તમે કોને મત આપશો..? કોઈને કહેશો તો આટલા વર્ષની થશે જેલ અને દંડ પણ

ચુંટણી નજીક આવી રહી છે.માત્ર જુજ દિવસો જ બાકી રહ્યા છે.લોકો એક બીજાને પૂછતાં હોઈ છે કે તમે કોને મત આપશો..? ક્યાં ઉમેદવારને ચુંટશો..? વગેરે જેવા પ્રશ્નો એકબીજાને પૂછતાં હોય છે કે કહેતા હોય છે.પરંતુ શું તમે જાણો છો…?  મતદાન અંગે કોઈને જાણકારી આપી તો જેલ કે દંડ કે બંને થઇ શકે છે.

ભારતના બંધારણમાં મતાધિકાર અંગે કલમ આપેલી છે.બંધારણમાં The Representation of the People Act, 1951 હેઠળ Section 128(1)માં એવું જણાવેલ છે કે જો તમે કોને મત આપ્યો એ કહેશો કે પૂછશો તો તમને ૩ મહિનાની જેલ કે દંડ અથવા તો બન્ને થઇ શકે છે.કલમમાં જણાવ્યું છે કે ,

Section 128(1) in The Representation of the People Act, 1951

દરેક અધિકારી, કારકુન, એજન્ટ અથવા અન્ય વ્યક્તિ કે જેઓ ચૂંટણીમાં મતના રેકોર્ડિંગ અથવા ગણતરીના સંબંધમાં કોઈપણ ફરજ બજાવે છે તે મતદાનની ગુપ્તતા જાળવશે અને જાળવવામાં મદદ કરશે અને (અધિકૃત હેતુઓ સિવાય કોઈપણ કાયદો) આવી ગુપ્તતાનું ઉલ્લંઘન કરવા માટે ગણતરી કરવામાં આવેલી કોઈપણ માહિતી કોઈપણ વ્યક્તિને સંચાર કરે છે. પરંતુ આ પેટા-કલમની જોગવાઈઓ આવા અધિકારી, કારકુન, એજન્ટ અથવા અન્ય વ્યક્તિ કે જેઓ કાઉન્સિલ ઑફ સ્ટેટ્સમાં બેઠક અથવા બેઠકો ભરવા માટે ચૂંટણીમાં આવી કોઈ ફરજ બજાવે છે તેને લાગુ પડશે નહીં.