Abtak Media Google News

રોજની જેમ સવારે નાસ્તો કરીને હું મારા સ્ટુડીયોમાં ગયો. હું રાઇટર છું ફિલ્મની સ્ટોરી લખું છું મારી પાસે મારી લકી પેન છે એનાથી જ લખવું મને ફાવે છે બીજી કોઈપણ પેનથી લખવું મને ફાવતું નથી. મારી લકી પેનથી જ મને વિચારો આવે અને હું કંઈક અલગ લખી શકુ.

મને લખવા માટે એક અલગ વિચાર આવ્યો હું મારા ટેબલ પર બેઠો પણ મને મારી પેન દેખાતી નથી. મારી પેન ખોવાઈ ગઈ છે મને ક્યાંય પણ મારી પેન દેખાતી નથી. મેં મારા ટેબલ પર, સોફા પર, બોક્સમાં બધી જગ્યાએ પેન શોધી પણ મને મળી જ નહીં. આજે પહેલી વાર આવું થયું કે મારી પેન મને મળતી નથી. હું હંમેશાં મારી પેન ને મારી બુક પર રાખું છું. બહુ શોધી પણ મળી જ નહીં.

મેં મારી પત્નિને પૂછ્યું કદાચ એણે લીધી હોય પણ તેને ખબર નથી કે મારી પેન ક્યાં છે. મેં તેને શોધવા માટે કહ્યું અને તેણે મને મદદ કરી પણ મારી પેન ક્યાંય દેખાતી નથી. મને મારો વિચાર ભૂલાય જાય એ પહેલાં હું લખી લેવા માંગું છું. આખો સ્ટુડિયો ચેક કર્યો પણ ક્યાંય મને મારી પેન મળી નહીં. મને ગુસ્સો આવવા લાગ્યો હું કંઈ પણ આમ તેમ બોલવા લાગ્યો. મારી પત્નિને પણ મેં ગુસ્સામાં ઘણું સંભળાવી દીધું કે તેજ ક્યાંક મૂકી દીધી હશે અને ભૂલી ગઈ હોઈશ પણ તે કહે છે કે તેણે મારી પેન જોઈ જ નથી.

હું થાકી ને ખુરશી પર બેઠો અને બેસતા જ મને વાગ્યું. જોયું તો મારી પેન હતી. મેં ખુરશી પર પણ એક વાર ચેક કર્યું હતું ત્યારે મને દેખાઈ ન હતી પણ પેન તો ખુરશી પરથી જ મળી. મેં મારી પત્નિને કહ્યું કે ગુસ્સામાં હું તને ઘણું બધું બોલી ગયો મને માફ કરી દે. મારી પત્નિ ઉદાર દિલ ની છે એણે મને કહ્યું કે એમાં શું આવું તો ચાલ્યા કરે. હું ખુશ થયો અને મેં તેને કહ્યું કે આજે બપોરે આપણે બહાર જમવા જઈશું અને મારી પત્નિ પણ ખુશ થઈ ગઈ.

ઘણીવાર આપણે જે વસ્તુ શોધી રહ્યા હોય તે વસ્તુ આપણી સામે હોવા છતાં આપણે તેને શોધી શકતા નથી કેમકે શોધતી વખતે આપણું મગજ સતત વિચારો અને ટેન્શનમાં હોય છે તેથી ઘણીવાર આપણે શું શોધી રહ્યા છીએ એ પણ ભુલાઈ જાય છે તો ક્યારેય આવું થાય તો શોધવાનું બંધ કરી થોડીવાર મગજ શાંત કરી શોધવાનું શરૂ કરીએ તો તે વસ્તુ મળી જ જાય છે.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.