Abtak Media Google News

260થી વધુ કોલેજ અને 5600 જેટલી શાળામાં ગ્રંથપાલ જ નથી!: બજેટમાં મંજૂર અનુદાનિત કોલેજોમાં ગ્રંથપાલની ભરતી સરકારી તંત્રમાં અટવાઇ ગઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ઘરમાં ગ્રંથ મંદિર હોવું જોઇએ અને તેમના સમયમાં વાંચે ગુજરાત જેવા અભિયાન પણ રાજ્યમાં ચલાવવામાં આવ્યા હતા. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી નાણા વિભાગ ગ્રંથપાલની ભરતી માટે જે સવાલ કરે છે તેની પૂર્તતા કરી શકતી નહીં હોવાના કારણે ગ્રંથપાલની ભરતી ટલ્લે ચડી જવા પામી છે. બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્ય નિયમિત રીતે ગ્રંથપાલની ભરતી કરી રહ્યા છે. પરંતુ શિક્ષણ વિભાગના કરોડોના બજેટમાં ગ્રંથપાલની ભરતીને હજુ સ્થાન મળ્યું નથી. ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી ગ્રંથપાલની ભરતી પ્રત્યે ગુજરાત સરકાર ઉદાસીનતા દાખવી હોવાનો દાવો કરી રહી છે. પી.એચડી, નેટ સ્લેટ થયેલા સુશિક્ષિત બેરોજગાર ગ્રંથપાલને શિક્ષણ વિભાગ મહત્વતા આપી રહ્યો નથી. રાજ્યની કુલ 356 અનુદાનિત કોલેજો પૈકી 234 કોલેજમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે. ભરતી પ્રક્રિયાની ફાઇલ શિક્ષણ વિભાગમાં અધિકારીઓની બેદરકારીથી ટલ્લે ચડી છે અને નાણા વિભાગના સવાલોની પુર્તતા જેવા સામાન્ય કામ પૂર્ણ નહીં થવાના અભાવે અનેક ગ્રંથપાલ નોકરીથી વંચિત છે.

ગ્રંથપાલ મંચના વધુમાં જણાવ્યા મુજબ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી હોય પરંતુ ગ્રંથપાલ ન હોય તો પુસ્તકોનું મહત્વ કે અન્ય જાણકારી કોણ આપશે તે સવાલ શિક્ષણ વિભાગને પૂછાઇ રહ્યો છે. 260થી વધુ કોલેજ અને 5600 જેટલી શાળામાં ગ્રંથપાલ કેમ નથી તે સવાલ કરાય ત્યારે તંત્રમાંથી કોઇ જવાબ મળતો નથી. કોલેજોની નેક કમિટીમાં કુલ ગુણના 10 ગુણ ગ્ંરથાલયના હોવા છતાં ભરતી નહીં કરાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણા અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી અને તેની ફાઇલ નાણા અને શિક્ષણ વિભાગ વચ્ચે ફરતી રહે છે. ગ્રંથાલય શિક્ષણમાં 80 ટકા મહિલા છે. જે આ અભ્યાસ કરીને સરકારથી નિરાશ છે. અન્ય રાજ્યમાં ગુજરાત કરતા સારી સ્થિતિ હોવાનું પણ ગ્રંથપાલ મંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

કયા રાજયમાં કેટલા ગ્રંથપાલની ભરતી

પંજાબ                                        817

બિહાર                                         893 (2022)

રાજસ્થાન                                      460

હિમાચલ પ્રદેશ                                771

દિલ્હી                                          24 (2020)

ક્ષ તેલંગાણા                                   256 (2017)

મધ્યપ્રદેશ                                      429 (2018)

ગુજરાત                                        0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.