Abtak Media Google News

ગર્ભાવસ્થાના ૩૩ અઠવાડિયા સુધી ગર્ભપાત કરી શકાય : બોમ્બે હાઇકોર્ટ

બોમ્બે હાઇકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેની અસર દેશભરમાં જોવા મળશે. અદાલતે ચુકાદો આપ્યો છે કે, બાળક રાખવું કે ન રાખવું તે એકમાત્ર માતાની ઈચ્છા પર આધારીત હોય છે. માતા તેના ગર્ભાવસ્થાના ૩૩ અઠવાડિયા સુધીમાં ગર્ભપાત કરાવી શકે છે તેવું અવલોકન અદાલતે કર્યું છે.

બોમ્બે હાઈકોર્ટમાં એક મહિલાએ તેની ૩૨ સપ્તાહની પ્રેગ્નન્સીના ગર્ભપાતની માંગણી કરી હતી. મહિલાને સોનોગ્રાફી બાદ ગર્ભમાં રહેલા બાળકમાં ઘણી સમસ્યાઓ જોવા મળી હતી, ત્યારબાદ તેણે અરજી દાખલ કરી હતી.

બોમ્બે હાઈકોર્ટે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે તે મહિલાનો અધિકાર છે કે તે પોતાની પ્રેગ્નન્સી ચાલુ રાખે કે કેમ. આ નિર્ણય મેડિકલ બોર્ડ લઈ શકે નહીં. હાઈકોર્ટે કહ્યું કે, અરજદાર ગર્ભાવસ્થાના ૩૩ અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે. જો ગર્ભસ્થ બાળક ગંભીર સમસ્યાઓથી પીડાતું હોય જેમ કે નાનું માથું, મગજની સમસ્યાઓ તો મહિલા  જાતે નિર્ણય લઈ શકે છે.

જસ્ટિસ ગૌતમ પટેલ અને એસજી ડિગેની ખંડપીઠે જણાવ્યું હતું કે, કાયદાના દાયરામાં આવ્યા બાદ અરજદારના અધિકારોને રદ કરવાનો કોર્ટનો અધિકાર નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં મેડિકલ બોર્ડના વિચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. મેડિકલ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રેગ્નન્સીમાં ગંભીર અસાધારણતા હોય તો પણ મહિલા ગર્ભપાત કરાવી શકતી નથી.

બોર્ડે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, આવા સમયે પ્રેગ્નન્સી છેલ્લા સ્ટેજ પર છે, ત્યારબાદ કોર્ટે ૨૦ જાન્યુઆરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. માતા અને સ્ત્રી તરીકે તમામ અરજદારો માટે મહત્વની બાબત એ છે કે મહિલા ગર્ભ ધારણ કરી શકે અને સ્વ-નિર્ણય ધરાવતો હોવો જોઈએ.

ગર્ભ ધારણ કર્યાના ૨૯ અઠવાડિયે સોનોગ્રાફી કરાવ્યા પછી મહિલાને અજાત બાળકમાં માઇક્રોસેફાલી (અસાધારણ રીતે નાનું માથું અને મગજ) અને લિસેન્સફાલી (સરળ મગજ) સહિત અનેક સમસ્યાઓ જોવા મળી હતી. આ સમસ્યાઓને કારણે મહિલાએ હોસ્પિટલમાં ગર્ભપાત માટે કહ્યું હતું, જેના પર મેડિકલ બોર્ડે ગર્ભાવસ્થાના અંતના તબક્કાને ટાંકીને વિનંતીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં તેનો મફતમાં ઈલાજ કરી શકાય છે.

૩૦ ડિસેમ્બરના રોજ તેણીને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ પુણેની સાસૂન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેણે વિસંગતતાઓની પુષ્ટિ કરી હતી જ્યાં તબીબી બોર્ડે અંતિમ તબક્કાને ટાંકીને તેણીની એમટીપી વિનંતીને નકારી કાઢી હતી.  આ પછી મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી.

મેડિકલ બોર્ડ ચંચુપાત કરી ન શકે: બોમ્બે હાઇકોર્ટ

મહિલાએ એમટીપી માટે અરજી કરી ત્યારે મેડિકલ બોર્ડ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી હતી. મેડિકલ બોર્ડએ કહ્યું હતું કે, મહિલા ગર્ભાવસ્થાના ૨૯માં અઠવાડિયામાં છે જેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. ત્યારે કોર્ટે આ મામલે મેડિકલ બોર્ડના નિર્ણયને ફગાવી દેતા કહ્યું હતું કે, બાળક રાખવું કે ન રાખવું તે માતાની ઈચ્છાને આધીન હોવું જોઈએ. મેડિકલ બોર્ડે માતાના નિર્ણયમાં ચંચુપાત ન કરવો જોઈએ.

ગર્ભસ્થ બાળક ગંભીર સમસ્યાઓથી પીડિત હોય તો માતા જાતે જ નિર્ણય લઈ શકે

બોમ્બે હાઈકોર્ટે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે તે મહિલાનો અધિકાર છે કે તે પોતાની પ્રેગ્નન્સી ચાલુ રાખે કે કેમ. આ નિર્ણય મેડિકલ બોર્ડ લઈ શકે નહીં. હાઈકોર્ટે કહ્યું કે, અરજદાર ગર્ભાવસ્થાના ૩૩ અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે. જો ગર્ભસ્થ બાળક ગંભીર સમસ્યાઓથી પીડાતું હોય જેમ કે નાનું માથું, મગજની સમસ્યાઓ તો મહિલા  જાતે નિર્ણય લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.