કણઝારીયા, રાકેશ નકુમ, હિતેષ નકુમ, યુવરાજ સિંહ વાઢેર, હિરેન ધોકીયા, સાવન કરમુર, જેન્તી નકુમ સહિત ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.