Abtak Media Google News

આપણે જાણીએ છીએ કે આપણા દેશના આઝાદ કરવાના એવા આપણા મોહનદાસ કરમચંદ ગાંધી છે જેને આપણે મહાત્મા તરીકે ઓળખીએ છીએ પરંતુ આજે ઘણા લોકોને એ ખબર જ નથી કે મહાત્માને મહાન બનાવનાર વ્યક્તિ કોણ હતા. તે વ્યક્તિ હતા ‘ શ્રીમદ રાજચંદ્ર .’

શ્રીમદ રાજચંદ્ર જી નો જન્મ ૧૧ નવેમ્બર 1867ના રોજ થયો હતો. તેઓ મોરબી નજીક વાવનિયા ગામમાં રહેતા હતા . તેઓના પિતા નું નામ રવજીભાઈ અને તેમની માતાનું નામ દેવાબાય હતું. તેઓ બાળપણથી જ વૈષ્ણવ હિન્દુ હતા. ૮ વર્ષની ઉંમરે તેમણે કવિતા રચવાનું શરૂ કર્યું હતું.તેમણે નવ વર્ષની ઉંમરે રામાયણ અને મહાભારત પર શ્લોકો લખવાનું શરૂ કર્યા હતા.

શ્રીમદ રાજચંદ્ર એક યુગપુરુષ તરીકે ઓળખાતા હતા. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ગર્વ લેવા જેવી બાબત છે કે આવા મહાન પુરુષ નો જન્મ આપણે ત્યાં થયો છે. કે 7 વર્ષની ઉંમરે જ તેમને પોતાના વિચારો અને મનોમંથન થી સાત મરણ નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ ખૂબ જ જ્ઞાની હતા . તેમણે પોતાના મંથનથી અને ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત કરી હતી તેમાંની એક હતી તેની એક હતી સતાવધાની અતુલ્ય વિરલ શક્તિ. આ શક્તિ પ્રાપ્ત કરવા માટે ‘ સરસ્વતી’ નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમની આ અલૌકિક શક્તિ ની ચર્ચા દેશ-વિદેશમાં થવા લાગે લોકો જાણવા માંગતા હતા માટે યુરોપમાંથી આ પ્રયોગને દર્શાવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે લૌકિક કે સિદ્ધિઓનું અસ્વીકાર કરીને આત્મહિત ને પસંદ કર્યું. તેમને પ્રસિદ્ધિ પસંદ નહોતી તેમને ફક્ત લોકોનું હિત કેવી રીતે કરી શકાય તેમાં જ રસ હતો. આવા મહાન વ્યક્તિ કે જીવો વૈરાગ્યની જ વળગી રહેવા માંગતા હતા તેમના જીવનમાં એક અનપેક્ષિત વળાંક પણ આવ્યો તેમને ગૃહસ્થ જીવન અને વ્યવસાયમાં જોડાવવાનું પડ્યું. તેઓને 1887 માં રેવાશંકર જગજીવનદાસ મહેતા કે જેઓ ઝવેરી હતા તેમના મોટાભાઈ પોપટલાલ અને પુત્રી સાથે લગ્ન કર્યા હતા તેમને બે પુત્રો અને બે પુત્રીઓ હતી. તેમણે છ વર્ષ સુધી પોતાનો ગૃહસ્થ જીવન ચાલુ રાખ્યું અને તેઓ મોતી અને હીરાના વ્યવસાય માં રોકાયા હતા અને તેમાં તેઓ સફળ થયા.

1891માં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ હતી જ્યારે ગાંધીજીએ ધર્મની માયાજાળ જાળમાં ફસાયા હતા . ત્યારે તેઓ ઇચ્છે તો ગાંધીજીને જૈન ધર્મ અપનાવવાની સલાહ આપી શકતા હતા પરંતુ તેમણે ગાંધીજીને ખોટી સલાહ ન આપતા પોતાના જ ધર્મમાં ઊંડા ઊતરવાની સમજ આપી. જ્યારે ગાંધીજી આફ્રિકા ગયા હતા ત્યારે તેમને તેમના ગુરુની ખૂબ જ જરૂર હતી ત્યારે પણ શ્રીમદ રાજચંદ્રજી એ કહેલું હતું કે આપણી પત્ર વ્યવહારથી વાત કરીશું. 7-8 વર્ષોમાં ૨૦૦ જેટલા પત્રો દ્વારા ગાંધીજી પોતાના પ્રશ્નો દર્શાવીને અને તેમને ગુરુ રાજચંદ્ર છીએ તે પ્રશ્નોના બુદ્ધિ જનક ઉત્તર આપ્યા હતા. ગાંધીજીને પોતાનું જીવન અહિંસામય બનાવવા માટે અને જીવનમાં ઉચ્ચ ધ્યેયપ્રાપ્ત કરવા માટે રાજચંદ્ર જી પાસેથી જ પ્રેરણા મળી હતી. આથી જ તેઓ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાયા હતા.

તેઓ એટલા બધા મહાન વ્યક્તિ હતા કે તેમને ૧૮૯૦માં ઉતરાંસદ્ ખાતે પહેલીવાર આત્મ- સાક્ષાત્કારનો અનુભવ થયો હતો. જ્યાં તેઓ તળાવ નજીક કેરીના ઝાડ નીચે ધ્યાન કરી રહ્યા હતા તે ઝાડ તો અસ્તિત્વ નથી પરંતુ ત્યાં તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમના શિક્ષણના સીધી અસર અહિંસાના દર્શન તરફ વળી હતી શ્રીમદ રાજચંદ્રજી સત્ય અને અહિંસાના અગ્રણી હતા. ગાંધીજીને પણ સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાની સલાહ રાજચંદ્રજી પાસેથી મળી હશે.

આગળના વર્ષોમાં તેને વૈષ્ણવ ધર્મ માં દીક્ષા લીધી હતી અને તેનું નામ રામજી દાસ રાખ્યું હતું. તેમણે ભારતીય ધર્મના અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું હતું અને પાછળથી તેમણે જૈન ધર્મની પસંદગી કરી હતી પરંતુ તેઓ માનતા હતા કે મુક્તિનો માર્ગ જ શ્રેષ્ઠ છે. મુક્તિના માર્ગની વળગી રહેવા માટે તેઓ ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હતા. તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા અને ભાષણ વિવિધ આકૃતિઓ પર પણ વિચાર કરતા હતા.

તેમના જીવનનાં અંતિમ વર્ષોમાં આંતરિક નબળાઈ સિવાય મૃત્યુનો કોઈ વિશિષ્ટ કારણ ઓળખાયું નથી. 9 એપ્રિલ 1901ના રોજ આપણા આવા મહાન સંત શ્રી રાજકોટમાં તેમના પરિવાર મિત્રો અને શિષ્ય દ્વારા ઘેરાયેલા હતા ત્યારે તેમનું અવસાન થયું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર એ વૈશ્વિક ચળવળ છે જે શ્રીમદ રાજચંદ્રજી માટે ચલાવવામાં આવે છે .આ ચળવળમાં સાધકોના આધ્યાત્મિક વિકાસનો વધારવા તેમજ સમાજને લાભ મળે સમાજ સુખી થાય વિદ્યાર્થીઓને લાભ મળે લોકોના કષ્ટો દૂર થાય તેના માટે આ સંસ્થા કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.