Abtak Media Google News

૧૩ જિલ્લા કલેકટર અને ૧૪ ડીડીઓ સહિત ૪૫ સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

રાજકોટ મહાનગરપાલિકામાં પરેશભાઈ પી.વ્યાસની નિવૃત્તિ બાદ ખાલી પડેલી નાયબ મ્યુનિ.કમિશનરની જગ્યા પર રાજય સરકાર દ્વારા આઈએએસ અ‚ણ મહેશ બાબુની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ટૂંક સમયમાં કોર્પોરેશનના ડીએમસી તરીકે ચાર્જ સંભાળી લેશે. હાલ સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં ડીએમસીની જગ્યાઓ ભરેલી છે. માત્ર ઈસ્ટ ઝોનમાં ડીએમસીની જગ્યા ખાલી પડી છે. જેના પર અ‚ણ મહેશ બાબુને ચાર્જ સોંપવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.

ગુજરાત સરકારે અધિકારીઓની ગંજીપો ચીપ્યો છે. જેમાં ૧૩ જેટલા જિલ્લા કલેકટરો, ૧૪ જેટલા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર (ડીડીઓ) અને આસિસ્ટન્ટ કલેકટરો સહિત ૪૩ જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાત જેટલા અધિકારીઓને બઢતી પણ અપાઈ છે. મંગળવારની મોડી સાંજે ઉચ્ચકક્ષાએી લીલીઝંડી મળતાં તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. અધિકારીઓની આ લીસ્ટમાં ખાસ કરીને ગુજરાતી અધિકારીઓને પ્રાધાન્ય અપાયું છે. જે અધિકારીઓની બદલી કરાઈ છે તેમાં સ્ટેટ સિવિલ સર્વિસ (જઈજ) કેટેગરીના ૨૦, યુપીએસસીમાંી સીધી ભરતી પામેલા ૧૮ અને સિલેકશન ગ્રેડમાંી આઈએએસ યેલા અધિકારીઓને પણ મહત્વના સનો અપાયા છે.

નોંધનીય છે કે, આ એવા અધિકારીઓ છે કે જેઓ તેમના હાલના સને ૩ વર્ષ કરતાં વધુ સમયી સેવારત હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ જો રાજ્ય સરકાર દ્વારા આવા અધિકારીઓની બદલી કરવામાં ન આવે તો ચૂંટણી જાહેર યા પછી ચૂંટણી પંચે પોતે આવા અધિકારીઓની બદલી કરે છે. હવે ગણતરીના સમયમાં સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી પણ નક્કી મનાય છે.

સરકાર દ્વારા ૧૯૮૬ બેચના ગુજરાત કેડરના અધિકારી સંગીતા સિંઘને પણ તેમના હાલના સન મહેસૂલ વિભાગ (અપીલ)ના અગ્ર સચિવ પદેી બદલીને હવે પુરવઠા વિભાગના અગ્ર સચિવ પદે મૂકી દીધા છે. તેઓ સપ્ટેમ્બર-૨૦૧૪ી તેમના હાલના પદે કાર્યરત હતા એટલે તેમની બદલી કરાઈ છે. એવી જ રીતે ૧૯૯૦ બેચના ગુજરાત કેડરના સનદી અધિકારી એમ.કે.દાસ અત્યારે પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે હતા તેમને રાજ્ય સરકારની નજરે અત્યંત મહત્વના કહી શકાય તેવા ઉદ્યોગ, ખાણ વિભાગના અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ પદનો વધારાનો હવાલો સુજીત ગુલાટી જેવા સિનિયર અધિકારી પાસે હતી. તેમને આ વધારાની જવાબદારીમાંી મુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા કલેકટર લોચન શહેરાને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લી.ના એમડી બનાવાયા છે અને તેની સો જ મીલિન્દ તોરવાનેને તેમની વધારાની જવાબદારીમાંી મુક્ત કરાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતાં સી.આર.ખરસાણાને હવે બદલીને તેમને વલસાડ કલેકટર તરીકેની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. પંચમહાલ-ગોધરાના ડિસ્ટ્રિક્ટ ઓફિસર (ડીડીઓ) વી.એ.વાઘેલાને અમદાવાદ જિલ્લાના ડીડીઓ બનાવવામાં આવ્યા છે. અમદાવાદના સુપર ન્યુમરી એડિશનલ કલેકટર કિરણ બી.ઝવેરીને પંચમહાલ-ગોધરાના ડીડીઓ બનાવી દેવાયા છે. અમદાવાદના ડીડીઓ બી.આર.દવેને અધિક રૂરલ ડેવલપમેન્ટ કમિશનર પદે નિયુક્તિ અપાઈ છે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓોરીટી (ગુડા) સીઈઓ એસ.એમ.ખાટાણાને મોરબીના ડીડીઓ પદે મૂકાયા છે. બનાસકાંઠા-પાલનપુરના કલેકટર જેનુ દેવાનને બદલીને ટૂરિઝમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર (એમડી) પદે મૂકવામાં આવ્યા છે.બોટાદના કલેકટર પ્રવીણા ડી.કે.ને ગાંધીનગર ખાતે મ્યનિસિપાલીટીસના ડાટરેકટર તરીકેની જવાબદારી આપવામાં આવી છે. મહિસાગર-લુણાવાડાના કલેકટર કે.બી.ઉપાધ્યાયને હાયર એજ્યુકેશનના ડાયરેકટર પદે મૂકાયા છે.નર્મદા-રાજપીપળાના કલેકટર કે.એમ.ભિમજીયાનીને સ્પીપાના ડેપ્યુટી ડાયરેકટર પદની જવાબદારીઅપાઈ છે.પાટણ કલેકટર કે.કે.નીરાલાને ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેકટર પદે બદલવામાં આવ્યા છે. પોરબંદરના કલેકટર ડી.જી.પટેલને સ્ટેમ્પ ડ્યુટી એન્ડ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન સપરિન્ટેન્ડેન્ટ બનાવાયા કલેકટર બી.સી.પટેલને શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ પદે મૂકવામાં આવ્યા છે. યુવ સેવા અને સાંસ્કૃતિક કમિશનર એમ.વાય.દક્ષિણીને બદલીને ડીડીઓ બનાવી દેવાયા ડીડીઓ વિશાલ ગુપ્તાને નાણા વિભાગ (બજેટ)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. એવી જ રીતે ડાંગ-આહ્વાના ડીડીઓ ડી.એસ.ગઢવીને ગુજરાત સ્ટેટ શિડ્યુઅલ કાસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડી પદે મૂકાયા છે. મોરબીના ડીડીઓ સુનીલ કુમાર ધોળીને ડાયરેકટર ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝ બનાવાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.