Abtak Media Google News
  • ભારતમાં થતી 1500 જેટલી જાતો પૈકી એક હજાર કેરીની જાતો વ્યવાસાયિક રીતે સામેલ છે: દર વર્ષે આપણો દેશ 20 કરોડ ટન કેરીનું ઉત્પાદન કરે છે: વિશ્ર્વમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે: વિશ્ર્વના 40થી વધુ દેશોમાં કેરીની નિકાશ આપણો દેશ કરે છે
  • ભારતમાં તામિલનાડું, બિહાર, બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં કેરીનો પાક થાય છે: સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, જામનગર અને મોરબી જિલ્લામાં પણ કેરી થાય છે
  • મહારાષ્ટ્રની અલફાન્ઝો અને પાયરી જેવી કેરી વેપારીની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે: કાઠિયાવાડના લોકોની પસંદ કેસર અને હાફૂસ છે: કેરીને ફળોનો રાજા કહેવાય છે: ભારતનું રાષ્ટ્રીય ફળ ‘કેરી’ છે

ઉનાળાની ગરમીની સિઝનમાં કેરીનો રસને પુરીનું જમણ કાઠિયાવાડનું પ્રિય છે. કેરી લગભગ ભારતના બધા રાજ્યોમાં થાય છે. કાચુ ફળ ખાટુંને પાકી જાય પછી મધમધતી સુગંધ સાથે મીઠીને ટેસ્ટી બની જાય છે.

Untitled 917

આ ફળને ચૂસીને, કાપીને કે તેનો રસ કાઢીને ખાય શકાય છે. આંબાનો સૌથી વધુ પાક યુ.પી.માં થાય છે, લગભગ સવા લાખ એકરમાં તેનું વાવેતર જોવા મળે છે. બિહાર, બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેનો પાક વધુ થાય છે.

સૌરાષ્ટ્ર કે આપણાં કાઠિયાવાડમાં જૂનાગઢની કેસર કેરીની બોલબાલા છે પણ ભાવનગર, મોરબી, જામનગર, ભાવનગર જેવા જીલ્લામાં પણ તેનો પાક થાય છે. આપણે તો જૂનાગઢની કેરીની પ્રથમ પસંદગી હોય છે. મહારાષ્ટ્રની અલફાન્ઝો અને પાયરી જેવી કેરી વેપારીની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે. કેરી આપણાં દેશનું રાષ્ટ્રીય ફળ છે. વૈજ્ઞાનિક વર્ગીકરણમાં તે સપુષ્પ વનસ્પતિની વ્યાખ્યામાં આવે છે.

આપણાં દેશમાં મુખ્યત્વે કેસર, હાફૂસ, લંગડો, રાજાપુરી, તોતાપુરી, દશેરી, પાયરી, નિલફાન્ઝો, રત્ના, બદામ, દાડમીયો અને વસી બદામી જેવી કેરીની વિવિધ જાતો થાય છે. આયુર્વેદ અનુસાર કેરીના રસમાં જો મીઠું અને સૂંઢ પાવડર ઉમેરીને ખવાય તો તે પાચ્ય બની જાય છે. વધુ પડતી કેરી ખાવાથી તેની ગરમી મોઢા ઉપર ફૂટે છે. કેરીને ચૂંસીને ખાવાથી તે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તે બળવર્ધક પણ છે.

Mango 0

તેના ગોટલામાંથી ગોટલી કાઢીને તેની ચીરીઓ કે નાના કટકા કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડીને મુખવાસ તરીકે પણ કાઠિયાવાડી લોકો ખાય છે. આ ગોટલી તૂરી હોય પણ ઉલ્ટી કે ડાયેરીઆ મટાડે છે. ઘણા તેમાં આંબળાનો ભૂકો અને કાંટાળા માપુનો ભુક્કો સાથે લવિંગનો ભૂક્કો નાખી દંત મંજન પણ બનાવે છે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ કેરીમાં કેલરી અને કાર્બોહાઇટ્રેડનું પ્રમાણ વધુ હોવાથી તે તમારા વજનમાં વધારો કરી શકે છે, જો વજન વધારવું જ હોય તો પાકી કેરીનું સેવન કરવું. તેમાં લોહતત્વ (આયર્ન)નું પ્રમાણ વધુ હોવાથી એનેમિક વ્યક્તિએ જરૂરથી કેરી ખાવી. કેરીમાં વિટામીન-ઇનું પ્રમાણ વધારે હોવાથી હોર્મન સીસ્ટમને સીધી અસર કરે છે. સૌથી અગત્યની વાત બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કબજિયાત, ડાયેરીયા, આંખોની મુશ્કેલી, વાળ ખરવા, હૃદ્યરોગનો હુમલો, લીવરની સમસ્યા, મોર્નિંગ સિકનેશ, પાઇલ્સ, અળાઇ વિગેરેમાં તે રાહત આપે છે.

આપણો દેશ દુનિયાના કુલ ઉત્પાદનના 40 ટકાથી વધુ ઉત્પાદન કરે છે. આપણાં પછી ચિન અને પાકિસ્તાનનો ઉત્પાદનમાં નંબર આવે છે. દુનિયાના ટોપ-10 કેરી ઉત્પાદક કરતા દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન, મેક્સિકો, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, ફિલિપાઇન્સ, નાઇજેરીયા અને વિયેટનામ જેવા દેશો છે.

Hh 19

પ્રાચિનકાળમાં જૂનાગઢમાં 100 જાતની કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, તેમાં આંબો નામની એક કેરીની જાત હતી. બાદમાં માંગરોળમાં નવી જાતની પાતળી રેશા વિનાની કેરીની જાત વિકસાવી હતી. આ કેરીની જાત વિકસાવી હતી. આ કેરી એટલી બધી મીઠી હોવાથી તેનું નામ ‘આંબડી’ કેરી રાખ્યું હતું. આજે કચ્છની કેરી પણ બહુ જ મીઠી આવે છે.

સમય જતાં ગીરનારની આબોહવામાં બદલાવ આવતા કેરીની લીલાશમાં વધારો થયો અને કેરીનો અંદરનો ભાગ કેસરી થવા લાગ્યો અને તેનું નામ ‘કેસર’ પડી ગયું. 1932માં અહીં કેસર કેરી અંગેનો વિચાર ગોષ્ઠિનો કાર્યક્રમ પણ યોજાયો હતો. 1955માં મુંબઇ ખાતે કેરીના પ્રદર્શનમાં જૂનાગઢની કેસર કેરીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આજે પણ કેસર કેરીનો સ્વાદ વિશ્ર્વભરમાં વખણાય છે.

આપણાં દેશમાં છ હજારથી વધુ વર્ષોથી આંબાનું વાવેતર થાય છે. દર વર્ષે 1500થી વધુ કેરીઓની જાત ભારતમાં ઉત્પન થાય છે. એક આંબો વાવ્યા બાદ પાંચ વર્ષ પછી ફળ આપતો હોય છે. સામાન્ય રીતે 50 વર્ષ સુધી આંબો ફળ આપે છે પણ હાફૂસ 200 વર્ષ સુધી ફળ આપતો રહે છે.

Content Image A69Ccc1D 5D67 4B5F 816C Fbb6899E9Aa8

કેરી ભારત સાથે પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફળ છે. વિશ્ર્વમાં ત્રીજા નંબરનો ફળાઉ પાક કેરી છે અને સમગ્ર વિશ્ર્વને કેરીની ભેટ આપણા દેશ ભારતે જ આપી છે. મોઘલ બાદશાહ તો કેરીને ઘોળી-ઘોળી ખાતા હતા. વિશ્ર્વમાં કેરીઓને વિવિધ વેપારમાં સામેલ કરવાનો શ્રેય પોર્ટુગીઝને જાય છે. હિન્દુ ધર્મના દરેક ગ્રંથોમાં કેરીનો ઉલ્લેખ કર્યો છે. વરાહ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ સાથે બુધ્ધને જ્ઞાન આંબા નીચે જ થયેલ હતું. જૈન દેવી અંબિકાનું આસન પણ આંબા નીચે જ હતું. શુભ પ્રસંગોએ આંબાના તોરણ બંધાતા હતા.

ભારતમાં થતી 15000 જેટલી જાતો પૈકી એક હજાર જાતો વ્યવસાયિક રીતે સામેલ છે. બધી કેરીઓ નામ અને સ્વાદ જુદા છે. ભારતમાં દર વર્ષે 20 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. દેશ અને વિદેશોમાં તેની જોરદાર માંગ રહે છે. ભારત વિશ્ર્વનાં 40 થી વધુ દેશોમાં કેરીની નિકાસ કરે છે. લંગડો કેરી લગભગ 300 વર્ષ જૂની છે. ગ્રીષ્મ ઋતુઓમાં અનેક રોગોને દૂર કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખનાર ફળ કેરી એક જ છે. કેરીનું લેટીન નામ મેન્જીફેશ ઇન્ડીકા છે. કેરી ફળોના રાજા સાથે તેનો રસાળરસ, કલ્પવૃક્ષ, મધુદૂત અને કોયલનું પ્રિયવૃત્તિ છે.

377795 Kesar Mango

અમૃત ફળ સમી કેરી હોય તો તેની લિજ્જત જલ્વો પાડી દે છે. કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકળી, મળભેદક, અગ્નિદીપક, પિત્તનાશક અને કફકારક છે. કેરી વિર્યવર્ધક, બાળવર્ધક, સુખકારક અને શરીરનો રંગ બદલનાર ફળ છે. કેરીના અલગ-અલગ નામો કેવી રીતે પડ્યા તેનો પણ એક ઇતિહાસ છે, જેમ કે બનારસના શિવમંદિરમાં લંગડા પૂજારીએ આંબો વાવ્યોને તેમા જે કેરી આવી તેને લોકોએ લંગડા કેરી નામ આપી દીધુ હતું. એક કેરી ખૂબ જ વજનદાર હોવાથી તેનું નામ ‘હાથીજુલ’ કેરી પાડ્યું હતું. તાલાળાગીરની કેસર કેરીની વિશેષતાને કારણે તે બીજી કેરીથી અલગ પડે છે. કેરી પૃથ્વી પરનું સૌથી પ્રિય અને અમૃત ફળ છે. કેસર હોય કે હાફૂસ ગુજરાતી પરિવારનો કેરી વગર ઉનાળો અધૂરો ગણાય છે.

ભારતમાં છ હજાર વર્ષોથી આંબાનું વાવેતર

કેરીની 1500થી વધુ જાતો છે અને તેનું વાવેતર છ હજાર વર્ષ પહેલા શરૂ થયું હતું. પ્રાચિનકાળમાં એકલા જૂનાગઢ જિલ્લામાં 100થી વધુ જાતની કેરીનું ઉત્પાદન થતું હતું. કેરીને વેપારમાં સામેલ કરવાનો શ્રેય પોર્ટુગીઝ લોકો ફાળે જાય છે. કેરી ભારત ઉપરાંત પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફળ છે.

492 492 12534911 Thumbnail 2X1 Mango Copy

હિન્દુધર્મના દરેક ગ્રંથમાં કેરીનો ઉલ્લેખ જોવા મળે છે. ભારત વિશ્ર્વનાં 40 થી વધુ દેશોમાં કેરીની નિકાશ કરે છે. એક આંબો 50 વર્ષ સુધી ફળ આપે તો હાફૂસ 200 વર્ષ સુધી ફળ આપે છે.

દુનિયાના કુલ ઉત્પાદનના 40 ટકાથી વધુ કેરી ઉત્પાદન ભારત કરે છે. આપણે તેમાં ટોચના સ્થાને છીએ. આપણા પછી પાકિસ્તાન અને ચીનનો નંબર આવે છે. કેરી આરોગ્ય રીતે ઘણી બધી ગુણકારક છે પણ તે ખાવાથી વજન વધી શકે છે. જૂનાગઢમાં કેસર કેરીના પ્રદર્શનમાં જૂનાગઢની કેસર કેરીનો ‘ગોલ્ડ મેડલ’ પણ મળ્યો હતો.

એક કેરીની જાત બહુ જ વજનદાર હોવાથી તેનું નામ ‘હાથીજુલ’ પાડવામાં આવ્યું હતું. તાલાળા ગીરની કેરી તેની વિશેષતાને કારણે બીજી કેરીથી અલગ પડે છે. કેરી વિશ્ર્વનો ત્રીજા નંબરનો ફળાઉ પાક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.