Abtak Media Google News

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો દુરઉપયોગ કરી પાકિસ્તાન દ્વારા દ્વારકા અને કચ્છમાં કરોડોની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઘુસાડતા પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કર્યો છે. ડ્રગ્સ રેકેટ કંઇ રીતે ચાલતુ, કોના દ્વારા પેમેન્ટ થતું, ડ્રગ્સ કોણ આપે છે, કોણ લે છે અને ડ્રગ્સના કાળા કારોબારમાં કોણ રોકડા કરી રહ્યું છે તે અંગેની વિગતોનો તંત્ર દ્વારા પર્દાફાસ કરી દેશના ગદારોને ખુલ્લા પાડવા અભિમાન્યુની જેમ સાત કોઠાની લડાઇ લડવા જેવી છે. પાકિસ્તાન જેલમાંથી મુક્ત થતા માછીમારો પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવે તો પણ કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

નવલખી નજીકના ઝીંઝુડા ખાતેના ખંઢેર જેવા મકાનમાં છુપાવેલા રૂા.600 કરોડના હેરોઇનના જંગી જથ્થા સાથે પોલીસે મુંજાવર સમસુદીન હુસેનમીયા સૈયદ સહિત ત્રણ શખ્સોને એટીએસ દ્વારા ઝડપી લીધા છે. ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોચવા માટે ત્રણેય શખ્સોના 14 દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરવામાં આવશે ત્યારે ડ્રગ્સ રેકેટ કંઇ રીતે ચાલતુ, ડ્રગ્સનું પેમેન્ટ કંઇ રીતે થતું અને સમગ્ર કાંડ પાછળ સંડોવાયેલા દેશના ગદારોને ખુલ્લા પાડવા જરૂરી બન્યું છે.મુન્દ્રા, સલાયા અને નવલખી ખાતેથી કરોડાની કિંમતના ઝડપાયેલું ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યાની વિગતોનો પોલીસ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને દરિયામાંથી પકડીને પાકિસ્તાન લઇ ગયા બાદ અમુક સમય બાદ તેઓને મુક્ત કરી વાઘા બોર્ડરથી ભારતમાં પરત મોકલવામાં આવી રહ્યા છે.

ડ્રગ્સ માફિયા સુધી પહોંચી દેશના ગદારોને ખુલ્લા પાડવા તંત્ર માટે અભિમન્યુના સાત કોઠા વિંધવા પડશે: રૂ.3 લાખનું મકાન ન હોય તેવા લુખ્ખાને રૂ.600 કરોડનું ડ્રગ્સ કોણે આપ્યું ?

તેઓને પાકિસ્તાન દ્વારા શુ પાઠ ભણાવવામાં આવ્યા તે અંગેની તંત્ર દ્વારા વિગતો મેળવવાના બદલે તેઓ પર થયેલા અત્યાચાર અંગેની જ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાન જેલમાંથી છુટેલા માછીમારો પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવે તે જરૂરી બન્યું છે.દેશમાં જ રહેલા ગદારો અને હરામીઓના હરામીવેડા કયાં સુધી ચલાવી લેવાના આવા ગદારોને ઓળખવા જરૂરી છે. આવા ગદારો દેશમાં હોય ત્યાં સુધી દુશ્મન દેશને આરપારની લડાઇ લડવાની જરૂર નથી પરંતુ ડ્રગ્સ ઘુસાડતા વિદેશી માફિયા અને તેઓ સાથે સંપર્કમાં રહેલા ગદારો સામે કડક કાર્યવાહી કરી ડ્રગ્સના પેમેન્ટનો હવાલો કંઇ રીતે પાડવામાં આવે છે સહિતની ઝીંણવટભરી તપાસ થવી જરૂરી બની બની છે.

ડ્રગ્સના કાળા કારોબારમાં આરપારની લડાઇ કયારે લડીશું? 

નવલખી ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સકાંડમાં જોડીયાના મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજી નુરમહંમદ રાઉ નામનો શખ્સ 2020માં પોતાની માછીમારીની બોટમાં યાંત્રિક ખામી થઇ હતી ત્યારે તેને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યાની અને થોડ જ દિવસોમાં તેને પાકિસ્તાન દ્વારા થોડા જ દિવસોમાં નાટયાત્મક રીતે મુક્ત કરી દીધો હતો. મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર અને સલાયાના ગુલામ હુસેન ઉમર ભગાડ અવાર નવાર દુબઇ જતા હોવાનું તેમજ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવાના દુબઇમાં ઘડાયેલા કાવતરામાં વિદેશી ડ્રગ્સ માફિયા ઝાહિદ બ્લોચ સાથે કાવતરામાં ભાગ લીધો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

દેશમાં જ ગદાર હોય ત્યારે દુશ્મન મુલ્કને જંગ લડવાની જરૂર નથી

પાકિસ્તાનની જેલમાં રહીને આવેલા દરેક વ્યક્તિની નિષ્ણાત અધિકારીઓ સાથે કાઉન્સિલિંગની વ્યવસ્થા કરવી જોઈએ ઝીંઝુવાડા  ઝડપાયેલા 600 કરોડ રૂપિયાના મિીલ રેકેટ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, મુખ્ય આરોપીઓ નું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે અને તે પાકિસ્તાન સરહદ માં માછીમારી અંગે પકડાયા બાદ મુકતાર હુસેન ઉર્ફે ઝબાર હાજી મહંમદ રાવથોડો સમય જેલમાં રહી આવ્યો હોવાનું પણ ખુલ્યું છે, મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનની જેલમાં જઈ આવ્યા ની ઘટના આકસ્મિક ગણાવાઇ હતી પરંતુ તે ઘટના કદાચ દેશના દુશ્મનો એ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઘડી હોઈ શકે, પાકિસ્તાનના હાથે ઝડપાતા દરેક માછીમારો સામે દેશની ગદ્દારી અંગે શંકા ન કરી શકાય પરંતુ કોઈક નો ઉપયોગ પાકિસ્તાન સત્તાવાળાઓ ભારત વિરોધી ગતિવિધિઓમાં અવશ્ય કરી શકે, માન્યતા ને ધ્યાને રાખી શત્રુ દેશની જેલમાં રહી આવેલા દરેક વ્યક્તિ જ્યારે ભારતમાં આવે ત્યારે નિષ્ણાત ગુના શોધક કાબેલિયત ધરાવતા અધિકારીઓ ન કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી શંકાસ્પદ જણાતી વ્યક્તિ પર નઝર રાખી શકાય.

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારોની હીલચાલ પર તંત્ર દ્વારા નજર રાખવી જરૂરી

શ્રીલંકામાં મુન્દ્રાથી પહોંચેલા જહાજમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા એન્જસી એલર્ટ

મુન્દ્રામાંથી થોડા મહિનાઓ પહેલા જ હજારો કરોડનું કોકેઇન ઝડપાતા દેશભરમાં ચકચારી મચી ગઇ હતી. તો થોડા દિવસો પહેલા દ્વારકા અને મોરબીના ઝીંઝુડા ગામેથી 900 કરોડથી પણ વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા દેશની એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તો આ અંગે બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મુન્દ્રાથી શ્રીલંકા ગયેલા જહાજમાં 800 કરોડનું ડ્રગ્સ ઝડપાતા દેશની એજન્સી સતર્ક થઈ છે. સોમવારના શ્રીલંકાના સુરક્ષા અધિકારીઓ દ્વારા ભારતથી આવેલા એક વેસલમાં તપાસ કરતા તેના એક ક્ધસાઈન્મેન્ટમાંથી ડ્રગનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેની તપાસ કરતા પ્રાથમિક રીતે કોકેઈન હોવાનું અને તેની માત્રા 800 કિલો જેટલી જંગી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જો આજ માત્રામાં જથ્થો ઝડપાયો હોય તો તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1200 થી 2 હજાર કરોડ સુધીની થઈ શકવાની સંભાવના છે. જોકે આ અંગે સંલગ્ન એજન્સીઓએ મોડી રાત સુધી આ પ્રકારની કાર્યવાહીની પુષ્ટિ કરી નહોતી.

 

પાકિસ્તાનથી ડ્રગ્સ લાવનાર બોટમાંથી ફાયરિંગ કરી પોરબંદરના માછીમારની હત્યા કર્યાની પોલીસને શંકા

ખંભાળીયા સલાયામાંથી પકડાયેલ 315 કરોડના ડ્રગ્સના જથ્થા અંગે દ્વારકા જિ.પો.વડા સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પાકિસ્તાનથી ડ્રગ્સ સાથે આવેલી બોટના ખલાસીઓ દ્વારા જ પોરબંદરની બોટ પર દરિયામાં ફાયરીંગ કરી એક માછીમારની હત્યા કર્યાની પોલીસને શંકા છે.આ પ્રકરણમાં અગાઉ રીમાન્ડ પર લેવાયેલા સૈયદ સિકંદર, સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારાને 9 દિવસના રીમાન્ડ પર લીધેલા હતા તેની પૂછપરછમાં આ જથ્થો ફારૂકી નામની બોટમાં પાકિસ્તાનથી લાવનાર બે ખલાસીઓ સલીમ ઉમર જસરાયા તથાઈરફાન ઉંમર જશરાયાની ધરપકડ કરીને તેમને પણ સાત દિવસના રીમાન્ડ પરલીધા છે.

આ પાંચેય આરોપીઓની પૂછપરછ પોલીસે શરૂ કરી નેમાલ કયાંથી કઈ રીતે લાવવામાં આવ્યો તથા હજુ કોઈ વધુ મદદગાર હોય તો તેની પણ તપાસ હાથ ધરી છે.જોકે સાત નવેમ્બરના રોજ જયારે આ ફારૂકી બોટ પાકિસ્તાનમાંથી ડ્રગ્સ લાવી રહી હતી ત્યારે જ પાકિસ્તાનની પોલીસ દ્વારા દરિયામાં પોરબંદરની બોટ પર ફાયરીંગ થયેલુ જેમાં શ્રીધર નામનો એક ખલાસી મૃત્યું પામ્યો હતો આ પણ 7/11ના બનેલો હોય તથા 315 કરોડનું ડ્રગ્સ પણ તેજ દિવસે લાવવામાં આવેલું હોય આ મુદે પણ તપાસને પાત્ર ગણાય.

જોકે પોલીસે ડ્રગ્સની હેરફેરમાં વપરાયેલ મહારાષ્ટ્ર પાસીંગની ટાટાનેનો કાર એમ.એચ. 04 ઝેડ ડી 0280 તથા દ્વારકાની પાસીંગ જી.જે.37 જે 2718 કીયા કારને પણ પકડીને મુદામાલમાં લીધેલ છે.રીમાન્ડ પુરી થાયતે પહેલા આ પ્રકરણમાં વધુ શખ્સોની ધરપકડ થાય તેવી સંભાવના પણ મનાય છે. તો ગઈકાલે બે સલાયાના શખ્સોની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી હતી. હાલ તો સલાયામાં એ.ટી.એસ. ના બાતમીદારની ચર્ચા કરતો સલીમ પોલીસના પાંજરે પકડાઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.