Abtak Media Google News

માઈક્રો પેમેન્ટની ટકાવારી વધારવા જરૂરી નિર્ણયોનો અભાવ: નાની વસ્તુઓ માટે થતા વ્યવહારમાં રોકડ ઉપર વધુ ભાર મુકતા લોકો

વિશ્ર્વભરમાં ડિજીટલ ટ્રાન્જેકશન અને ડિજીટલ કોઈનની બોલબાલા શ‚ થઈ છે પરંતુ ત્યાં ૯૫ ટકાથી વધુ નાની રકમ ચલણમાં હોય તેવા ભારત જેવા દેશોમાં ડિજીટલ કોઈન કેવી રીતે શકય બને તે મોટો પ્રશ્ર્ન છે. ભારત જેવા અર્થતંત્રમાં રોજબરોજના વ્યવહારોમાં રોકડનો ઉપયોગ વધારે થાય છે તેમાં પણ સૌથી વધુ ૨ ‚પિયાથી ૨૦ ‚પિયા જેવી વસ્તુઓ માટે ફરજીયાતપણે રોકડનો વ્યવહાર કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ વધે તે માટે સરકારે એપ્લીકેશનો લોન્ચ કરી છે. બીજી તરફ ખાનગી કંપનીઓના વોલેટ પણ ઉપલબ્ધ છે. જોકે આ પેમેન્ટ સર્વિસ તમામ સ્થળોએ વાપરવી સરળ બની રહી નથી.

ડિજીટલ પેમેન્ટ દ્વારા ૨ ‚પિયાથી ૨૦ ‚પિયા જેવી નાની રકમનો પણ વ્યવહાર થઈ શકે છે પરંતુ રોકડની આપ-લે આ એપ્લીકેશનના ઉપયોગ કરતા સરળ બને છે. આ ઉપરાંત જેને નાણા ચુકવવાના છે તેની પાસે પણ ડિજીટલ પેમેન્ટની સુવિધા હોવી જ‚રી છે. આ પરિસ્થિતિમાં ડિજીટલ કોઈન કેવી રીતે શકય બને તે પણ એક વિચારવા જેવો પ્રશ્ર્ન છે. કારણકે સામાન્ય વ્યવહારો કરતા ડિજીટલ કોઈનની કિંમત ખુબ ઉંચી છે. મોટી વસ્તુની ખરીદી ઈલેકટ્રીક આઈટમો, કપડા વગેરે વસ્તુઓ માટે ડિજીટલ પેમેન્ટ અને ઓનલાઈન ખરીદી કરવામાં આવે છે પરંતુ જીવન જ‚રીયાત માટે લેવાતી વસ્તુઓની ચુકવણી હજી પણ રોકડ દ્વારા જ થાય છે. તેમાં ડિજીટલ પેમેન્ટની અમલવારી થોડી આકરી પડે છે. બેંકોના કહેવા પ્રમાણે વોલેટ દ્વારા થતા વ્યવહારોમાં માઈક્રો પેમેન્ટનો હિસ્સો માત્ર ૨ ટકા જ છે. આ માઈક્રો પેમેન્ટનો હિસ્સો ૨ ટકામાંથી વધારવા માટે ડિજીટલ પેમેન્ટને બુસ્ટ આપવું જ‚રી બન્યું છે. તેમજ મોટાભાગના રોકડ વ્યવહારો માઈક્રો પેમેન્ટનો ભાગ હોવાથી આ ક્ષેત્રમાં ડિજીટલાઈઝેશનનો વ્યાપ વધારવો ખુબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.