Abtak Media Google News

સાવરકુંડલાની નવનિર્મિત પાલિકામાં  થતી ગંદકીના ગંજ માટે જવાબદાર કોણ? તેવા અનેક સવાલો  પ્રજાજનોમાં ઉઠ્યા છે.  શહેરનાં કેટલાક વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

સાવરકુંડલા શહેરમાં થોડા સમય પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નવનિર્માણ પાલિકામાં ચીફ ઓફિસર ના ચેમ્બર ની સામે જ  સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરતા ભાજપ સાશીત નગરપાલિકા ના હોદેદારો પાલિકાના સફાઈ કરવામા પણ નિષ્ફળ નીવડ્યા તો પછી શહેરમાં શું સફાઈ કરાવતા હશે સાવરકુંડલા ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ શહેરમાં તે પ્રમાણે કામગીરી થતી નથી સાવરકુંડલા શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ સ્ટ્રીટ લાઈટો પણ નથી ગંદકીના સામ્રાજ્ય પણ શહેરના અનેક સ્થળો પર જોવા મળશે સાવરકુંડલા શહેરના કેટલાક વિસ્તારો હજુ વિકાસથી વંચિત છે કેટલાક વિસ્તારોમાં હજુ રોડ રસ્તા નથી બન્યો સાવરકુંડલા શહેર ના ઘણા વિસ્તારોમાં ભુંડનો ત્રાસ જોવા મળે છે સાવરકુંડલા શહેરના મહુવા રોડ ઉપર રેઢિયાળ પશુઓ નો પણ ગંભીર ત્રાસ છે શહેરના અનેક વિસ્તારો ની અંદર ગટરના પણ પ્રશ્નો હજૂ ઉભા ને ઊભા છે લોકો વેરો તો ભરે છે

પરંતુ તે પ્રમાણમાં લોકોને લાભ થતો નથી વાવાઝોડામાં પણ પીવાના પાણી આપવામાં પણ સાવરકુંડલાની નગર પાલિકા નિષ્ફળ નીવડી હતી શહેરમાં ધરાશાહી થયેલ વૃક્ષો ઉપાડવા માં પણ પાલિકા નિષ્ફળ નીવડી હતી અને હજુ પણ સાવરકુંડલા શહેરના ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ નો પ્રશ્ન કાયમી માટે દુખાવા સમાન બન્યો છે છતાં નગરપાલિકાના સત્તાધીશો ના અને શહેરના રહીશોની પીડા પહોંચતી નથી કારણ કે સાવરકુંડલા નગરપાલિકા તો રામ ભરોસે ચાલે છે એવું કહી શકાય જો નગરપાલિકા ની અંદર જ આવી ગંદકી હોય તો પછી  શહેરમાં કેવી સ્વચ્છતા હશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.