ભગતસિંહને કેમ એક દિવસ અગાઉ ફાંસી અપાઈ?

ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનેને ૨૩ માર્ચનાં રોજ ફાંસી આપવામાં આવી હતી. આજે ૨૩ માર્ચ સમગ્ર દેશ શહીદ દિન તરીકે મનાવે છે. તેઓને ૨૪ માર્ચ ૧૯૩૧ નાં રોજ ફાંસી આપવાની તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ ફાંસીનો સમય બદલીને ૧૧ કલાક પહેલાં લાહોરની જેલમાં ૨૩ માર્ચ ૧૯૩૧ ની સાંજે ૭:૩૦ વાગ્યે ફાંસી અપાઈ હતી.

ભગતસિંહ કહ્યુ કે આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિના પ્રતીક-ચિન્હ ઝાંખા પડી જશે અથવા કદાચ તે ભૂંસાઈ જશે. પરંતુ જિંદાદિલ ઢંગથી હસતાં-હસતાં મારા ફાંસી પર ચઢવાની સ્થિતિમાં હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જશે.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ત્રણેય વીરોની ફાંસીની સજા સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ ફાંસીને લઈને દેશભરમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શનો થતાં અંગ્રેજ સરકાર ડરી ગઈ હતી. જેના કારણે અંગ્રેજ સરકારે એક દિવસ પહેલાં ત્રણેય વીરોને ચુપચાપ રીતે એક દિવસ પહેલાં ફાંસી આપી દીધી હતી.