Abtak Media Google News

રોવરના કંટ્રોલ અને લેન્ડિંગ સિસ્ટમને અંજામ સુધી પહોંચવામાં ડૉ. સ્વાતિ મોહનની મુખ્ય ભુમિકા 

મેડિકલ હોય કે અંતરિક્ષના ગાઠ રહસ્યોને સમજવાનું કામ હોય, દુનિયામાં કોઇ એવું કામ નથી જેમાં ભારતીય વ્યક્તિનું યોગદાન ન હોય. ફરી એકવાર એક ભારતીયની મદદથી NASAએ
સફળતા મેળવી છે. આ સફળતા એટલે કે મંગળ પર રોવરનું ઐતિહાસિક લેન્ડિંગ. અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસાના
પર્સવિરન્સ રોવરે ગુરુવારે મંગળ ગ્રહની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું છે. આ પહેલા જેવું રોવર મંગળ ગ્રહના વાયુમંડળમાં પ્રવેશ કર્યો કે તુરંત એક જોરદાર ધડાકો થયો પરંતુ રોવરે
સાત મિનિટના ધમાકાથી બચી ઐતિહાસિક લેન્ડિંગ સફળતાપૂર્વક કરી લીધું.

Whatsapp Image 2021 02 19 At 7.01.13 Pm

આ ઐતિહાસિક મિશનને સફળતાપૂર્વક સંચાલિત કરનારી નાસાની ટીમની આગેવાની ભારતીય મૂળની અમેરિકન એન્જિનિયર ડો. સ્વાતિ મોહન કરી રહી છે. તેઓએ મિશનની ઉંચાઇ પર
રોવરના કંટ્રોલ અને રોવરની લેન્ડિંગ સિસ્ટમને અંજામ સુધી પહોંચવામાં મુખ્ય ભુમિકા નીભાવી હતી. જ્યારે સમગ્ર દુનિયા અમેરિકાના રોવરનું લેન્ડિંગ લાઈવ જોઈ રહી હતી ત્યારે સ્વાતિ
મોહન કંટ્રોલરૂમમાં શાંતભાવથી GN&C સિસ્ટમ અને પ્રોજેક્ટ ટીમ સાથે સવાંદ તેમજ સમન્વય કરી રહી હતી

રોવરની સફળતાપૂર્વક લેન્ડિંગ થતા જ સ્વાતિએ ખુશ થઇને કહ્યું કે ટચ ડાઉન કન્ફર્ડ, મંગળ ગ્રહની ધરતી પર રોવર સુરક્ષિત છે. જે જીવનના સંકેતોનની શોધ શરૂ કરવા માટે તૈયાર છે

કોણ છે ડૉ. સ્વાતિ મોહન ??

નાસાના વૈજ્ઞાનિક ડોક્ટર સ્વાતિ મોહન ભારતીય મૂળના છે. જ્યારે તેણી એક વર્ષના હતા ત્યારથી અમેરિકા વસવાટ માટે ચાલ્યા ગયા હતા. તેમનું બાળપણ ઉતરી-વર્જિનિયા અને વોશિંગ્ટન
ડી.સી.માં વિત્યુ છે. તેણી 16 વર્ષની ઉંમરે બાળકોના ડોક્ટર બનવા ઈચ્છતા હતા પરંતુ 9 વર્ષની ઉંમરમાં સ્વાતિ મોહને પહેલી વખત “સ્ટાર ટ્રેક” જોઈ ત્યારબાદ બ્રહ્માંડના રહસ્યો વિશે
જાણવા તેમનામાં આતુરતા જાગી. તેમણે નક્કી કર્યું કે તેઓ બ્રહ્માંડમાં પોતાનું સ્થાન બનાવશે. ડોક્ટર સ્વાતિ મોહન તેમના ભૌતિકશાસ્ત્રના શિક્ષકથી ખૂબ પ્રભાવિત હતા તેમણે કોર્નેલ
યુનિવર્સિટીમાંથી મિકેનિકલ અને એરોસ્પેસ એન્જિનિયરીંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી ત્યારબાદ મૈસેચ્યુંસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એરોનોટિક્સમાં પીજી તેમજ પીએચડી કર્યું.

નાસાના ચંદ્ર અને શનિ મિશનમાં પણ નિભાવી છે મહત્વની ભૂમિકા

સ્વાતિ મોહન નાસાના પેસાડેના સ્થિત જેટ પ્રોપલ્સન લેબમાં શરૂઆતથી જ પર્સવીરન્સ રોવર મિશનના સદસ્ય રહ્યા છે. તેમણે નાસાના ચંદ્ર અને શનિ ગ્રહ સહિતના ઘણા મહત્વના
મિશનમાં નોંધનિય ભૂમિકા નિભાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.