Abtak Media Google News

પ્રજાજનોનો ‘પાવર ફૂલ’ સવાલ

મેટોડા જ્આઇડિસી થી ઇશ્વરીયાના  પાટીયા સુધીના અંધારા કયારે ઉલેચાશે તે એક જનતાના મનમા મોટો સવાલ છેમેટોડા જ્આઇડિસી કિશાન ગેઇગ થી રાજકોટ કાલાવડ હાઇવે ઉપર ડિવાઇડરમા વચ્ચે સ્ટ્રીટ લાઈટો વર્ષો થી ઉધૌગીક વિસ્તારમાં રોજગારી માટે આવતા લોકોને રાત્રે હાઇવે રોડ ઉપર થી પોતાના ધરે જવા માટે મુશ્કેલ ન પડે એટલા માટે  કિશાન ગેઇગથી ઇશ્વરીયાના ના પાટીયા સુધી સ્ટ્રીટ લાઈટો નાખેલ છે પરંતુ આ સ્ટ્રીટ લાઈટો ધણા લાંબા સમયથી બંધ છે .

તેનું મેનેજમેન્ટ મેટોડા જી.આઇ.ડી.સી.એશોશિયેશન કરી રહેલ પરંતુ ટુક સમયમાં આ મેનેજમેન્ટ રાજકોટ રૂરલ ડેવલપમેન્ટ બોર્ડ (રૂડા)ને સોંપવામાં આવેલછે તેમ જાણવા મળેલ છે રૂડા દ્વારા સ્ટ્રીટ લાઈટો ના પોલ ને કલર કામ સ્ટ્રીટ લાઈટ બદલવાનું કામ ધણા સમય પહેલા પૂર્ણ કરેલ છે પરંતુ હજુ સુધી આ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવેલ નથી તો જનતા મા સવાલ ઉપસ્થિત થાય છે કે ઇશ્વરીયા પાટીયા થી રાજકોટ સુધી ની રૂડા ની સ્ટ્રીટ લાઈટો ચાલુ છે

પરંતુ  મેટોડા જ્આઇડિસી થી ઇશ્વરીયાના પાટીયા સુધી ની સ્ટ્રીટ લાઈટો બંધ કેમ આ વિસ્તારના લોકો ના અંધારા કયારે ઉલેચાશે તો તાત્કાલિક આ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવી જોઇએ કારણ કે રાજકોટ કાલાવડ રોડ ઉપર રાજકોટ ગ્રામ્ય પોલીસ ના ઇવે પ્રોજેક્ટ ના સી.સી.ટી.વી.કેમેરા પણ આવેલ છે જેના માટે પણ આ હાઇવે ડિવાઇડર વચ્ચે ની  સ્ટ્રીટ લાઈટો ચાલુ હોવી ખુબ જરુરી છે જેથી કરીને રાત્રી દરમિયાન વધુ પ્રકાશ મળી રહે તો  સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી સંબંધિત કચેરી ને જનતા ની અપીલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.