Abtak Media Google News

અબતક, અમદાવાદકોરોનાની બીજી લહેરમાં પ્રાણવાયુ માટે પડાપડી, રેમડેસિવીર માટે રામાયણ, તેમજ હોસ્પિટલમાં સારવાર માટે લાંબી કતારો જેવી સ્વાસ્થ્ય કટોકટી સર્જાઈ હતી. પરંતુ હવે કોરોનાની ત્રીજી કે આવનારી ગમે તે લહેર સમએ આવી પરિસ્થિતિ ફરી કદાપિ ઉભી ન થાય તે માટે સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકારે ૫૦૦ જેટલા ઓક્સિજન પ્લાન્ટનું સુરક્ષાકવચ સ્થાપિત કરવા કવાયત હાથ ધરી છે. સરકારે જણાવ્યું છે કે આગામી ટૂંક સમયમાં ઓછામાં ઓછા ૫૦૦ પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (ઙજઅ) ઓક્સિજન પ્લાન્ત તૈયાર થઈ જશે.

પ્રાણવાયુની કટોકટી હવે નહીં ઉભી થાય. રાજ્યમાં હાલની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. ઓક્સિજન પ્લાન્ટની કુલ સંખ્યા ૫૫૩ થશે. રાજ્યના આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ઓછામાં ઓછા ૩૦૦ પ્લાન્ટ પહેલેથી જ ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે અને બાકીના પ્લાન્ટ્સ માટે કામ ચાલુ છે. આગામી દોઢેક મહિનામાં, બાકીના પ્લાન્ટ પણ સ્થપાઈ જશે. અગાઉ, રાજ્યમાં પાસે ૩૫૦ નવા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની યોજના હતી, જે હવે ૫૦૦ સુધી વધારી દેવામાં આવી છે.

આ અંગે આરોગ્ય સચિવે વધુમાં જણાવતા કહ્યું કે, નવા પ્લાન્ટ્સની સ્થાપના સાથે રાજ્યમાં કુલ ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ૧,૮૦૦ખઝ સુધી પહોંચી જશે. જ્યારે નવા ઙજઅ પ્લાન્ટમાં ૪૦૦ખઝ ક્ષમતા હશે, હાલ લિક્વિડ ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા પણ વધારાની ૪૦૦ખઝ ક્ષમતા સાથે વધારવામાં આવશે. બીજી તરંગ દરમિયાન સમયસર અને પર્યાપ્ત ઓક્સિજન પુરવઠો સુનિશ્ચિત કરવો એ એક મુખ્ય પડકાર હતો.  કોરોના બાહ્ય નહીં પણ આંતરિક રિતે જ શરીરને વધુ અસર કરે છે એ પણ સ્પષ્ટ છે. ફેફસાને બ્લોક કરી દેતાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા અટવાતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો લોહીનું પરિભ્રમણ પણ ઓક્ષિજન વિના અટકે છે. આમ સેક્ધડ માટે પણ જો પ્રાણવાયુ નહિવત થાય તો સજીવ નિર્જીવ બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.