Abtak Media Google News

મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મતદારો ઉમટી પડતા હોય છે આ વખતે ‘પેટર્ન’ બદલાઇ શહેરોમાં ‘સવાર’ મતદાન સાથે શરૂ થઇ

રાજકોટની ચારેય બેઠક સહિત સૌરાષ્ટ્રની 54 બેઠકો પર આજે સવારથી મતદારો જે પ્રકારની ‘પેટન’ થી મતદાન કરી રહ્યાં છે. એ જોતા સાંજ પાંચ વાગ્યા સુધી આવો જ ઉત્સાહ જળવાઇ રહેશે તો 70 ટકાની ઉપર મતદાન થવાની ગણતરીઓ રાજકીય વિશ્ર્લેષકો કરી રહ્યાં છે.

2017માં વિધાનસભાની ચુંટણીમાં 69.1 ટકા મતદાન થયું હતું. એ વખતે કોંગ્રેસને 16 બેઠક વધુ મળી હતી જયારે ભારતીય જનતા પાર્ટીની 1પ થી 16 બેઠક ઘટી હતી.

2012 કરતા 2017માં ભારતીય જનતા પાર્ટીને 49.05 ટકા અને કોંગ્રેસને 41.44 ટકા મત મળ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીને બહુમતિ માટે 9ર બેઠકની જરુર હતી તેની સામે 99 બેઠક મળી હતી.આ વખતે જો 70 ટકાની ઉપર મતદાન થાય તો ગત વર્ષની સરખામણીમાં ભાજપની બેઠકો વધશે, કોંગ્રેસની ઘટશે અને ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી જે પણ બેઠક મેળવશે તેનું નુકશાન કોંગ્રેસને વધુ થાય તેવી શકયતા છે.

સામાનય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સમયે થતું મતદાન ધીંગુ હોય છે, ગ્રામ્ય પ્રજાની જીવનશૈલી પ્રમાણે મોટાભાગના મતદારો સવારે જ મતાધિકાર નીભાવી લેતા હોય છે.

તેની સામે શહેરી વિસ્તારમાં આ વખતે સવારથી મતદાન મથકો પર કતાર લાગી હતી અને સૌથી પહેલું કામ મતદાન આપવાનું કર્યા બાદ જ બાકીના કામ આગળ વધારવા તેવું નકકી કરી લીધું હોય તેવું જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.