Abtak Media Google News

સીબીએસઈની ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈને આજે મોટો નિર્ણય આવી શકે તેમ હતો. પરીક્ષા અંગેની મૂંઝવણ વચ્ચે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. સવારે 11.30 વાગ્યે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આ વર્ચુઅલ મીટીંગમાં દરેક પાસાને ધ્યાનમાં લીધા પછી નક્કી કરવામાં આવશે કે જો કે હવે,ધોરણ 12 બોર્ડની પરિક્ષાની તારીખ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. પરીક્ષા કઈ રીતે લેવી તેના પર પણ ચર્ચા વિચારણા કરીને તેનો પણ આગામી બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

જો કે ગુજરાત બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા અંગેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે આજે હવે સીબીએસઇ બોર્ડ પણ પરીક્ષાની તારીખો જાહેર કરે તે નક્કી જ છે જ્યારે બીજું બાજુ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો પણ મીટ માંડીને બેઠા છે કે આ પરીક્ષા ક્યારે લેવાશે?

1 જૂનએ સીબીએસઇ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે કેન્દ્ર તેના અંતિમ નિર્ણયની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. 23 મેના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી, રાજ્ય સરકારોએ 25 મે સુધીમાં 12 મા ધોરણની પરીક્ષા લેવાના પ્રસ્તાવ પર તેમના વિગતવાર સૂચનો રજૂ કર્યા હતા. શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ ‘નિશાંક’ એ જણાવ્યું હતું કે ‘કેન્દ્ર ટૂંક સમયમાં નિર્ણય લેશે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જલ્દીથી તેની જાહેરાત કરશે.’

આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ સચિવો, પરીક્ષાઓ લેનારા બોર્ડના અધ્યક્ષોની હાજરી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.