Abtak Media Google News

વિશ્વ આખામાં કોરોનાએ કહેર મચાવ્યો છે, અને આ સાથે ભારતની હાલની પરીસ્થિતિ ખુબ કપરી બની છે. આવા સમયમાં ઓક્સિજન, દવાઓનો જથ્થો આ બધી બાબતો ખુબ અગત્યની છે. દેશમાં હાલનું કોરોના સંક્ર્મણ જોઈ WHOએ આનાથી બચવાનો મહત્વનો સુજાવ આપ્યો છે.

દેશની હાલની હાલત જોતા WHOના ચીફ ટેડ્રોસ અધોનમ ઘેબ્રેયેસસએ કહ્યું છે કે, ‘ભારતની પરિસ્થિતિ વિનાશક છે. આ બતાવે છે કે કોરોના વાયરસ કેટલો ખતરનાક છે. ઓક્સિજન, પલંગ અને દવાઓની તીવ્ર અછત વચ્ચે, એવું લાગે છે કે દેશમાં દરરોજ પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે. આ સાથે 25 થી 59 વર્ષની વયના લોકોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સૂચવે છે કે કોરોનાનું નવું સ્વરૂપ વધુ ખતરનાક છે.’

WHOના ચીફ ટેડ્રોસ કોરોના ચેપને અટકાવા માટે કહ્યું કે, ‘ચેપને અટકાવ માટે રસીકરણ પર સૌથી વધુ ભાર મૂકવો પડશે, આ માટે રસીકરણના અભ્યાનને ખુબ તેઝીથી વેગ આપવો પડશે. ભારતે દક્ષિણ-પૂર્વ એશિયાના આરોગ્ય સંભાળના તમામ પગલાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જેથી ચેપથી થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય.’

આવા કપરા સમયમાં ઘણા દેશો ભારતની મદદએ આવ્યા છે. જેમાં અમેરિકા, સિંગાપોર અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક અન્ય દેશો સાથે ઓક્સિજન સપ્લાય અને રેમેડિસિવરના ઇન્જેક્શન માટે વાત ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.