શા માટે ભારતીયોમાં એપ્લિકેશન્સનો ક્રેઝ વધ્યો?

એપ ડાઉનલોડમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે: એપ બેઇઝ ખરીદી કરનારાઓની સંખ્યા વધી

ઘેર બેઠા મોબાઇલનાં સ્ક્રીન ઉપર ફોટા જોઇને એક ક્લિક મારફતે પોતાની શોપિંગ કરનારાઓની સંખ્યા ભારતમાં દિવસ-રાત વધી રહી છે. માત્ર મોટા શહેરો જ નહીં ટાયર-ટુ અને ટાયર-થ્રી શહેરોમાં પણ મોટા-મોટા શોપિંગ મોલ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરનાં સંચાલકો મસ મોટા મુડીરોકાણ અને સ્ટાફ સાથે ધંધો માંડીને બેઠા છે અને  મંદીની બુમરાણ વચ્ચે નફો તો ઠીક પણ ઘણી જગ્યાઐ ઘરનાં રૂપિયા તોડીને ધંધા બંધ કરી રહ્યા છે. જેના માટે બદલાતી પેઢી અને તેની સાથે બદલાતી દુનિયા જવાબદાર છે.

ખાસ કરીને કોવિડ-19 નાં સમયમાં લોકોને ઘરમાં બેસીને કામ કરવા ઉપરાંત ખરીદી કરવાની જે મજબુરી સહન કરવી પડી હતી તે આજે આદત બની રહી છે. હાલમાં જ આવેલા ચોંકાવનારા આંકડા જણાવે છે કે મોબાઇલ ઍપનાં ડાઉનલોડમાં ભારત વિશ્વનાં પાંચ ટકા હિસ્સા સાથે વિશ્વમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. બેશક હજુ ચીન વિશ્વનાં પ્રથમ ક્રમાંકે યથાવત છે. એમાંયે શોપિંગ ઍપ ડાઉનલોડ કરીને ઓનલાઇન શોપિંગ કરનારા લોકોની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સાથે જ ભારત શોપિંગ ઍપ ડાઉન લોડ કરવાનાં મામલે 2022 માં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

ઍપ ડાઉનલોડ કરવાની સાથે ખરીદીમાં પણ વિશેષ વધારો જોવા મળ્યો છે. ડેટા ડોટ મોબાઇલ કંપનીનાં અહેવાલ સ્ટેટ ઓફ મોબાઇલ 2023 માં જણાવાયું છે કે વર્ષ 2022 માં શોપિંગ ઍપ ઉપર ભારતીયોઐ 8.70 અબજ કલાક વિતાવ્યા છે. જે 2019 ના વર્ષમાં માંડ 4.60 અબજ કલાક હતા. મતલબ કેશોપિંગ ઍપ ઉપર સમય વિતાવનારા ભારતીયોની સંખ્યા ત્રણ વર્ષમાં લગભગ બમણી થઇ છે. સંકેત સાફ છે કે ઓનલાઇન ખરીદીનું ચલણ વધી રહ્યું છે.  વિશ્વમાં લોકોએ ઓપિંગ ઍપ પાછળ 110 અબજ કલાક વિતાવ્યા છે.

આંકડા બોલે છૈ કે 2021 માં ભારતીયોઐ 7.5 અબજ કલાક શોપિંગ ઍપ પાછળ વિતાવ્યા હતા જે 2022 માં 16 ટકા જેટલો વધારો દેખાડે છે. બેશક 2020 ની તુલનાએ 2021 માં જે વધારો જોવા મળ્યો હતો તેના કરતા 2022માં ટકાવારી થોડી ઓછી આવી છૈ પણ સાથે જ લોકડાઉનનો સમયગાળો, અને વધતા આંકડાને ટકાવારી સાથે સરખાવીએ તો સપષ્ટ જણાય છૈ કે ભારતની યુવા પેઢી ઇ-કોમર્સનાં રંગે રંગાઇ રહી છે. વૈશ્વિક બજારમાં ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના તથા ભારત હાલમાં ઍપ ડાઉનલોડ અને ઇકોમર્સ માર્કેટ માટે હોટ ફેવરિટ ગણાય છે.

હા, ભારતીયો કોસ્ટ ઉપર બારિક નજર રાખનારા છે, તેથી 2022 માં સ્થાનિક ઍપ સૌથી વધારે ડાઉનલોડ થયા છે. શોપ્સી, મેસ્સો ઉપરાંત ફ્લિપકાર્ટ, એમેઝોન ટાટા ન્યુ,  જેવા ઘણા ઍપ ભારતીય યુવા પેઢીનાં મોબાઇલ સ્ક્રીન ઉપર મોસ્ટ ઓપરેટેડ ઍપ્સમં સ્થાન પામી ચુક્યા છે. એમાંયે વળી દિવાળી, નવરાત્રી કે પ્રજાસત્તાક દિન જેવા તહેવારોમાં જે ફેસ્ટિવ ઓફર આવતી હોય છે તેમાં આ બધા ઍપ્સની વિઝટિ નેક ગણી વધી જતી હોય છૈ.

2020 માં રિટેલરોનાં ઍપ્સ સૌથી વધારે ચર્ચામાં હતાં. તેથી જ 2020 માં રિટેલરોના એપ્સ ડાઉનલોડ કરનારાઓની સંખ્યામાં 43 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ 2022 મા મોટાભાગનો સમય દયકાનો ખુલ્લી રહી હતી, કારોબાર ઉપર કોઇ પતિબંધો નહોતા આમછતાં લોકોને ઍપ દ્વારા ખરીદી કરવાની એક આદત પડી ગઇ છે. ખાસ કરીને ઇકોમર્સમાં વખતોવખત આવતી સ્કીમો ઉપર ગ્રાહકો વિશેષ નજર રાખે છે. 2022 માં કુપન, રિવોર્ડ તથા સ્કીમ ડાઉનલોડ કરનારાઓની સંખ્યામાં 27 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

વિતેલા વર્ષમાં ભારતમાં પ્રતિ દિન પ્રત્યેક ગ્રાહકે આશરે 4.90 કલાક શોપિંગ ઍપ ઉપર વિતાવ્યા હોવાનું જાણવા મળે છે. એક જ વર્ષમાં ભારતીયોઐ 28 અબજ ઍપ ડાઉનલોડ કર્યા છે.વિશ્વમાં ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, સાઉદી અરેબિયા, સિંગાપોર તથા દ.ક્ષિણ કોરિયા ટોપ પાંચ દેશો છૈ જ્યાં પ્રત્યેક નાગરિકે 2022 માં સરેરાશ દૈનિક પાંચ કલાક ઍપ્સ ઉપર ગાળ્યા છે જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા તથા મેક્સિકો 4.90 કલાક સાથે છઠ્ઠા ક્રમે રહ્યા છે. વિશ્લેષકોના અંદાજ પ્રમાણે 2030 સુધીમાં ભારતમાં 1.30 અબજ ઇન્ટરનેટ યુઝર્સ હશૈ અને મોબાઇલનો દૈનિક સરેરાશ ઉપયોગ લોકો 4.70 કલાકનો કરતા હશે.