Abtak Media Google News

પોલીસે ૧૨ પાનાની સ્યુસાઇડ નોટ કબ્જે કરી: શિષ્ય આનંદગિરીની પૂછપરછ શરૂ કરાઇ 

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી, જે દેશભરમાં પોતાના નિવેદન માટે જાણીતા હતા .શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. તેનો મૃતદેહ અલ્લાપુરના બાંગબારી ગદ્દી મઠના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આઈજી રેન્જ કેપી સિંહે જણાવ્યું કે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ તે ફાંસી લગાવીને આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો  પણ મઠ પર પહોંચી ગયા છે.

સંગમ તટ પર સ્થિત લેટે હનુમાન મંદિરના મહંત સ્વામી નરેન્દ્ર ગિરી અને તેમના શિષ્ય વિખ્યાત યોગ ગુરુ આનંદ ગિરી વચ્ચેનો વિવાદ તાજેતરમાં સમાચારોમાં રહ્યો છે. આનંદ ગિરીને અખાડા પરિષદ અને મઠ બાગમ્બરી ગદ્દીના પદાધિકારી પદેથી હાંકી કાવામાં આવ્યા હતા. પછી બંનેએ એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો પણ કર્યા. તમામ સંતોએ મહંત નરેન્દ્ર ગિરીને ટેકો આપ્યો હતો. નરેન્દ્ર ગિરીએ કહ્યું હતું કે જો આનંદ ગિરી માફી માંગે તો તેમના વિશે કંઇક વિચારી શકાય છે. આનંદ ગિરીએ બાદમાં માફી માંગી હતી. જોકે, તેની હકાલપટ્ટી પરત કરવામાં આવી ન હતી.

મહંત નરેન્દ્ર ગિરી છેલ્લા બે દાયકાથી સાધુ સંતોમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. પ્રયાગરાજ પહોંચ્તા તે મોટા નેતાઓ હોય અથવા ઉચ્ચ પોલીસ-વહીવટી અધિકારીઓ હોય, તેઓ મહંત પાસેથી આશીર્વાદ લેવા અને સુતેલા હનુમાનજીને જોવા જતા રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ સહિત અન્ય મંત્રીઓ અને સાંસદો અને ધારાસભ્યો મંદિર અને બાંઘાબારી મઠ પર પહોંચી રહ્યા છે. ગઈકાલે એટલે કે રવિવારે પણ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય મંદિરે ગયા અને મહંત પાસેથી આશીર્વાદ લીધા. તાજેતરમાં જ ડીજીપી મુકુલ ગોયલ પણ મંદિરમાં પૂજા કરવા ગયા હતા

મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા પ્રકરણમાં પૂછપરછ માટે તેમના શિષ્ય આનંદગીરીની અટકાયત કરતી ઉત્તર પ્રદેશ પોલીસ. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ સમગ્ર પ્રકરણની તપાસ સી.બી.આઈ પાસે કરાવવાની ભલામણ કરી છે.

મહંત નરેન્દ્રગીરીજીએ લખેલી ૧૨ પાનાની સુસાઈડ નોટ કબજે કરતી ઉત્તર પ્રદેશ પોલીસ, સુસાઈડ નોટમાં ઘણી વિસ્ફોટજનક વિગતો હોવાની વાત જાણવા મળી રહી છે.

મહંત નરેન્દ્રગીરીના આત્મહત્યા પ્રકરણ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર હરકતમાં આવી ગયેલા છે. રાજ્યના પોલીસ વડા, મુખ્ય સચિવ અને સરકારના ટોચના મંત્રીઓ ને અધીકારીઓની ઇમરજન્સી બેઠક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બોલાવતા કઈક મોટા વિસ્ફોટોની સંભાવના સેવાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.