અમિતાભ બચ્ચનનો આ પૌત્ર કોણ છે…?!!!

બોલીવૂડમાં સંબંધોની તાલાવેલીને કારણે અનેક અભિનેતા-અભિનેત્રી ચર્ચામાં રહેતાં હોય છે. કહેવાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપથી સંબંધો ગાઢ બને છે અને આ સંબંધો વચ્ચે તિરાડ પડતાં જરાય વાર લાગતી નથી. પરંતુ કિંગ ખાન અને બચ્ચન પરિવાર વચ્ચેનો સંબંધો અનેક દાયકા જૂનો અને ગાઢ છે. ખાસ કરીને જયા બચ્ચન અને શાહરૂખ ખાન વચ્ચે માતા-પુત્રનો સંબંધ છે. ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં શાહરૂખ ખાન અને જયા બચ્ચન વચ્ચે માતા-પુત્રના સંબંધો કેટલા ગાઢ હોય તે સ્ક્રીન પર જોવા મળ્યું હતું. ફિલ્મ સ્ક્રિન હોય કે રિયલ લાઇફ હોય જયા બચ્ચન અને શાહરૂખ ખાન વચ્ચે માતા-પુત્રના સંબંધો જોવા મળે છે. એક ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચને કહ્યું હતું કે શાહરૂખ ખાન તેના ઘરે હોય તો તેને થપ્પડ મારી દેત. જયા બચ્ચનના  આ નિવેદનને મીડિયામાં તોળી મરોડી રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ જયા બચ્ચને આ વાત સાથે કહ્યું હતું કે શાહરૂખ ખાનને તેનો પુત્ર ગણે છે, અને માતા-પુત્રમાં આવી વાત ચાલતી રહે છે.

મા-કાર્ડની મુદ્દત આ તારીખ સુધી લંબાવાઇ

જયા બચ્ચન શાહરૂખને થપ્પડ મારતાં મારતાં રહી ગઇ હતી…!

સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા દિગ્ગજ અભિનેતાઓ વચ્ચે કોઇ વાતને લઇને ઝઘડો થાય તેની ભારે ચર્ચા થાય છે. એક સમયે શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેની લડાઇ દરમિયાન શાહરૂખ ખાને સલમાનની કેટલીક એક્સ ગર્લફ્રેન્ડ અંગે કોમેન્ટ્સ કરી હતી. આ કોમેન્ટમાં એશ્વર્યા રાય બચ્ચનનું નામ પણ સામેલ હતું. શાહરૂખની આ કોમેન્ટ્સ સાંભળીને એશ્વર્યાની સાસુ અને એક્ટ્રેસ જયા બચ્ચન ખુબ જ નારાજ થઇ ગઇ હતી. જયા બચ્ચન એટલી હદે નારાજ થઇ ગઇ હતી કે તે શાહરૂખ ખાનને થપ્પડ મારવાની વાત જાહેરમાં કરી હતી.

શાહરૂખ ખાનને પુત્ર ગણે છે જયા બચ્ચન

જયા બચ્ચનને જ્યારે બાદમાં સલમાન-શાહરૂખની લડાઇ અંગે પુછવામાં આવ્યું કે શું તેઓ શાહરૂખથી નારાજ છે ત્યારે તેઓએ કહ્યું કે હા, ‘હું નારાજ છુ..શાહરૂખ સાથે આ વાતને લઇને વાત થશે નહીં પરંતુ જ્યારે પણ ભવિષ્યમાં તક મળશે તે જરૂર આ અંગે વાત કરશે’ વધુમાં જયા બચ્ચને કહ્યું કે જો શાહરૂખ ખાન તેના ઘરે હોત તો તેને થપ્પડ મારતી, એવી રીતે જેમ તે પોતાના પુત્રની સાથે વ્યવહાર કરે છે. જો કે બાદમાં જયા બચ્ચને કહ્યું કે મારો અને શાહરૂખનો સંબંધ ગાઢ છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

અમિભાત બચ્ચનનો પૌત્ર કોણ છે..?

બચ્ચન પરિવારની સાથે શાહરૂખની સારી બોન્ડિંગ છે. તેઓ અવાર નવાર તેમના ઘરે પાર્ટી અને ગેટ-ટુગેધર્સમાં સામેલ થતો રહે છે. થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી આરાધ્યાના જન્મ દિવસની પાર્ટીમાં શાહરૂખના પુત્ર અબરામનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પોસ્ટ કેપ્શનમાં તેઓએ લખ્યું કે ”…આ અબરામ છે,..શાહરૂખ ખાનનો નાનો પુત્ર..જે વિચારે છે,…વિશ્વાસ કરે છે અને મુંજવણમાં છે કે પિતાના પિતા છું…અને વિચારે છે કે પિતા તેમની સાથે કેમ રહેતાં નથી..”