એમેઝોન V/S રિલાયન્સના ટ્રેડ વોરમાં કોણ કોને મહાત આપશે ?

ભારતની રિટેલ બજાર માર્કેટ સર કરવા બે મોટા માથાઓનો જંગ જામ્યો: ગ્રાહકોના ઘર-ઘર સુધી પહોંચવા માટે એમેઝોન, રિલાયન્સ વચ્ચે સ્પર્ધા રોચક

ભારતના રિટેલ બજારને સર કરવા અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે રિલાયન્સ અને એમેઝોન વચ્ચે કાનૂની અને વાસ્તવિક રીટેલ બજાર માટે દ્વંદ યુદ્ધ

ભારતનું રિટેલ બજાર વિશ્ર્વના સૌથી મોટા બજાર પૈકીનું એક છે જેને સર કરવા માટે વિશ્ર્વની ટોચની કંપની એમેઝોન અને ભારતની માંધાતા રિલાયન્સ વચ્ચે હોડ જામી છે. આ સ્પર્ધા છેક કોર્ટના દ્વારે પહોંચ્યા બાદ વધુ ગાઢ બનશે તેવી ધારણા છે. સામાન્ય રીતે એમેઝોને અત્યાર સુધીમાં અનેક કંપનીઓને વૈશ્ર્વિક બજારમાં હંફાવી દીધી છે. સામાપક્ષે રિલાયન્સ પણ ભારતીય બજારને પારખવામાં માહેર રહ્યું છે. ત્યારે આ ટ્રેડ વોરમાં કોણ કોને મહાત આપશે તે તો ભવિષ્ય જ કહેશે.

વિશ્ર્વની તમામ મલ્ટીનેશનલ કંપનીઓ માટે ભારતની રિટેલ બજાર મોસાળે જમણ અને માં પીરસ્નાર જેવું હોય છે ત્યારે મલ્ટીનેશનલ કંપની એમેઝોન અને મુકેશ અંબાણીની રિલાયન્સ વચ્ચે ભારતની બજાર સર કરવા અને ફયુચર ગ્રુપ હસ્તાંતરીત કરવા માટેની જામેલી કાનૂની લડાઈમાં એમેઝોન રિલાયન્સને હંફાવવા માટે મેદાને ઉતરી છે. ભારતના સૌથી મોટા ધનપતિ મુકેશ અંબાણીના 12,000 સ્ટોર અને ફયુચર ગ્રુપ પરના અધિકારને લઈને એમેઝોન હવે રિલાયન્સને ભરી પીવા માટે દરવાજે-દરવાજે એટલે કે, ઘર-ઘર સુધી પોતાનો વ્યાપ વધારશે.

જો ગયા વર્ષે કંઈક અસામાન્ય બન્યું ન હોત તો વર્ષોથી સંઘર્ષમય રીતે બે બાળકોની માતા તરીકેની જવાબદારી ઉઠાવતી જયશ્રી હોલકરની સંઘર્ષ ગાથા સર્જાઈ ન હોત. કપડા સીવવાના એક જ મશીન સાથેની દુકાન હવે માતબર ચેનની એક ભાગ બની ગઈ છે. જયશ્રી હોલકરનું નામ તો લાખો નાના ધંધાર્થીઓમાંથી એક છે જે ભારતમાં પોતાનો વ્યવસાય સંઘર્ષમય રીતે ટકાવી રાખવા મહેનત કરી રહ્યું છે.

ભારતની રિટેલ બજારનું કદ વિશાળ ફલક પર આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાત્કાલીક ધોરણે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારે માહી ટેલરીંગ સેન્ટર ઈંદૌર માટે આ દિવસ મહત્વનો બની રહ્યો હતો. આ દિવસે માહી વિશ્ર્વના સૌથી ધનીક અને 7000 માઈલ દૂર ઉભી થયેલી કંપનીની ભાગ બની જશે. હોલકર પોતાના ધંધામાં મહામારી દરમિયાન ભારે સંઘર્ષથી દિવસો પસાર કરી રહી હતી. તેના માટે દુકાનનું ભાડુ અને સ્કૂલની ફી ચૂકવવાના પણ પૈસા નહોતા ત્યારે તેને બેજોસની એમેઝોન ડોટ કોમનો સહારો મળ્યો.

વિશ્ર્વના સૌથી મોટા રિટેલ નેટવર્ક અને એમેજોનના માલીક દ્વારા કોવિડ-19ની મહામારી દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા હોલકર જેવા અનેક નાના ધંધાર્થીઓને પોતાની એમેઝોન નેટવર્કમાં જોડી દીધા અને જરૂરતમંદ નાના ધંધાર્થીઓની દુકાનના દરવાજે જઈ તેમનો હાથ પકડી લીધો. હોલકર જણાવે છે કે, જો એમેઝોને પોતાનો હાથ ન પકડ્યો હોત તો તે મહામારીના એક-એક દિવસો પસાર કરવા અસમર્થ હોત.

એમેઝોન એટલે અમેરિકાથી ભારત સુધી વિસ્તૃત થયેલી કંપનીમાં માટે ફયુચર ગ્રુપ અને મુકેશ અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મર્જર અંગે જે નિર્ણય આવ્યો હતો. જેમાં ભારતના સૌથી સમૃધ્ધ અને ધનાઢય પાસે 12000 જેટલા આઉટલેટનું નેટવર્ક છે તે રિલાયન્સ પાસે હાલમાં પણ 75 ટકા જેટલું માર્કેટ શેર ઉભુ છે ત્યારે ભારતમાં રિટેલ બજાર સર કરવા અત્યારે રિલાયન્સ અને એમેઝોન વચ્ચે ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ છે. ભારતમાં એમેઝોનને વિશાળ તક દેખાઈ રહી છે. ફયુચરની મર્જરની પરિસ્થિતિને લઈને રિલાયન્સને ભરી પીવા એમેઝોન સક્રિય રીતે મહેનત કરી રહ્યું છે. ભારતની વિશાળ રિટેલ બજાર સર કરવા માટે બેજોસ અને અંબાણી વચ્ચે શરૂ થયેલી ફયુચર ગ્રુપના કાનૂની વિવાદમાં બન્ને ઔદ્યોગીક જૂથ પોતાને ભરી પીવા માટે સક્રિય બન્યા છે ત્યારે એમેઝોન રિલાયન્સના ઘર આંગણે આવી તેને મોટી ટક્કર આપી રહી છે.