- ગૌતમ અદાણીના નાના દીકરાની દુલ્હન બનવા જઈ રહેલી દિવા જૈમિન શાહ કોણ છે
- 7 ફેબ્રુઆરીએ લગ્ન થશે
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી 7 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન એક હીરા વેપારીની પુત્રી દિવા જૈમિન શાહ સાથે થઈ રહ્યા છે. ચાલો જાણીએ કોણ છે દિવા જૈમિન શાહ…
બંનેની સગાઈ 12 માર્ચ, 2023ના રોજ થઈ હતી. સગાઈ સમારોહ ખૂબ જ સાદગીથી યોજાયો હતો અને નજીકના લોકો વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. દિવા શાહની વાત કરીએ તો, તે સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના હીરા વેપારી જૈમિન શાહની પુત્રી છે.
તેમની હીરા ઉત્પાદન પેઢી મુંબઈ અને સુરતમાં આવેલી છે. તેની સ્થાપના 1976માં ચીનુ દોશી અને દિનેશ શાહ દ્વારા કરવામાં આવી હતી.
થોડા સમય પછી, સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડે જીગર દોશી, અમિત દોશી, યોમેશ શાહ અને જયમિન શાહને કંપનીના કાર્યમાં ઉમેર્યા અને ટીમને મજબૂત બનાવી.
જીત અદાણી અને દિવા જૈમિન શાહનો સગાઈનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
ગૌતમ અદાણીના મોટા દીકરા કરણ અદાણીની પત્ની પરિધિ અદાણી વિશે વાત કરીએ તો, તે પોતે પણ એક સફળ મહિલા છે. તે વકીલોના પરિવારમાંથી આવે છે.
પરિધિ અને કરણ અદાણીને એક પુત્રી પણ છે, જેનું નામ અનુરાધા છે. તે અમદાવાદમાં રહે છે. પરિધિ અદાણી સિરિલ અમરચંદ મંગળદાસમાં ભાગીદાર છે, જ્યાં તેઓ કંપનીના ગુજરાત ઓફિસનું સંચાલન કરે છે.