Abtak Media Google News

તબીબી ક્ષેત્રે માનવીએ ઘણા બધા સંશોધનો કર્યા છે. જે રોગ પહેલા જીવલેણ સાબિત થતો, આજે તે રોગ સામાન્ય ગણાય છે. આ પાછળ મહત્વનો ફાળો છે તબીબી ક્ષેત્રનો. આપણે ઘણી બધી વાર વાંચીયે છીએ કે આ બીમારી ના ઈલાજ માટે આજે પરીક્ષણ કરવામાં આવ્યું. આ બધા પરીક્ષાનોમાં મોટા ભાગના પ્રયોગો ઉંદર પર કરવામાં આવે છે. આ બાબત વિચારવા જેવી છે કે, મોટા ભાગના પ્રયોગો ઉંદર પર જ કેમ કરવામાં આવે છે.

આ પરીક્ષાનો ઉંદરમાં કરવા પાછળનું મહત્વનું કારણ એ છે કે, ઉંદર એક એવું જીવ છે કે, જેની અને મનુષ્યની ઘણી બધી ક્રિયાઓ એક સમાન હોય છે. બીજું એ કે ઉંદર કોઈ પણ વાતાવરણમાં ખુબ જ ઝડપીથી પોતાને એ મુજબ અનુકૂળ બનાવી લે છે. અને ઉંદર કદમાં ખુબ નાના હોવાથી તેને સાચવવામાં પણ સરળતા રહે છે.

વૈજ્ઞાનિકોના મતે સંશોધન દરમિયાન ઉંદરો શાંત અને સ્થિર રહે છે. આ કારણથી તેમની સાથે પ્રયોગ કરવો સરળ રહે છે. તબીબી પરીક્ષણમાં ઉંદર પર પ્રયોગ કરવાનું એક કારણ એ પણ છે કે, તેના જેનેટિક્સ, અને બાયોલોજિકલ સબંધી લક્ષણો માણસ સાથે મેચ થવા મહત્વપૂર્ણ છે, જે ઉંદર સાથે કરવામાં આવેલા પ્રયોગમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે.

ઉંદર પર પરીક્ષણ 100 વર્ષ પહેલાથી શરૂ થયું

ઉંદરો પર પ્રયોગ કરવાનું આજકાલનું નથી. આ પરીક્ષણ તો 100 વર્ષ પહેલાથી શરૂ કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશન ઓફ બાયોમેડિકેલ રિસર્ચ (FBR) અનુસાર, અન્ય પ્રાણીઓ પર સંશોધન કરવા કરતા ઉંદરો પર સંશોધન કરવું સરળ છે. એટલા માટે જ પરીક્ષણ કરવામાં સૌથી પહેલા ઉંદરની પસંદી કરવામાં આવે છે.

આ બીમારીઓના ઈલાજ માટે ઉંદરો પર પ્રયોગો કરવામાં આવતા હતા

ઘણી બધી બીમારીઓના ઈલાજ માટે ઉંદર પર સફળ પરીક્ષાનો કરવામાં આવ્યા છે. જેમાં ડાયાબિટીઝ, હાયપરટેન્શન, કેન્સર, હાર્ટ એટેક, એઇડ્સ, અલ્ઝાઇમર રોગનો સમાવેશ થાય છે. આ સિવાય, કોઈ બીજી બીમારીનો દવા અથવા રસી સૌથી પહેલા ઉંદર પર અજમાવવામાં આવે છે. જો તેમાં સફળતા મળે તો પછી તેના બીજા પરીક્ષણો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.