Abtak Media Google News

રાજકોટમાં નાના મૌવા સર્કલ પાસે આવેલા માલધારી ચોકમાં મારા મિત્ર સાથે કેમ ઝઘડો કર્યો તેમ કહી યુવક ઉપર મામાના પુત્ર સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મૌવા સર્કલ પાસે આવેલા નહેરુનગરમાં રહેતા ભુપત લાલાભાઇ બાંભવા નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં માલધારી ચોકમાં હતો. ત્યારે મામાના પુત્ર હાર્દિક હીરા સબાડ સહિતના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત ભુપત બાંભવા અને હાર્દિક સબાડના મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેથી હાર્દિક સબાડે મિત્રનું ઉપરાણું લઈ અન્ય શખ્સો સાથે ધસી આવી ભુપત બાંધવા સાથે ઝઘડો કરી મારા મિત્ર સાથે કેમ ઝઘડો કર્યો તેમ કહી હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.