Abtak Media Google News

ટ્રમ્પ ન હારે એ ચીન, કોરીયા, ઈઝરાયલ જેવા રાષ્ટ્રો માટે કેવી રીતે ફાયદારૂપ બની શકે ? વિશ્વના પ્રબુધો વચ્ચે ચર્ચાતો પ્રશ્ન

જગત જમાદાર અમેરિકાનું રાજકારણ અને સામાજીક જીવન અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સમગ્ર વિશ્વ માટે વિચારવાનો વિષય બની રહ્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરિફ બિડેન વચ્ચે આ વખતે કાંટાની ટક્કર જેવી ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં પ્રભાવી રાજદ્વારી અસરો ધરાવતા અમેરિકામાં પ્રમુખપદે કોણ આવશે ? વર્તમાન પ્રમુખનો પરાજય થાય તો અમેરિકાના સંબંધોની જ્યાં સુધી વાત છે તેને લઈને વિશ્ર્વના દેશો પર કેવી અસર પડશે તેની ચર્ચા સમગ્ર વિશ્ર્વના પ્રબુધ રાજદ્વારી વર્તુળોમાં થઈ રહી છે. ટ્રમ્પની હાર કેટલાક વિશ્ર્વના અન્ય દેશોના નેતાઓ માટે પણ પોતાની વ્યક્તિગત હારનો કારણ બની શકે તેવી ચર્ચા ઉભી થઈ છે. વિશ્ર્વની અનેક સરકારો અમેરિકાની આધુનિક યુગની વિકાસ અને રાજદ્વારી ગતિવિધિઓની સાથે વેપાર-નીતિથી સંકળાયેલા છે. ઘણા લોકોને અમેરિકાની ચૂંટણી અને ટ્રમ્પની હારના પરિણામો સૌથી વધુ અસર કરશે. ઉત્તર કોરીયા, ઈઝરાયલ જેવા દેશોને ટ્રમ્પનો પરાજય વધુ નુકશાનકર્તા સાબીત થશે. ચીન જેવા દેશો માટે નફા-નુકશાનનું સરવૈયુ ભલે ટૂંકુ હોય પણ ટ્રમ્પના ચાર વર્ષના શાસન દરમિયાન મોટાભાગે તેમણે પોતાના હરિફો સામે આપતીજનક પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. અમેરિકાના સંબંધો વિશ્ર્વના અનેક દેશો સાથે સુધરી રહ્યાં છે. ટ્રમ્પના વિરોધી બિડને જાહેર કાર્યક્રમમાં ટ્રમ્પની નીતિ-રીતિ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ રાષ્ટ્રપતિ વિશ્વના તમામ ઠગ નેતાઓને ભેટવામાં માહેર છે. તેમણે રાજકીય વિભાજનની નકારાત્મક રાજનીતિ ઉભી કરી છે. ટ્રમ્પની સત્તા હેઠળના અમેરિકાને ઉત્તર કોરીયા જેવા સત્રુઓ સાથેના સંબંધોમાં પણ કંઈ ફેર પડ્યો નથી. સામે સામે ધમકી અને અપમાનથી શરૂ થયેલું આ તનાવ ક્યારેક ક્યારેક પ્રેમના વાતાવરણમાં પરિણમ્ય હતું. કીમ અને ટ્રમ્પ ત્રણ વખત મળ્યા, ૨ ડઝન જેટલા પત્રો લખાયા અને રહસ્યમય રીતે બન્ને વચ્ચે મૈત્રીનો માહોલ ઉભો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની મૂળભૂત નીતિઓથી અલગ રીતે વર્તનાર પ્રમુખ તરીકે વારંવાર ચર્ચામાં રહ્યાં છે. કીમે ૧૦ ઓકટોબરે બેલેસ્ટીક મિસાઈલનું પરિક્ષણ કર્યું જે પરમાણુ હથિયારોનું વહન કરવા માટે સક્ષમ છે. તેના સંદર્ભમાં બિડેને કહ્યું કે, ટ્રમ્પની નીતિને તે આંધળુકીયા અનુકરણ નહીં કરે, અમેરિકાના દુશ્મનોને પૂર્વ શરત વગર મળવામાં તે માનતા નથી. કોરીયા સામેના પ્રતિબંધો ઝડપથી ઉઠાવી લેતા તેને પરોક્ષ રીતે મદદ મળી જાય છે. તેથી અમેરિકાના શત્રુઓ પણ ટ્રમ્પ ન હારે તેવું ઈચ્છી રહ્યાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબીયામાં પોતાના સંબંધોની નવી વ્યાખ્યા આપી હતી. સાઉદીના રાજકુમાર મહમદ બિન સલમાન સાથેના સંબંધોમાં પણ અમેરિકાએ અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબના સંબંધોની ત્વારીખની સામે ચાલીને ૨૦૧૮માં પત્રકાર જમાલ ખાસુકીની હત્યા મુદ્દે સાઉદી અરબ સામે શરૂ કરેલી કાર્યવાહીથી સાઉદી અને અમેરિકાના સંબંધોમાં ખટરાગ ઉભો થયો હતો. ઈરાન અને સાઉદીના નેતાઓએ ટ્રમ્પનું આ પગલું પોત-પોતાની રીતે મુલવ્યું હતું.

ટ્રમ્પ હારે તો તેના નજીકના શત્રુ ગણાતા ચીનને પણ ગેરફાયદો થાય તેવી રીતે મુલવવામાં આવે છે. ટ્રમ્પે સાઉદીને પણ નિરાશ કર્યું હતું. કોઈ રાજકીય સુરક્ષા માટે ટ્રમ્પ વધારે જવાબદાર ગણાય છે. તુર્કીના રાષ્ટ્રપતિ અને એન્ટાલ્ટીક સંગઠનના સાથી હોવા છતાં રશિયાના ૪૦૦ ડિફેન્સ મિસાઈલ ખરીદવાના તૂર્કિના નિર્ણયનો પણ ટ્રમ્પની અસર હેઠળ માનવામાં આવે છે. ટ્રમ્પે ઉત્તર સીરીયાના કુરદીશ, અફઘાનના તાલીબાનો, સીરીયાના આતંકવાદીઓને પરોક્ષ રીતે મદદ કરીને નવી દિશા ઉભી કરી છે. તેની સામે બિડેન તુર્કિના વિરોધ પક્ષોને ટેકો આપવા યુએસને હાકલ કરી હતી. ટ્રમ્પની વિદાયથી એરડોગને સૌથી વધુ ગુમાવવું પડે એમ છે. બેઈઝીંગ પણ ટ્રમ્પને સત્તામાં ચાલુ રાખવા માંગે છે. ટ્રમ્પ એક એવા રાષ્ટ્રપતિ છે જે અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓમાં ચીન પ્રત્યે વધુ આક્રમક રહ્યાં છે. ચીની ચીજો પર ટેક્ષ લગાવીને તેની મર્યાદા નિશ્ર્ચિત કરવા આગળ વધી રહ્યાં છે તેમ છતાં ચીન એવું માને છે કે, ટ્રમ્પ સત્તા પર રહેવા જોઈએ. ટ્રમ્પ એ અમેરિકા માટે બીજા વિશ્વ યુદ્ધ પછીના તમામ કરારોને હચમચાવી દીધા છે. જેને ચીન અમેરિકા વિરોધી ગણે છે. અમેરિકા ફસ્ટની નીતિથી અમેરિકા એકલુ પડી જાય તે ચીન માટે વેપારથી લઈને વૈશ્ર્વિક લીડરશીપ માટેની તક ઉભી કરી શકે છે. બિડેન સત્તા પર આવે તે ચીન માટે ચિંતાનો વિષય છે, બિડેન આંતરરાષ્ટ્રીય સ્તરે મોરચો બનાવવાનો પ્રયાસ કરશે જે ચીન માટે ફાયદો નહીં કરે. ચીનને વોશિંગ્ટન સાથેના ઓછા સંબંધથી ફાયદો થાય એમ છે. શું લોકો ખરેખર ચીન અને અમેરિકાને શિતયુદ્ધ કરતા જોવા માંગે છે. ચીનને ડોનાલ્ડ ટ્રમ્પની નકારાત્મક વલણ ફાયદારૂપ હોવાથી દુશ્મન હોવા છતાં ચીન ટ્રમ્પને ફરીથી સત્તા પર આવે તેવું ઈચ્છે છે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનોરો માટે ટ્રમ્પ એ ખાસ મિત્રની ગરજ સારે છે. ૨૦૧૯માં બોલ્સોનોરોએ સત્તા સંભાળ્યા બાદ બ્રાઝીલને સમર્થન આપ્યું. તેના બદલે ટ્રમ્પે તેના પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા, બ્રાઝીલ ને બિડેન સાથે વાંધો નહીં આવે પરંતુ ટ્રમ્પ વધુ ફાયદાકારક બનશે. ટ્રમ્પે ઈઝરાયલની મૈત્રી પરંપરા પણ વારંવાર તોડી નાખી હતી. ટ્રમ્પના કેટલાક નીતિથી ઈઝરાયલને નુકશાન થયું હતું અને અરબ જગતને ફાયદો થયો હતો. યુરોપીયન રાજ્યના વડાઓ પણ ટ્રમ્પને ફરીથી સત્તા પર આવે તેવું ઈચ્છે છે. હંગેરીના વડાપ્રધાને ટ્રમ્પને ચૂંટણી પહેલા જ ખુલ્લુ સમર્થન આપ્યું હતું. બિડેન અને ટ્રમ્પની સરખામણીમાં ટ્રમ્પને વિરોધીઓ પણ આવકારે છે કેમ કે, તેની નીતિ અને વલણ અમેરિકા માટે આશ્ર્ચર્યજનક હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.