કોણ બનશે લંકાનો શેર ? કોહલી-રોહિતની ગેરહાજરીમાં આ નામ કેપ્નટશિપ માટે ચર્ચામાં

0
227

ભારતીય ક્રિકેટ ટીમ  આગામી જૂન માસમાં ઇંગ્લેંડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમવાની છે. ટીમ ઇન્ડીયા જુલાઇ માસમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે.

ભારતીય ક્રિકેટ ટીમ આગામી જૂન માસમાં ઇંગ્લેંડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમવાની છે. ટીમ ઇન્ડીયા જુલાઇ માસમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે.આ દરમ્યાન વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ કોણ સંભાળશે તે ચર્ચા ખૂબ જ જાગી ઉઠી છે. બીસીસીઆઈના સૂત્રએ સમાચાર સંસ્થા સમક્ષ જણાવ્યુ હતુ કે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઇ શક્યુ કે, શ્રેયસ ઐયર પુરી રીતે ઇજાથી સ્વસ્થ થયો છે કે નહી. તે શ્રીલંકા ના પ્રવાસ માટે જવા ફિટ થઇ જશે કે કેમ? સામાન્ય રીતે જે પ્રકારની સર્જરી થઇ છે, તેના બાદ આરામ અને રિહૈબ અને તાલીમ કરીને પરત ફરવા સુધીમાં ઓછામાં ઓછા ચારેક મહિના નો સમય પસાર થઇ શકે છે.

આગળ એ પણ કહ્યુ હતુ કે, જો શ્રેયસ ઐયર ઉપલબ્ધ થઇ શકે છે તો, તે કેપ્ટન તરીકે પ્રથમ પસંદ બની શકે છે. શિખર ધવનની બંને આઇપીએલ સારી રહી છે. તે સૌથી સિનીયર ખેલાડીમાં પણ હશે, જે પસંદગી માટે ઉપલબ્ધ હશે. તે પણ ખૂબ મોટો દાવેદાર હશે. સાથે જ તેણે પાછળના આઠેક મહીનામાં ભારતીય ટીમ માટે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ છે. હાર્દીક પંડ્યા ને લઇને કહ્યુ હતુ કે, હા, હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડીયન્સ માટે બોલીંગ નથી કરી રહ્યો અને તે ભારતીય ટીમ માટે પણ તે બોલીંગ નથી કરી રહ્યો. આમ પણ તે એક ખેલાડી છે જે એક્સ ફેક્ટર લાવે છે. તે પણ એક ઉપલબ્ધ વિકલ્પ હોઇ શકે છે. પ્રદર્શનની રીતે જોવામાં આવે તો, તેની સાથે રમનારાઓના રીતે તે અલગ છાપ છોડવામાં સફળ રહે છે. આમ પણ કોણ જાણે છે કે, વધારે જવાબદારી તેની અંદર થી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવી શકવામાં સક્ષમ નીવડી શકે છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here