Abtak Media Google News

દેશભરમાં વ્હાઈટ કોલર જોબ હેઠળ ૫૦ લાખ કર્મચારીઓ કાર્યરત: વળતરની વાતથી ખુશીની લાગણી

નવો લેબર એકટ અમલી બનવા જઈ રહ્યો છે ત્યારે તેમાં પ્રોફેશનલ કર્મચારીઓને લાભ મળવાની સંપૂર્ણ શકયતા સેવાઈ રહી છે. જે કર્મચારીઓ ખાનગી અથવા અર્ધ સરકારી સંસ્થાઓમાં કાર્યરત હશે તેમને ઓવર ટાઈમ માટે વળતર ચૂકવવાની જોગવાઈ નવા કાયદામાં કરવામાં આવે તેવી શકયતાઓ છે. જે વ્હાઈટ કોલર નોકરીયાતો ઓવર ટાઈમ કરતા હોય છે તેમને વળતર ચૂકવવામાં આવશે જેમાં મેનેજરીયલ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ કર્મચારીઓના વેતનનું બમણું વળતર ઓવર ટાઈમના સમયે ચૂકવવું પડે તેવી જોગવાઈ પણ થાય તેવી શકયતાઓ છે.

દેશમાં નવો શ્રમ કાયદો અમલી બનનાર છે ત્યારે લોકોમાં અવઢવ છે કે તેમાં ક્યાં ક્યાં પ્રકારના સુધારા-વધારા જોવા મળશે ત્યારે હાલ શ્રમ કાયદા અંગે મહત્વની બાબત સામે આવી રહી છે કે, જે વ્હાઈટ કોલર કર્મચારીઓ છે અથવા તો મેનેજરીયલ પોસ્ટ ધરાવતા કર્મચારીઓ છે તે સૌને તેમના વેતન કરતા બમણું વળતર ચૂકવવા આદેશ થઈ શકે છે. હાલના તબક્કે ઓવર ટાઈમ માટે કોઈ ચોક્કસ કાયદો નથી પરંતુ શ્રમ કાયદો અમલી બનતા તમામ ધારા-ધોરણોને એક તાંતણે બાંધી દેવામાં આવશે.

અવંતીઝ રેગટેગના ચીફ એક્ઝિક્યુટીવ રીસી અગ્રવાલે આ અંગે કહ્યું હતું કે, હાલ સુધી કોઈપણ વ્હાઈટ કોલરના કર્મચારીને ઓવર ટાઈમનું વળતર ચૂકવવામાં આવતું નથી. મેનેજરીયલ પોસ્ટ ધરાવતા કર્મચારીઓને તેમના ફિકસ વેતનમાં જ વધુ કલાકો સુધી કામ કરતા હોય છે. ત્યારે નવા શ્રમ કાયદામાં આ પ્રકારે ઓવર ટાઈમ કરતા વ્હાઈટ કોલર નોકરીયાતને વળતર ચૂકવવાની જોગવાઈ થઈ શકે છે. હજુ કાયદો અમલમાં મુકાયો નથી પરંતુ જ્યારે કાયદો અમલમાં મુકાશે ત્યારે વધુ પ્રકાશ પાડી શકાશે.

નિષ્ણાંતોના મત મુજબ ઘણા કર્મચારી માટે આ નિર્ણય આવદાયી સાબીત થઈ શકે છે જો કે કંપનીઓ માટે નવી જોગવાઈઓ વધારાનો ખર્ચ અને પાલનનો બોજો લઈને આવશે. દા.ત. કંપનીઓએ નવી પોલીસી સાથે કામ કરવું પડશે. જેમાં કર્મચારીઓના ઓવર ટાઈમ પર નજર રાખવી જરૂરી છે. કંપનીઓએ સુનિશ્ર્ચિત કરવું પડશે કે કોઈપણ કર્મચારી શ્રમ કાયદામાં સુચિત મુજબ દિવસ, સપ્તાહ, પખવાડીયામાં વધુ સમયના ઓવર ટાઈમ કરે નહીં. સુશ્ર્ચિત ઓવર ટાઈમની મર્યાદાને ઓળંગવી કંપનીઓ માટે લાલબત્તી સમાન સાબીત થાય તો પણ નવાઈ નહીં.

આ અંગે ભારતની સૌથક્ષ મોટી કર્મચારી કંપની કવાસ કોર્પના પ્રમુખ લોહીત ભાટીયાએ હતું કે, હાલના સંજોગોમાં આ કવાયત વધુ જટીલ બની શકે છે. જેમાં મોટાભાગના વ્હાઈટ કોલર કર્મચારીઓ કામ કરે છે. ક્ધસલટન્સી જેવા ક્ષેત્રોમાં કામની કલાકો પડકારજનક સાબીત થઈ શકે છે. અનેકવિધ કર્મચારીઓ અનેકવિધ ક્ષેત્રોમાં નિયત સમય મર્યાદાથી વધુ સમય સુધી કામ કરતા હોય છે. ત્યારે કંપનીઓએ આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરી સચોટ વળતર આપવું જરૂરી બનશે. ત્યારે કંપની પર બોજો આવવાની શકયતા વધી જશે. અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે, પરિવર્તનની ગંભીર અસરો ખાસ કરીને આઈટી ઉદ્યોગોમાં અસર કરતા સાબીત થશે. આઈટી ઉદ્યોગોમાં કામની કલાકો ક્યારેય પણ નક્કી હોતી નથી ત્યારે આ પ્રકારની જોગવાઈઓ ઉદ્યોગની ગતિશીલતા પર ભારણ મુકશે. વ્હાઈટ કોલર જોબ  હેઠળ ભારતમાં ૫૦ લાખથી વધુ કર્મચારી કાર્યરત છે ત્યારે કંપનીઓ પર ભારણ વધવાની શકયતા ખુબ પ્રબળ છે. જો કામની કલાકો નક્કી થશે તો કંપનીઓ કર્મચારીઓ પાસેથી ગુણવત્તાયુક્ત કાર્ય તેમજ ઝડપી કાર્યનો આગ્રહ રાખશે અને કર્મચારી તેમાં ઉણો ઉતરશે તો બરખાસ્ત કરવાની શકયતા પણ વધી જશે. હાલના તબક્કે આ નિર્ણયથી કર્મચારીઓમાં હર્ષની લાગણી છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત નહીં થતાં કર્મચારીઓ અવઢવમાં મુકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.