આયુર્વેદિક યુનિ.ના નિવૃત આરોગ્ય કર્મચારીઓ કેમ આકરા પાણીએ ?

ખ્યાતનામ ગુજરાત આયુર્વેદિક યુનિર્વસિટીમાં ફરજ બજાવ્યા બાદ વય મર્યાદાના કારણે નિવૃત થયેલા વર્ગ 1થી 4ના કર્મચારીઓને પેન્શન સહિત મળવાપાત્ર હક્ક, હિસ્સા ન અપાતા આરોગ્ય કર્મીઓમાં આક્રોશનો જવાળા ભભૂકયો છે. તેવામાં  ઉષાબેન ટાંકે કલેકટરનો લેખિત રજૂઆત કરી પેન્શન તથા મળવાપાત્ર હક્ક, હિસ્સા ન આપી શકો તો ઇચ્છા મૃત્યુની પરવાનગી આપો તેવી માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વિશ્વ વિખ્યાત ગુજરાત આયુર્વેદિક યુનિર્વસિટીમાં આશરે 30થી 33 વર્ષ સુધી નોકરી કર્યા બાદ વય મર્યાદાના કારણે નિવૃત થયેલા વર્ગ 1થી 4ના આરોગ્ય કર્મચારીઓને પેન્શન, ઉપરાંત મળવાપાત્ર હક્ક, હિસ્સા ચૂકવવામાં ધાંધિયા કરતા હોવાથી  ઉષાબેન નટવરલાલ ટાંકે કલેકટરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું કે, જો અમારા મળવાપાત્ર હક્ક, હિસ્સા ચૂકવવામાં ધાંધિયા કરાતા હોવાથી જામનગરના ઉષાબેન નટવરલાલ ટાંકે કલેકટરને રજૂઆત કરી છે.

જેમાં જણાવ્યું કે, જો અમારા મળવાપાત્ર હક્ક, હિસ્સા અને પેન્શન ન ચૂકવી શકો તો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલ તથા રાજ્યપાલ પાસેથી મને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે, વધુમાં હાલની સ્થિતિએ નિવૃત આરોગ્ય કર્મચારીઓ એક પણ રૂપિયાની આવક વગર જીવી રહ્યો છે. આથી ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યુ છે.