Abtak Media Google News

અબતક, રાજકોટ

રેવન્યુને લગતા પ્રશ્નો અંગે રાજકોટ બિલ્ડર એસો. અને ક્રેડાઈ ગુજરાતના પ્રતિનિધિઓની મહેસુલ મંત્રી અને મહેસુલ સચિવ સમક્ષ રૂબરૂ રજુઆત કરવાના છે. આ રજુઆતમાં રાજકોટ બિલ્ડર એસો.ના સેક્રેટરી અને ક્રેડાઈ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ સુજીત ઉદાણી પણ જોડાવાના છે.

બિલ્ડરોએ રજુઆત કરવાના છે કે રીયલ એસ્ટેટ ક્ષેત્રે રાજકોટ સીટી અને જીલ્લો વેગવંતી રીતે આગળ વધી રહ્યો છે. જેના લીધે માત્ર લેન્ડ ડેવલોપર્સ ને નહિ પરંતુ રાજય સરકારને પણ એટલો જ ફાયદો મળી રહ્યો છે, તેમજ રાજય સરકાર ની આવકમાં રાજકોટ રોયલ એસ્ટેટ ક્ષેત્ર બહુ જ મોટો ભાગ ભજવે છે. અત્યાર સુધી રાજકોટ જીલ્લાના લેન્ડ ડેવલોપર્સ ને રાજય સરકાર તરફથી તમામ રીતે બહુ જ સારો પ્રતિભાવ મળી રહેલ, તેમજ લેન્ડ ડેવલપમેન્ટ માટે જરુરી મહેસુલી પ્રક્રિયા જેવી કે, બીનખેતીની મંજુરી, ખાતેદાર તરીકે ચાલુ હોય તેવી વ્યકિત દ્વારા ખેતીની જમીન ખરીદવા માટે પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અને બીજી આનુસંગીક તમામ નાની પ્રક્રિયા ઓ સારી રીતે પૂર્ણ થતી, જે બાબતે અમો રાજય સરકારના ખુબ આભારી છીએ.

ખેતીની જમીન ખરીદવા માટે નાયબ કલેકટર દ્વારા માંગવામાં આવતા 66 વર્ષ જુના રેકર્ડ ક્યાં ગોતવા જવા? જો બધું અમારે જ સાચવવાનું હોય તો અમે જ સરકારી દફતર ચાલુ કરી દઈએ : વહીવટી તંત્રની જુનવાણી સિસ્ટમ સામે બિલ્ડરો રોષે ભરાયા

પરંતુ થોડા સમયથી મહેસુલી પ્રક્રિયા બાબતે અમો ના જીલ્લાના લેન્ડ  ડેવલોપર્સ, શરુઆત થી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેવો પડી રહ્યો છે. એટલે કે કોઇપણ લેન્ડ ડેવલોપર્સ ખેતીની જમીન ખરીદ કરવા માંગે તો તેઓને ખાતેદાર તરીકે પ્રમાણપત્ર મેળવવું પડે છે, જે પ્રક્રિયા માં મહેસુલી કર્મચારીઓ મુળ કાયદો અને કાયદાના મુળભુત સિધ્ધાંતો અને મુળ પરીપત્રની અવગણના કરી જોગવાઈઓ વિરૂધ્ધ જઈ ને અરજદારોને ખોટી રીતે હેરાન કરી 1955 થી અત્યાર સુધીની ડિટેઈલ્સ માંગે છે, જે અમુક કિસ્સાઓમાં મળવી મુશ્કેલ હોય છે, દા.ત. મોરબી હોનારત સમયે ત્યારનું બધુજ સાહિત્ય ડુબી ગયેલ હોય, હાલ તંત્ર પાસે પણ ઉપલબ્ધ નથી, તો અરજદાર તે સાહિત્ય કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકે ? અને આવા કારણોસર ખેતીની જમીન ખરીદ વેચાણની પ્રક્રિયામાં વિલંબ થાય છે, અને ઘણી વખત સોદા અટકી પડી છે, અને લીટીગેશનનું પ્રમાણ વધે છે, જે કારણોસર આ પ્રક્રિયામાં એ ઘટતુ કરવા અને આ પ્રક્રિયા સરળ બનાવવા રજૂઆત છે.

તેમજ બીનખેતીની પ્રક્રિયામાં પણ છેલ્લા માલીકની ખાતેદારની ખરાઈ કરવાના બદલે અધીકારીઓ અગાઉના માલીકની ખાતેદારની ખરાઈ કરવાનો આગ્રહ રાખતા હોય છે અને આવા મામુલી કરાણોસર નિર્ણય પેન્ડીંગ રાખતા હોય છે, જેના કારણે ગુજરાત આખામાં રાજકોટ જીલ્લામાં જ બીનખેતીની પ્રક્રિયામાં ખુબ લાંબો સમય વીતી જાય છે, જેના કારણે રાજકોટ જીલ્લાના ડેવલપમેન્ટની તમામ પ્રક્રિયામાં વિલંબ પડે છે તે બાબત આપણા સર્વે માટે ચિંતાજનક હોય ઘટતુ કરવા રજૂઆત છે.

 

બિલ્ડરોની રેવન્યુ પ્રશ્ર્ને મુખ્ય ત્રણ માંગણીઓ

ખાતેદાર ખરાઈની પ્રક્રિયામાં બીન જરૂરી કવેરીઓ ન કાઢી યોગ્યતા ધરાવતા અને વર્ષોથી જેના નામે 7/12 ચાલી આવે છે, તેઓને પ્રમાણપત્ર સરળતાથી કાઢી આપવા અધિકારીઓને સુચના આપવી.

  1. બીનખેતીની પ્રક્રિયા એક મીલ્કતનો માત્ર આકાર ફેરવવાની પ્રક્રિયા હોય, તેમાં બીનજરૂરી કવેરીઓ જેવી કે, (1) હાલના અરજદાર થી અગાઉના ઉતરોતરના માલીકો ખાતેદાર ખેડુત છે કે કેમ? તે બાબતની ખરાઈ કરવી (2) બીનજરૂરી ખાતાઓના અભિપ્રાય મંગાવવા (3) હકકપત્રકની અતી જુની એટલે કે 1960ની આજુબાજુની સાલની નોંધો બાબતે અભિપ્રય માંગવો (4) રેકર્ડની ખામીને લીધે હાલના માલીક સામે માલીકી હકક બાબતે પ્રશ્નો કરી તેની મંજુરી અટકાવવા જેવી ગેરબંધારણીય બાબતોની ક્વેરી અટકાવવી મંજુરીની પ્રક્રિયા ઝડપી બનાવવી.
  2. રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં અશાંતધારો પણ લાગું કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના અમુક વિસ્તારો જે ને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તે વિસ્તારોમાં મીલ્કતની તબદીલી પહેલા સક્ષમ અધિકારી પાસેથી પુર્વ પરવાનગી મેળવી મીલ્કતની તબદીલીના તમામ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવામાં આવે છે. જે પ્રક્રિયા અન્ય શહેરો કરતા રાજકોટ શહેરમાં ખુબ જ ધીમી ગતી એ ચાલે છે, સમાન ધર્મના લોકો વચ્ચે મીલ્કતની તબદીલની મંજુરીમાં પણ જરૂરીયાત કરતા વધુ સમય લેવામાં આવે છે, મેરીટસ મુજબ ઓકે હોય તેવી ફાઈલોમાં પણ ત્રણ માસથી વધુ સમય બાદ હુકમો કરવામાં આવે છે. અને હુકમોની નકલો એથી પણ વધારે સમય બાદ અરજદારને આપવામાં આવે છે, એકદમ ગેરવ્યાજબી છે. આ બાબતે પણ પ્રક્રિયા સરળ અને સમયસર કરવા અધિકારીઓને સુચના આપવી.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.