Abtak Media Google News

નાદાર પાકિસ્તાનની દેવાની સમસ્યાઓ વધતી જ રહી છે…. કોરોનાએ નાપાક પાકની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ કરી દીધી છે. એક ભિક્ષુકની સ્થિતિ પણ સારી એમ પાકિસ્તાનની એથીય ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. કોઈ પણ દેશની સધ્ધરતા કે વિકાસ કે આર્થિક વૃદ્ધિ સરકારની દૂરંદેશી નીતિ પર જ નિર્ભર હોય છે. પાકિસ્તાનના આ હાલ તેની સરકાર ના કારણે જ છે. ભાગલા વખતે ભારત કરતાં પાકિસ્તાનને અનેક ગણું વધુ ભંડોળ અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આજે પાકિસ્તાનની હાલત અતી કથળતી છે. પાકિસ્તાન જેટલું કમાય છે એના કરતાં 109 ટકા વધુ તો તેનું દેવું છે. અને હવે આમાં સહાય કરવા તેના સાથી દેશ ચીને પણ નનેયો ભણી દીધો છે.

ઇસ્લામાબાદએ બેઇજિંગને ચાઇના-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઇસી) હેઠળ સ્થાપિત ચાઇના દ્વારા ભંડોળ પૂરું પાડવાના ઉર્જા પ્રોજેક્ટ્સને ભંડોળ દેવાની મનાઈ કરી છે. ચીને વીજ ખરીદી કરારોને ફરીથી વિચારસરણી કરવાની ઇસ્લામાબાદની વિનંતી પર બજેટ આપવાનો ઇનકાર કરી દીધો છે. ચીને પાકિસ્તાનમાં બંધાયેલા એનર્જી પ્લાન્ટ પર આશરે 19 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ચીને ઉર્જા પ્રાપ્તિ અંગેના કરારને  ફરી પન:ગઠિત કરવાની પાકિસ્તાનની વિનંતીને નકારી હતી અને કહ્યું હતું કે દેવાની રાહત માટે ચીની બેંકોને તેમની શરતો અને શરતોમાં ફેરફાર કરવો પડશે. ચીની બેંકો પાકિસ્તાન સરકાર સાથે અગાઉના કરારની કોઈ પણ શરતમાં ફેરફાર કરવા તૈયાર નથી.

અહેવાલો મુજબ, 30 ડિસેમ્બર, 2020 સુધીમાં પાકિસ્તાન પર કુલ $ 294 અબજનું દેવું હતું, જે તેના કુલ જીડીપીના 109 ટકા છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે 2023 ના અંત સુધીમાં દેવું જીડીપીના આ પ્રમાણ 220 ટકા સુધી વધી શકે છે. અને આ જ વર્ષે એટલે કે 2023માં ઇમરાન ખાન સરકારના પાંચ વર્ષ પૂરા થશે. સત્તા સંભાળતાં પહેલાં ઇમરાન ખાને ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે તેઓ એક નવું પાકિસ્તાન બનાવશે કે જે દુનિયા સમક્ષ ભીખ માંગશે નહીં. પરંતુ ચિત્ર સાવ પલટાતુ જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.