Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફુંકેલા પરિવર્તનના પવનની અસર તેની પોતાની ખુરશીને થવા દેવાશે કે નહીં તેવો ઉઠી રહેલો વેધક સવાલ

નરેન્દ્ર મોદી પોતે એક બ્રાન્ડ, દેશને યુવા નેતૃત્વ આપવા માટે વડાપ્રધાન પદ છોડશે તો તેની બ્રાન્ડ વેલ્યુ ઘટવાની બદલે વધી જશે

ભાજપે દીર્ઘદ્રષ્ટિથી અનેક જોખમી પગલાં લાંબા સાશન અર્થે લીધા છે. જે ઘણા અંશે સફળ પણ રહ્યા છે. ત્યારે હવે ભાજપ પરિવર્તન લાવવાનું જોખમ સર્જી રહ્યું છે. આ જોખમ ભાજપને ફળશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયા છે. આ સાથે પરિવર્તનનો પવનની અસર વડાપ્રધાન પોતાની ખુરશીને થવા દેશે કે નહીં તેવો વેધક સવાલ પણ ઉભો થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકિય સફર ઘણી રોચક રહી હતી. એક સામાન્ય માણસમાંથી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. અને ગુજરાતને મોડેલ તરીકે દર્શાવી તેઓ સમગ્ર દેશવાસીઓનું દિલ જીતીને દેશના વડાપ્રધાન બન્યા હતા. આજે તેઓ વિશ્વ કક્ષાની એક બ્રાન્ડ બની ગયા છે. જેનો ફાયદો આખા ભાજપ પક્ષને મળ્યો છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાશન જડ નથી. તેવું તેમને સાબિત કરી દીધું છે.

પક્ષના હિતાર્થે તેઓએ અનેક જોખમી નિયમો પણ લાગુ કર્યા છે. તાજેતરમાં જ તેઓએ નો રિપીટ થિયરી લાગુ કરી છે. જેની અમલવારી હાલ ગુજરાતમાં કરવામાં આવી છે. જેમાં તેઓ સફળ રહ્યા બાદ હવે તેઓ અમલવારી બીજા રાજ્યમાં પણ કરશે. આ ઉપરાંત વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ ધરખમ ફેરફાર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફુંકેલા પરિવર્તનના પવનની અસર તેની પોતાની ખુરશીને થવા દેવાશે કે નહીં તેવો પણ એક વેધક સવાલ ઉઠી રહ્યો છે. એટલે હવે વર્ષ 2024માં કોણ વડાપ્રધાન બનશે તેના ઉપર પણ સૌની મીટ મંડરાયેલી છે. વધુમાં નરેન્દ્ર મોદી પોતે એક બ્રાન્ડ છે. જો તેઓ દેશને યુવા નેતૃત્વ આપવા માટે વડાપ્રધાન પદ છોડશે તો તેની બ્રાન્ડ વેલ્યુ ઘટવાની બદલે વધી જશે તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.