Abtak Media Google News

દંપતિ વચ્ચે ઝઘડામાં આડખીલી રૂપ બનતા ફોરેસ્ટના નિવૃત કર્મચારીને પોલીસમેને ત્રણ-શખ્સોની મદદથી મારમાર્યો: ઘટના સીસીટીવીમાં કેદ

અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે આવેલા નિલકંઠ મહાદેવના મંદિરમાં પૂજા કરતા ફોરેસ્ટના નિવૃત કર્મચારી પર પોલીસમેન જમાઈએ ખૂની હુમલો કર્યાનું બહાર આવ્યું છે. દંપતિ વચ્ચે ઝઘડામાં હત્યાની કોશિષ કર્યાની ત્રણ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટી કુકાવાવ ખાતે રહેતા વાઘજી મુળુભાઈ ડવ નામના 61 વર્ષિય વૃધ્ધ ઉપર શાપર-વેરાવળના વતની અને પોરબંદર ખાતે પોલીસમાં ફરજ બજાવતા દિપકભાઈ બહાદૂરભાઈ સોનરા અને ત્રણ અજાણ્યા શખ્સોએ બેઝ બોલના ધોકા વડે મારમાર્યાની વડીમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં વાઘજીભાઈ ડવ નામના નિવૃત કર્મચારીની પુત્રી સાથે પોલીસમેન દિપક સોનારા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનથી એક સંતાનમાં પુત્રનો જન્મ થયો હતો.

દંપતિ વચ્ચે અવાર-નવાર અણબનાવથી વાઘજી ડવની પુત્રી માવતરના ઘરે આવતી હતી જમાઈ દિપક સોનારાને પત્ની રિસામણે જતી હોય તેને સસરા વાઘજી ડવ ચડામણી કરતો હોવાના ખાર રાખી ત્રણ શખ્સોની મદદથી સસરા કુકાવાવ ખાતે એસ.ટી. સ્ટેન્ડ નજીક આવેલા નિલકંઠ મહાદેવના મંદિરે પૂજા કરતા હોય તેમ પૂર્વ આયોજીત પ્લાન મુજબ કારમાં ઘસી આવી બેઝ બોલથી મારમાર્યાનું બહાર આવતા વડીયા પોલીસ મથકના સ્ટાફે હત્યાની કોશિષ અને કાવત્રાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.