Abtak Media Google News

આપણા દેશનું બંધારણ બધા લોકોને સમાનતાની નઝરે રાખી ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું. બંધારણમાં દરેક લોકોને સમાનતા, સ્વતંત્રતા, જેવા મૂળભૂત હકો આપેલા છે. આ સાથે જે સમયે બંધારણની રચના કરવામાં આવી ત્યારે જે લોકો આર્થિક પછાત, અથવા જે લોકો પાસે જીવન જરુરુયાત વસ્તુ માટે પણ સંઘર્ષ કરવો પડે તેવા લોકો માટે એક અનેક જોગવાય કરવામાં આવી હતી.

ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોમાં ભણતરનું પ્રમાણ નહીવત જોવા મળે છે. તેથી જ આવા ગરીબ લોકના બાળકો વધુ અને સારું શિક્ષણ મેળવે એના માટે સરકાર દ્વારા શિષ્યવૃતિની જોગવાય કરવામાં આવી છે. શિષ્યવૃતિ માટે તમારા પરિવારની વાર્ષિક અવાક 1 લાખ(ઉદાહરણ તરીકે) કરતા ઓછી છે, તો ગામ પંચાયતનો દાખલો બતાવી તમે શિષ્યવૃતિ મેળવી શકો છો.

શિષ્યવૃતિ એક પ્રકારની જ હોતી નથી. તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ સાથે ઉંચા ભણતર માટે, વિદેશ અભ્યાસ માટે પણ સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે.

શિષ્યવૃતિ આપવા પાછળનો મુખ્ય ઉદેશ્ય

શિષ્યવૃતિ આપવા પાછળનો મુખ્ય ઉદેશ છે કે, કોઈ પણ બાળક અભણ ના રેહવું જોયે. ખાસ કરીને જે લોકો સારું એવું શિક્ષણ મેળવી શકવા સક્ષમ છે, પણ આર્થિક રીતે ટેકો ના મળતા તે લોકો શિક્ષણથી વંચિત રહે છે. તેવા લોકોને ધ્યાનમાં રાખી ને શિષ્યવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોટી, કપડાં, મકાન સાથે આજના યુગમાં શિક્ષણ પણ એક જીવન જરૂરિયાત બની ગઈ છે. આ જરૂરિયાત દેશમાં રહેતો કોઈ પણ જ્ઞાતિ, સમાજ કે વર્ગનો માણસ હોય તે મેળવી શકે તેવા ઉદેશ્યથી શિષ્યવૃતિ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.