વિનાશ સર્જે તેવું મનઘડંત બાંધકામના જવાબદાર કોણ?

રામનાથ દાદા કોઈને નહીં છોડે

મંદિર પર રાજકારણ ન રમાવું જોઈએ: પુજારી

આખરે કયારે શરૂ થશે રામનાથ દાદા મંદિરના ડેવલોપીંગનું કામ?

રાજકોટ ના આજી નદીના પટ માં સ્વયંભૂ રામનાથ દાદા બિરાજમાન છે વર્ષો જૂનું આ મંદિર ખુબજ પ્રચલિત મંદિર છે. રામનાથ દાદાના મંદિરે કોઈ પણ વ્યક્તિ મનોકામના માગે તે પૂર્ણ થાય છે. લાખો લોકોની આસ્થાનું પ્રતીક આ મંદિર રાજકોટની આગવી ઓળખ છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા રામનાથ દાદા મંદિરનું ડેવલોપમેન્ટ નું કામ ૨ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું . રાજ્ય સરકારે મંદિર ના ડેવલોપમેન્ટ માટે રૂપિયા ૪ કરોડ ૯૨ લાખ જેટલી જંગી રકમ પણ ફાળવેલ છે. આશરે ૨ વર્ષ પહેલાં મંદિર નું ખાત મૂહરત પણ કરવામાં આવ્યું હતું.પરંતુ મંદિર ની ડિઝાઇનમાં ખામી હોઈ મંદિર નું ચણતર કામ અચાનક બંધ કરાવી દેવામાં આવ્યું હતું .દર ચોમાસે રામનાથ દાદાનું મંદિર સંપૂર્ણ પાણીમાં ડૂબી જાય છે.પૂરના પાણી ની સાથે ગટર નું પાણી પણ મંદિરમાં ઘુસી જાય છે અને ખુબજ ગંદકી મંદિરમાં ફેલાઈ જાય છે.રાજકોટ ભાજપના સિનિયર ધારાસભ્ય મહાશય ગોવિંદ પટેલે તો આ વર્ષ મંદિર બાબતે હાથ જ ઉંચા કરી દીધા હોઈ તેમ ચોખા શબ્દો માં કહ્યું કે ચાલુ વર્ષ કોઈ જ કામ શક્ય નથી જે થશે તે આવતા વર્ષે શક્ય બનશે..પાણીના નિકાલ માટે ક્રેકર દ્વારા થોડો ભાગ હટાવી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હાલમાં જ કોર્પોરેશનની જનરલ બોર્ડ મીટીંગ મળી હતી . કોંગ્રેસ કોર્પોરેટ જાગૃતિબેન ડાંગર દ્વારા રામનાથ દાદા મંદિરના ડેવલોપમેન્ટ માટે નું કામ ક્યારે શરૂ થશે તે માટે નો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો.પરંતુ શાસકોને મંદિરના કામ માટે રસ જ ન હોઈ તે રીતે એ પ્રશ્ન ની પણ ચર્ચા કરવાનું યોગ્ય સમજ્યું ન હતું

રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડીગ ચેરમેન ઉદય કાનગડે મંદિરના પૂજારી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે યાત્રાધામ વિક્સબોર્ડ દ્વારા કામ ચાલુ હતું..સ્થાનિક પૂજારી અને બીજા લોકોએ ડિઝાઇન ફેરફાર કરવાની માંગ કરી માટે ફેરવવી પડી છે.

વિરોધ પક્ષ ના નેતા એ તો ત્યાં સુધીનું કહી દીધું કે રામનાથ દાદા બધા ને ઘર ભેગા કરી દેશે. વર્ષો જૂનું સ્વયંભૂ મંદિર ના ડેવલોપમેન્ટ માટે ભાજપ ને રસ નથી મહાદેવ કોઈને છોડશે નહીં.

રામનાથ દાદા મંદિરના પૂજારી નરોતમગીરી ગોસ્વામી એ અબતક ચેનલ સમક્ષ પોતાના મન ની વ્યથા ઠાલવી હતી .પૂજારી એ તો ત્યાં સુધી કહી દીધું છે અત્યાર સુધી મંદિરમાં કોઈ જ કમોત નથી થયા હવે શકયતા છે આ ચોમાસામાં અહીં કમોત થશે .ભાજપ હોઈ કે કોંગ્રેસ મંદિર બાબતે રાજકારણ ન રમવું જોઈએ. રામનાથ દાદાની આસપાસ જંગી દીવાલો ઉભી તો કરી દીધી છે પરંતુ તંત્ર ના સંકલ ના અભાવે ભર ચોમાસે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રામનાથ દાદા ના ચરણોમાં પ્રાર્થના કરીએ.

શું કહે છે ભાજપના આગેવાનો?

યાત્રાધામ વિક્સબોર્ડ દ્વારા કામ ચાલુ હતું. સ્થાનિક પૂજારી અને બીજા લોકોએ ડિઝાઇન ફેરફાર કરવાની માંગ કરી માટે ફેરવવી પડી. કલેકટર સાંભળે છે એજ વધુ કહેશે. – ઉદય કાનગડ (ચેરમેન, સ્ટેન્ડીગ કમિટી)

રામનાથ મહાદેવ પૌરાણિક સ્થાન છે. સ્વયંભૂ લિંગ પર ડીઝાઇન બની હતી. પણ જાણીતા શાસ્ત્રીઓએ ના પાડી હતી. ભૂગર્ભ ગટર નું પાણી નદીમાં ન આવે તે માટે કામ પૂર્ણ થવા આવ્યું છે. પુરનું પણી ન પ્રવેશે તે માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી છતાં તે સૂચનાનો અમલ તેને ન કર્યો. નાલું પોહળું કરવાનું કામ પણ કરવામાં આવશે. પાણીનો નિકાલ થાય તે માટે ખાનગી ક્રેક્રરો લઈ હોલ પાડવાની કામગીરી શરૂ છે. આ વર્ષે કશું શક્ય નથી આવતા વર્ષે બધું પ્લાનિંગ થશે અને કામ આગળ વધશે. – ગોવિંદ પટેલ (ધારાસભ્ય) શું કહે છે કોંગ્રેસના આગેવાનો?

રાજકોટ રામનાથ દાદાથી ઓળખાય છે. ૨ વર્ષ થી કામ અટક્યું છે. ભાજપને કામ કરવામાં રસ નથી. અંતે ભોળાનાથ પૃથ્વીનો બાપ છે આ લોકોને ઘરભેગા કરી દેશે. -વશરામ સાગઠિયા (વિરોધ પક્ષ નેતા, કોર્પોરેશન)

રામનાથ મહાદેવનો પ્રોજેકટ અધુરો છે તેમા મારો વિરોધ છે. દાદા માથે ગટરના પાણીનો અભિષેક થાય છે. નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ચૂંટણી લડ્યા ત્યારે દાદાને શીશ ઝુકાવ્યું… જીત્યા… રિવરફ્રન્ટની વાત કરી હતી… હોકળામાંથી પાણીનો નિકાલ કરવામાં આવે એ મારી માંગ છે. -જાગૃતિબેન ડાંગર (કોર્પોરેટર કોંગ્રેસ )

રામનાથ મહાદેવ મંદિરના પૂજારી નરોત્તમગિરી ગોસ્વામીએ અબતક ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રામનાથ દાદા પર રાજકારણ ન રમાવું જોઈએ . અમને જે ડિઝાઇન બતાવી હતી એ મુજબનું આ બાંધકામ જ નથી .આટલા વર્ષોમાં આ પવિત્ર જગ્યામાં કોઈજ કમોત નથી થયું પરંતુ હવે થશે તો તેનું જવાબદાર કોણ?