Abtak Media Google News

આજે નાતાલ  તો દરેક નાતાલના તહેવાર અમુક રંગો ખાસ કરીને જોવા મળે છે. ત્યારે આ તહેવારની  તૈયારી અનેક  રીતે જોવામાં મળતી હોય સાથે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળે છે.  ક્યાક સંતાક્લોસના કપડાં તો ક્યાક ક્રિસમસ ટ્રી આવી અનેક વસ્તુ આ તહેવાર પૂર્વે બજારમાં જોવા મળે છે. ત્યારે જ્યારે નાતાલનો તહેવાર આવે તો તેની દરેક વસ્તુમાં સૌને માત્ર ત્રણ રંગો જોવા મળે છે. જેમાં મુખ્યત્વે રીતે લાલ સોનેરી અને લીલો રંગ દરેક વસ્તુમાં ક્યાક દેખાય જાય છે. તો શું હોય છે માત્ર આ ત્રણ રંગોનું ખાસ મહત્વ નાતાલ સાથે ? શું તમે આ વિષે જાણો છો ?

ત્યારે દરેક નાતાલમાં અનેક રીતે ઉજવણી થતી હોય છે. જેમાં દરેક જગ્યાએ અલગ-અલગ રીતે પાર્ટી થતી હોય છે. તેમાં મુખ્ય રીતે થીમ ગોઠવામાં આવતી હોય છે. જેમાં લાલ અને સફેદ ડ્રેસ કોડ જોવા મળે છે. જ્યારે નાતાલ આવે તો તેની ઉજવણી ઇસુના જન્મ દિવસ નિમિતે થતી હોય છે. જેમાં દરેક બાળકો માટે ખૂબ જ પ્રખ્યાત સંતાક્લોસ યાદ આવે જેને યાદ આવતા તેનું પણ લાલ અને સફેદ ડ્રેસિંગ સૌ કોઈને નાતાલ નિમિતે યાદ આવે છે.  તો નાતાલમાં જ શું કામ હોય છે આ રંગોની ઉજવણી તેના વિશે જાણો.

Red Christmas Balls Photo Free

સૌ પ્રથમ લાલ રંગ આ રંગ પ્રેમનો પ્રતિક છે. સાથે આ રંગ ભગવાન ઇસુના લોહીના રંગનું પ્રતિક પણ છે. તેઓએ લોકોમાં કોઈ શરત વગર પોતાના પુત્ર તરીકે માનતા હતા. આ રંગ મુખ્ય રીતે માનવતાનો રંગ પણ કહેવાય છે. સાથે આ રંગ તે દરેકને પ્રેમ સાથે ખુશી પણ અપાવે છે. કારણ પ્રેમ જ્યાં પણ હોય ત્યારે દરેકન એપોતાની ખુશી અને આનંદનું સરનામું મળી જતું જ હોય છે.

553821

ત્યારબાદ સોનેરી રંગ આ રંગ મુખ્ય રીતે પ્રકાશ,ડાહપણનો ગણવામાં આવે છે. ત્યારે આ સોનેરી રંગ તે ઝળહળતા માટેનો એક રંગ છે. ત્યારે જ્યારે ભગવાન ઇસુનો જન્મ થયો ત્યારે ત્રીજા રાજા જે આવ્યા હતા તેમણે સોનું ઉપહારમાં આપ્યું હતું. ત્યારે ભગવાનને પોતાના મરિયમ ગરીબ પુત્રના જન્મ માટે પસંદ કર્યા હતા. આ એવું સ્પષ્ટપણે દર્શાવે છે કે ભગવાન સામે ક્યારેય કોઈ ભેદભાવ હોતો નથી. ત્યારે આ ઘટના ભગવાન દ્વારા માનુષ્યને આપેલી હતી.

Photo 1575548808160 Eee41F4D9112

દરેક નાતાલમાં ક્રિસમસ ટ્રી હોય છે તે લીલા રંગનું હોય છે. લીલો રંગ તે નવીકરણ,તાજગી તેમજ પ્રકૃતિ સાથે જોડાયેલ છે. ત્યારે લીલો રંગ વૃક્ષ અને રોપા સાથે જોડાયેલ છે. ગમે એટલી ઠંડીમાં તે પોતે અડગ ઊભું રહે છે. ત્યારે ખ્રિસ્તી ધર્મમાં એવું માનવમાં આવે છે કે લીલો રંગ પ્રભું ઇસુના શાશ્વત જીવનનું પ્રતિક છે. ત્યારે સૌ કોઈ એ વાત જાણે છે કે ભગવાન ઈસુને બળજબરી પૂર્વક મારી નાખવામાં આવ્યા હતા,પરંતુ આજે તો પણ તેઓ સૌના દિલમાં જીવિત છે. આથી લીલો રંગનો અર્થ જીવન પણ કહી શકાય છે.

તો આ હતા નાતાલના મુખ્ય રંગો જે સૌ કોઈએ નાતાલ પહેલા જોયા હશે. પણ તેનું મહત્વ કઈક આવી રીતનું છે. આથી નાતાલમાં આ રંગોનો સમાવેશ થાય છે.

7537D2F3 19

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.