Abtak Media Google News

પુ. ધીરગુરુદેવની 41મી દીક્ષા જયંતિ અભિવંદના કાર્યક્રમ યોજાયો

અબતક,રાજકોટ

વૈશાલીનગર સ્થા. જૈન સંઘ, જશ-પ્રેમ-ધીર સંકુલ ખાતે લાભકુંવરબેન મથુરાદાસ કામદાર-સુવિધિનાથ ઉપાશ્રયે પૂજયપાદ પ્રેમ ગુરૂદેવ અને પૂ. ધીરગૂરૂદેવની 41મી દીક્ષા જયંતિની ગરીમાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.

સુચિત્રા મહેતાના અભિવંદના ગીત બાદ હરેશભાઈ વોરા, પ્રવીણભાઈ કોઠારી, સી.એમ. શેઠ, ડોલરભાઈ કોઠારી અને બાલ શ્રાવક શ્રેયાંસ તારક વોરાએ અભિવંદના કરી હતી.

જયારે પ્રવર્તિની પૂ. વનિતાબાઈ મ.સ. સૌરાષ્ટ્રના સિંહણ પૂ.ઈન્દુબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. સોનલજી મ.સ.એ સંયમમાર્ગની અનુમોદના કરતા સંયમ સુવર્ણ જયંતિ નાલંદાતીર્થમા ઉજવાય તેવી ભાવના ભાવી હતી. આ પ્રસંગે પૂ. વનિતાબાઈ મ.સ. આદિ, પૂ. ગુણીજી મ.સ., પૂ. સરોજજી મ.સ., આદિ, પૂ. પદ્માજી મ.સ., પૂ. સોનલજી મ.સ., પૂ. વિમલાજી મ.સ., પૂ. વીણાજી મ.સ.,પૂ. પ્રવીણાજી મ.સ. આદિ, પૂ.સૂર્ય વિજય મ.સ., પરિવારના પૂ. પૂનિતાજી મ.સ., આદિ તેમજ સમસ્ત રાજકોટના સંઘ પ્રતિનિધિઓ અને મુંબઈના યોગેનભાઈ લાઠીયા, ભરતભાઈ મનુભાઈ શાહ (રૂબી મિલવાળા), કલકતાના પરેશભાઈ દફતરી વગેરે ઉપસ્થિત રહેલ. પૂ.ગૂરૂદેવે ધર્મસભાને જણાવેલ કે આત્મા એક છે. સ્વતંત્ર છે.  જ્ઞાન અને દર્શન અર્થાત્ શ્રધ્ધાથી આત્મજ્ઞાન પ્રગટ થઈ શકે છે માત્રને માત્ર સમ્યક, પુરૂષાર્થ કરવો જરૂરી છે.

પૂ.વનિતાબાઈ મ.સ.એ નિર્ગ્રંથગુરૂની મહત્તા સમજાવી હતી. જયારે પૂ. સોનલજી મ.સ.એ ઉપલેટાના દીક્ષા મહોત્સવના સંભારણા અને પૂ.ઈન્દુબાઈ મ.સ. વગેરેના યોગદાનની સ્મૃતિ કરાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયશ્રીબેન શાહે કરેલ.

દીક્ષા જયંતિ અનુમોદનાનો લાભ ડો. મનુભાઈ શાહ, વિજયાબેન હરકીશનદાસ બાટવીયા પરિવાર, જગદીશ રેણુ મહેતા વગેરેએ લીધી હતી.

ભર યુવાનીમાં પિતા સાથે દિક્ષા ગ્રહણ કરનાર પૂ. ધીરગુરુદેવ

સૌરાષ્ટ્રના ખોબા જેવડા જશાપર ગામમાં રત્નકુક્ષિણી માતુશ્રી શાંતાબેન તથા ધમે પરાયણ પિતા પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર પરીવારના ખોરડે એક બાળકનું અવતરણ થયું.મણિયાર પરિવારના ચાર સંતાનો મનહરભાઈ, નવીનભાઈ, જશવંત ભાઈ અને સૌથી નાના સૌના વ્હાલા ધીરજભાઈ.પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સવેત્ર આનંદ – હષે છવાઈ ગયો. સમગ્ર માહોલ ધમેમય બની ગયો.મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્યશાળી પરીવાર.

ધોમ – ધોમ સાહેબી વચ્ચે તેઓનો ઉછેર થતો હતો,પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર 24 વષેની ભર યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્યાગ માગે અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો.મણિયાર પરીવારના મોભી 500 વીઘા જમીનના માલિક અને સતત 50 વષે સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્ઠાપૂવેક સેવા પ્રદાન કરનાર એવા *પિતા પોપટભાઈએ જોમ – જુસ્સાસભર અને ખુમારી સાથે જણાવ્યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા તૈયાર છું.

ઉપલેટાની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર તા.15/2/1982 સોમવારના શુભ દિવસે 80 વષેના પોપટભાઈ અને 24 વષેના ધીરજકુમાર એટલે ” પિતા – પુત્ર ” બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂણે અને જાજરમાન દીક્ષા મહોત્સવ ઉપલેટામાં ઊજવાયેલ.દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સા. ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનુ વડુ મથક ગોંડલ મુકામે ઉજવાયેલ. દીક્ષા સમયે વડીલ શ્રાવકોના શબ્દો હતાં કે આ આત્માઓ ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનને ગૌરવાન્તિત કરશે..એ વાક્યો આજે સાચા પડી રહ્યાં છે. પૂ.ધીર ગુરુદેવમાં વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સૌ માટે પ્રેરણા સ્તોત્ર છે,જે કાયે હાથમાં લે છે તે અવશ્ય પૂણે કરે છે.

પૂ.સાધુ – સાધ્વીજીઓને સંયમ જીવનમાં સહાયક બનાય અને તેઓને શાતા ઉપજે તે લક્ષે નાના – મોટા અનેક ક્ષેત્રોમાં પાટ – પાટલા ઉપલબ્ધ કરાવ્યા. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.જબરદસ્ત અને નોંધનીય કાયેની પ્રેરણા કરી રહ્યાં છે,હાઈ – વે ઉપર ધમે સ્થાનક, ઉપાશ્રય, આયંબિલ ભવનો હોય તો ચતુર્વિધ સંઘને શાતા રહે તેવા શુભ આશ્યથી અત્યાર સુધીમાં લગભગ દોઢસો ઉપરાંત ધમે સંકુલોના નિમોણ અને નૂતનીકરણમાં તેઓએ દાતાઓને પ્રેરણા કરી છે. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે.અનેક આત્માઓને દીક્ષાના દાન શાસનને જીવંત રાખવામાં પૂ.ગુરુદેવ અજોડ કાયે કરે છે.કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્મા સંયમ ધમેને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂવે શાસન પ્રભાવના કરે છે.

ગુરુદેવના પ0માં દિક્ષા જયંતિના ઉજવણી રાજાણીનગરી, નાલંદા તીર્થધામમાં થાય તેવી સંઘોની મહેચ્છા: જયશ્રીબેન શાહ

‘અબતક’ સાથેની વાતચીતમાં જયશ્રીબેન શાહએ જણાવ્યું હતું કે પૂ. ધીરજગુરુ દેવ મહારાજ સાહેબની ચાલીસમી દિક્ષા જયંતિ એટલે કે દિક્ષાને 40 વર્ષ પૂર્ણ થયા અને દિક્ષાને 41માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ. વૈશાલીનગર સંઘના ખુબ જ સદભાગ્ય છે. કે દિક્ષા જયંતિ ઉજવવાનો અવસર અમને મળ્યો.

અમે સાથે મળી અવસરને માણ્યો પૂ. ગુરુદેવના માનવ સેવા રાહતના કાર્યો જેવા કે સૈયાદાન મહાદાન, મેડીકલ સેન્ટર કે જેમાં જૈન-જૈનેતરો સમાજના દરેક વર્ગને નિ:શુલ્ક સારવાર મળી શકે તેવું આધુનિક સેન્ટર તૈયાર કરેલ છે. આ જગ્યા પર ઉપાશ્રય, આયંબિલ ભવન, વર્યાવ્ય કેન્દ્ર અને મેડીકલ સેન્ટર જે રાજકોટમાં પ્રથમ નજરાણું છે જે ગુરુદેવના વિઝનને આભારી છે.

ગુરુદેવ માનવ સેવાના કાર્યોને વધુ મહત્વતા આપે છે દરેક જીવ પોતાની પાસેથી સુખ લઇને જાય તેવી તેઓની ભાવના રહેલી છે. અને અમે પણ તેમની પાસેથી એ જ ગુણો શિખીએ છીએ. નિસ્વાર્થ કામ કરો અને તમારી જાતને આબાદ કરો.

પૂ. ગુરુદેવના પ0માં દિક્ષા જયંતિના વર્ષની ઉજવણી રાજાણી નગરીમાં થાય અને નાલંદા તીર્થધામમાં થાય તેવી દરેક સંઘોની મહેચ્છા છે જે પરમાત્મા પૂર્ણ કરે તેવી આશા રાખીએ છીએ.

આત્મ શુઘ્ધ છે પણ તેને ઓળખવા માટે શુધ્ધતા જોઇએ: પૂ. ધીરજમુનિ મ.સા.

આત્મ જાગૃતિ શ્ર્લોક એગો મે સાસઓ અપ્યા નાણ દંસણ સંજુઓ ! સેસા મે બાહિરા ભાવા સાવે સંજોગ લકખણા અત્મ શુઘ્ધ છે પણ તેણે ઓળખવા માટે શુઘ્ધતા જોઇએ.

રોજ સામયિક કરશો તો જ્ઞાનનું સિંચન મેળવાની પાત્રતા જશે. અને મન શાંત તથા સ્થિર થશે.

બધાનું આત્મ દ્રવ્ય અલગ અલગ છે કોઇ કોઇનું બગાડી શકે તેવા દેવ લોકમાં પણ કોઇની તાકાત જ નથી.  પહેલા શ્રઘ્ધા જોશે, જ્ઞાન પછી જે શ્રઘ્ધા એ જીવનની અંદર રહેલી છે.

ગુરુજીના કહ્યા મુજબ, ભાવાત્મક પ્રવૃતિઓ હશે, ત્યાં ગમે તેવા નાના નાના પ્રસંગોમાં આવશે.

અને ત્યાં માંગલિક પણ સંભળાવશે અને સંથારો પણ કરશે. શ્રઘ્ધા એવી રાખજો કે, 60 વર્ષના દિક્ષાર્થી હોય કે 6 દિવસના તે પણ શાસનનું અંગ છે. રાજકોટ તો એક તીર્થ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.