Abtak Media Google News

કોરોના સામે ફાઈઝરની વેક્સીનને સૌથી વધુ પ્રભાવી માનવામાં આવી રહી છે. આ વેક્સીન ળછગઅ ટેકનિક પર કામ કરે છે, જેના બે ડોઝ આપવા પર તેની અસરકારકતા 95% છે. અમેરિકાની મલ્ટીનેશનલ ફાર્મા કંપની દ્વારા વિકસિત રસી ભારતમાં પણ ઉપલબ્ધ થનાર છે પણ ક્યારે ?? સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રસીના આશરે 5 કરોડ ડોઝ મંગાવવામાં આવ્યા છે.

નિષ્ણાંતો સાથે ઉરચ સ્તરીય બેઠક બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમેરિકા તરફથી આ પાંચ કરોડનો ડોઝનો જથ્થો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં મળી જશે. ટોચનાં સરકારી અધિકારીઓ અને વરિષ્ઠ ફાઇઝર અધિકારીઓ સાથેની બેઠકમાં આ રસીની ઉપલબ્ધતાની વાટાઘાટો ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રક્રિયામાં ઘણા અવરોધ છે. પરંતુ વાટાઘાટો બાદ ઘણા પરિબળો પર સરળતા મળી છે. જેનાથી આગામી 3-4 માસમાં રસી ઉપલબ્ધ થઈ જશે.

આ વેક્સિન જે બીજી રસીની સરખાણીએ મોંધી છે. સરકાર દ્વારા માત્ર વેક્સિનેશન ડ્રાઈવ માટે ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. કોવિડ -19ના બીજી લહેરમાં દેશમાં વેક્સિનને લઈને સર્જાયેલી ભારે માંગ વચ્ચે ભારતમાં રસીના અભાવ વચ્ચે આ સમાચાર આવ્યા છે.

યુરોપિયન મેડિસિન એજેન્સી (EMA)એ બુધવારે કહ્યું હતું કે, તેના દ્વારા મંજૂર કરવામાં આવેલી mRNA વેક્સિન મહારાષ્ટ્રમાં સામે આવેલા વેરિયન્ટ સામે લડવા સક્ષમ હશે. EMAએ જણાવ્યું હતું કે, તે ભારતીય વેરિયન્ટ પરના ડેટાની ખૂબ નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. અમે mRNA વેક્સિન આ પ્રકારને નિષ્ક્રિય કરવામાં સક્ષમ બનશે તેવા આશાસ્પદ પુરાવા જોઈ રહ્યા છીએ. EMAએ મહાદ્વીપ માટે ફાઇઝર, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા અને J&J વેક્સિનને મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનિય છે કે, રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-Vની એક ડોઝની કિંમત ભારતમાં 995.40 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે લોકોના મનમાં એક એવો પ્રશ્નો હશે કે, ફાઇઝર વેક્સિન મોંધી હશે કે સસ્તી તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.