આખી દુનિયાને ધંધે લગાડનાર સાઉન્ડ એક્ષ્પર્ટ છે કોણ?

સાઇન્સ માં ફક્ત એવું જ નથી હોઈતું કે ચશ્મા પહેરેલ વૈજ્ઞાનિકો મોટા મોટા મશીન માં શોધખોળ કર્યા કરે. કોઈ વાર એવો બનાવ પણ બની જાય છે જે તદ્દન રમૂજી હોય છે. સાઉન્ડ એંજીન્યરિંગ ને ધ્રૂજવી નાખનાર એક બનાવ બન્યો જે રમૂજી સાથે વિચારવાલાયક પણ હતો.

ટ્વિટર પર રીતસરનું યુધ્ધ ફાટી નીકળ્યું! કોર્પોરેટ ઓફિસો બે ભાગમાં વહેંચાઈ ગઈ. ઘરમાં પતિ-પત્ની અને તેમનાં બાળકો વચ્ચે મતમતાંતર થવા લાગ્યા! જેનું કારણ હતું, એક સામાન્ય ઓડિયો ક્લિપ, અને એ પણ ફક્ત ચાર સેક્ધડની! એમાં ફક્ત બે અવાજો સંભળાઈ રહ્યા હતાં યેન્ની, લૌરેલ! પરંતુ દરેકને નહીં! કોઇક વ્યક્તિને યેન્ની સંભળાય તો કોઇકને લૌરેલ. અમુકને તો એનાથી સાવ વિપરીત એટલે કે બંને અવાજો એકીસાથે સંભળાયા. કેટલાક એવા પણ હતાં જેને બે કલાક સુધી લૌરેલ સંભળાયું અને ત્યારબાદ યેન્ની!

હાઈસ્કુલમાં ભણતા ટીન્એજ વિદ્યાર્થી રોનાલ્ડ કેમરીએ રેડીટ નામના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પોતાના અકાઉન્ટમાં એક ઓડીયો ક્લિપ અપલોડ કરી, જે ક્લો ફેડમેન નામના યુ-ટ્યુબરના ધ્યાનમાં આવી

થયું એવું કે, હાઇ-સ્કૂલમાં ભણતાં ટીન-એજ વિદ્યાર્થી રોનાલ્ડ કેમરીએ રેડ્ડિટ નામનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનાં અકાઉન્ટમાં એક ઓડિયો ક્લિપ અપલોડ કરી, જે ક્લો ફેડમેન નામનાં યુટ્યુબરનાં ધ્યાનમાં આવી. એણે વળી આખી ક્લિપને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોરવર્ડ કરતાં લખ્યું કે, તમને શું સંભળાઈ રહ્યું છે.. યેન્ની કે લૌરેલ?

કલાકોની અંદર તો સોશિયલ મીડિયા પર યેન્ની અને લૌરેલનાં નામે તલવારો ખેંચાઈ ગઈ. જેને યેન્ની સંભળાતું એ લૌરેલવાળાની ટાંગ ખેંચતો અને સામેવાળો એનાથી ઉલ્ટું! કેમેય કરીને આ રહસ્ય ઉકલી નહોતું શકાતું કે શા માટે એક જ ક્લિપમાંથી દરેકને અલગ-અલગ શબ્દો સંભળાઈ રહ્યા છે? મીડિયાનાં માણસોને તો જાણે હોટ-ટોપિક મળી ગયો. ઉદ્યોગપતિઓથી માંડીને ટ્રમ્પ-ખાનદાન સુધીનાં તમામ લોકોનાં અભિપ્રાયો જાણવામાં આવ્યા. કોઇક શાણા વ્યક્તિએ સલાહ આપી કે સ્પીચ-સ્પેશ્યાલિસ્ટ પાસે ઓડિયો ક્લિપની જાંચ કરાવીએ તો કેવું?

મીડિયાને થયું કે ચાલો, આ પણ કરી લઈએ! (અમને તો ટીઆરપીથી મતલબ છે, બોસ!) વિશ્વનાં નામી પ્રોફેસર્સ અને વૈજ્ઞાનિકોનાં સંપર્ક સાધવામાં આવ્યા. દરેકનો મત એકસમાન નીકળ્યો! તેમનાં કહેવા મુજબ, બંને અવાજો સંભળાવા એ સાવ સ્વાભાવિક વાત છે કારણકે ક્લિપમાં બંને શબ્દો મૌજૂદ છે. ફર્ક છે ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિનો! આપણા કાન જુદી-જુદી આવૃત્તિઓ ધરાવતાં અવાજ સાંભળવા માટે ટેવાયેલા છે. યેન્ની-લૌરેલની ભિન્નતા પાછળ બે પ્રકારની ફ્રિકવન્સી કામ કરે છે. અગર તમે નીચી આવૃત્તિએ સાંભળવા ટેવાયેલા છો તો તમને લૌરેલ સંભળાશે. એ જ રીતે, ઉંચી આવૃત્તિએ સાંભળવા ટેવાયેલ વ્યક્તિને યેન્ની સાંભળવા મળશે. સાદી ભાષામાં કહેવું હોય તો, નીચી આવૃત્તિ એટલે લાઉડ-વોલ્યુમ અને ઉંચી આવૃત્તિ એટલે લોઅર-વોલ્યુમ! વૈજ્ઞાનિકોએ પણ આમ જ કર્યુ. તેમણે ચાર સેક્ધડની ઓડિયો ક્લિપમાંથી બે વખત ફ્રિકવન્સીની બાદબાકી કરી. પહેલી વખત તેમણે લોઅર-ફ્રિકવન્સી કાઢી નાંખી તો યેન્ની સંભળાયું. ત્યારબાદ, હાયર-ફ્રિકવન્સીની બાદબાકી થઈ તો લૌરેલ સાંભળવા મળ્યું. યુવાનોને લાઉડ-સ્પીકર પર સંગીત સાંભળવાની આદત હોય છે, જેથી મોટાભાગનો યુવાવર્ગ યેન્નીનો ચાહક બન્યો. જ્યારે વૃધ્ધ લોકોમાં લૌરેલ વધુ પ્રખ્યાત બન્યું.

અગર તમે નીચી આવૃત્તિએ સાંભળવા ટેવાયેલા છો તો તમને ‘લૌરેલ’ સંભળાશે, એજ રીતે, ઉંચી આવૃત્તિએ સાંભળવા ટેવાયેલ વ્યકિતને ‘યેન્ની’ સાંભળવા મળશે

ઇયરફોનનું ગણિત પણ પાછું સાવ અલગ! રોજબરોજ વાપરતાં હો એવા ઇયરફોનને કાનમાં નાંખી ઓડિયો-ક્લિપ સાંભળી જોજો. સાવ ધીમા વોલ્યુમ પર સર્વપ્રથમ તો તમને યેન્ની સંભળાશે. પછી જેમ જેમ વોલ્યુમ વધારતાં જશો એમ એમ યેન્નીને બદલે લૌરેલ શબ્દ વધુ સ્પષ્ટ થતો જશે. છે ને કમાલ? (તમે માનશો નહીં, યેન્ની-લૌરેલનો અવાજ સાંભળવામાં મારો પણ લગભગ પોણો દિવસ વેડફાઇ ગયો હતો!)

ધીરે-ધીરે તમામ ચર્ચાઓ પર અંત આવવા લાગ્યો હતો. લોકો પોતપોતાનાં કામે વળગી રહ્યા હતાં. એવા સમયે વળી એક નવું ગતકડું સામે આવ્યું. કોઇક મીડિયા ચેનલે યેન્ની-લૌરેલ ઓડિયો ક્લિપ માટે પોતાનો અવાજ આપનાર અમેરિકન શખ્સને ખોળી કાઢ્યા. બ્રોડ-વે થિયેટરમાં સંગીત અને અભિનય પર્ફોમન્સ આપતાં ન્યુ-જર્સી મૂળનાં 64 વર્ષીય ઉં. ઈબયિુ ઉંજ્ઞક્ષયત (જે. ઓબ્રે જોન્સ) બિચારા ઘડીભર તો હેબતાઈ ગયા. તેમણે તો કલ્પના પણ નહોતી કરી કે પોતાનાં અવાજે રેકોર્ડ થયેલ વોઇસ-ક્લિપ રાતોરાત દુનિયાભરમાં ફેલાઈ જશે!

ઉચ્ચારણ (પ્રોનાઉન્સેશન)માં ટ્રેઇનિંગ મેળવ્યા બાદ ઓબ્રે જોન્સે પુષ્કળ એડવર્ટાઇઝમેન્ટ અને ફિલ્મો માટે પોતાનો અવાજ આપ્યો. પોતાની ચાર સેક્ધડની ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ તેમણે કહ્યું કે આ ક્લિપ સાથે છેડખાની કરવામાં આવી છે! પોતે ક્યારેય યેન્ની શબ્દનું રેકોર્ડિંગ કર્યુ જ નથી. 2007ની સાલમાં જ્યારે તેમને એક અંગ્રેજી વેબસાઈટ (દજ્ઞભફબીહફિુ.ભજ્ઞળ) માટે શબ્દ-ભંડોળનાં ઉચ્ચારણ રેકોર્ડ કરવાની જવાબદારી સોંપાઈ ત્યારે તેમની સામે લૌરેલ શબ્દ પણ આવ્યો હતો. તેમણે છ મહિના સુધી આ અંગ્રેજી વેબસાઈટ માટે કુલ 36,000 શબ્દોનું રેકોર્ડિંગ કર્યુ. ત્યારબાદ, તેઓ હમણાં સુધી આ ટેપને ભૂલી ગયા હતાં. પરંતુ આજે જ્યારે ફરી આ ક્લિપ સાંભળી ત્યારે તેમાં કશુંક નવું લાગ્યું.

ઓનલાઇન રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. તેમને બરાબર યાદ છે એ દિવસ, જ્યારે તેમણે સ્ટુડિયોમાં લૌરેલ શબ્દનું રેકોર્ડિંગ કર્યુ હતું. એ સમયે કોઇ દુવિધા પેદા નહોતી થઈ. પરંતુ જ્યારે ઓડિયો ક્લિપ સાંભળી તો ખબર પડી કે કોઇક કારીગરે ક્લિપમાં યેન્નીનો હલ્કો અવાજ ઇન્સર્ટ કરી દીધો છે. જેનાં લીધે આખી મૂંઝવણ ઉભી થઈ છે. એટલે હવે જાણવાનું એ રહ્યું કે આખી દુનિયાને ધંધે લગાડનાર એ સાઉન્ડ એક્સપર્ટ આખરે છે કોણ!? સ્પીચ-થેરાપિસ્ટનાં કહેવા મુજબ, યેન્ની-લૌરેલનુ ક્ધફ્યુઝન પેદા થવાનું બીજું એક કારણ આપણું પોતાનું મન છે! મુખ્યત્વે, ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ આપણને કયો અવાજ સાંભળવા મળે છે એ જાણવાની તાલાવેલી જ આમાં અગત્યનો ભાગ ભજવે છે. શક્ય છે કે યેન્ની-લૌરેલ જેવા શબ્દોથી આપણે એટલા બધા પ્રભાવિત થઈ ગયા હોઇએ કે તેની સામે બીજો કોઇ નવો શબ્દ સંભળાવાની પોસિબ્લિટી જ ઓછી થઈ જાય. શ્રોતા-વ્યક્તિએ ઓડિયો ક્લિપ સાંભળતાં પહેલા અન્ય કોઇ મ્યુઝિક અથવા ફિલ્મ જોઇ હોય તો એની અસર પણ મગજ પર રહેલી હોય છે.

માણસનું મગજ સમજવાનાં ભરપૂર પ્રયાસો વચ્ચે તાજેતરમાં વાવાઝોડાની જેમ આવી ગયેલું આ યેન્ની-લૌરેલ પ્રકરણ વૈજ્ઞાનિકો માટે પ્રશ્નચિહ્ન છે. સામાન્ય ઓડિયો ક્લિપ માણસનાં મગજ માટે આટલી ગંભીર અને અસરકારક નીવડી શકે એ વાત જ પહેલા ગળે ઉતરે એવી નથી! દિવસે ને દિવસે માનવ-મગજ વિકાસ પામી રહ્યાનું વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે એવા સમયે આવા એકાદ-બે કિસ્સા સામે આવે ત્યારે સમજાય કે હજુ પણ બૌધ્ધિક સ્તર પર આપણે ઘણું ખેડાણ કરવાનું બાકી છે.

 વાઇરલ કરી દો ને

આજ ના સ્કૂલ ના છોકરાઓ તો સોશિયલ મીડિયા થી દુનિયા ધ્રૂજવી દે છે. અમે તો એ ઉમરે શેરીઓ માં ટાયર ફેરવતા હતા!
તથ્ય કોર્નર

હોરર મૂવી માં કોઈક વખત એવા સાઉન્ડ ઉમેરવા માં આવે છે જે આપણે સાંભળી શકતા નથી. પરંતુ આ સાઉન્ડ આપણે અનુભવી શકીએ છીએ.